ફેનિલ ગોયાણી ના પોલીસ સમક્ષ થયા અનેક નવા ખુલાસા, આ રીતે કર્યો હતો આખો પ્લાન, AK-47 ખરીદવા માગતો હતો ફેનિલ - Jan Avaj News

ફેનિલ ગોયાણી ના પોલીસ સમક્ષ થયા અનેક નવા ખુલાસા, આ રીતે કર્યો હતો આખો પ્લાન, AK-47 ખરીદવા માગતો હતો ફેનિલ

સુરતની ગ્રીષ્મા વેકરિયાની ધોળા દિવસે ગળું કાપીને કરવામાં આવેલી હત્યાથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે પોલીસ તાપસ માં અનેક નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે ત્યારે પોલીસ સૂત્રો પાસેથી આજે નવી માહિતી સામે આવી છે.

ગ્રીષ્માનું ગળું કાપનાર આરોપી ફેનિલની પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે, અને તેની સાથે રહીને પોલીસ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને આરોપી ફેનિલ પાસેથી પોલીસ માહિતી મેળવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા SIT ની ટીમ સાથે અલગ અલગ જગ્યા પર ફેનિલને લઈ જવાયો હતો. આ કેસમાં જેમ જેમ પોલીસ આગળ વધી રહી છે તેમ તેમ આરોપી ફેનિલ ખુલાસો કરતો જાય છે. આજે આ કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગ્રીષ્માની હત્યા કરવા માટે આરોપી ફેનિલે એકે-47 ખરીદવા માગતો હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચ્યો છે. પોલીસને જાણવા મળ્યું હતું કે ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી. ગ્રીષ્માની હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો FSLનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફેનિલ પકડાયાના 6 જ દિવસમાં સોમવારે કોર્ટમાં પોલીસ 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરશે. આ કેસમાં ગુરુવારથી કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ફેનિલે ગ્રિષ્માની હત્યા કરવા માટે પહેલાથી જ પ્લાનિંગ કર્યું હતું, તે પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ફેનિલે ગ્રીષ્માની હત્યા કેવી રીતે કરી શકાય તે માટે વેબસાઈટ પર હથિયાર અંગે સર્ચ કર્યું હતું. એટલું જ નહીં, હથિયાર કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે પણ ફેનિલે માર્ગદર્શન મેળવ્યું હતું. પરંતુ ગ્રિષ્માની હત્યા કરતા પહેલા ફેનિલે પોતાના મિત્રને ફોન પર કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી, તેના પછી અનેક રહસ્યો ખૂલી રહ્યા છે.

ફેનિલ ગોયાણીએ ગ્રિષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, તે પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. હત્યા કેવી રીતે કરી શકાય તે માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે જાણ્યું હતું. તેણે ગ્રિષ્માની હત્યા કરતા પહેલા એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી.

આ ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી લેતા હવે સોમવારે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. આટલા ઓછા સમયમાં ચાર્જશીટ કરવાનો સુરત જિલ્લા પોલીસનો આ પહેલો કિસ્સો બનશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.