ગ્રીષ્મા ના હત્યારા ને સિવિલ હોસ્પિટલ માંથી મળી રજા, રજા મળતાની સાથે જ આ લોકોને આપ્યો કબ્જો, જાણો હવે આગળ શું? - Jan Avaj News

ગ્રીષ્મા ના હત્યારા ને સિવિલ હોસ્પિટલ માંથી મળી રજા, રજા મળતાની સાથે જ આ લોકોને આપ્યો કબ્જો, જાણો હવે આગળ શું?

નમસ્કાર મિત્રો ગુજરાત છેલ્લા કેટલા દિવસો થી હત્યા ને લૂંટ ચોરી ના બનાવો ખુબ બની રહ્યા છે ત્યારે 2 દિવસ પેલા સુરતના કામરેજ વિસ્તાર ના પાસોદરામાં ખેલેયલ ખૂની ખેલનો આરોપી હોસ્પિટલના હતો એને હવે રજા આપવામાં આવી છે આવો જાણીએ શું છે સમગ્ર ઘટના અને આગળ શું થશે આરોપી નું.

સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. હાલ ગ્રીષ્માના હત્યારા ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. ડિસ્ચાર્જ થતા અને પોલીસને જોઈને ફેનિલ રડવા લાગ્યો હતો.

છેલ્લા ઘણા દિવસથી ફેનિલ ગ્રીષ્માનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. યુવકે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ 12 ફેબ્રુઆરીના રોજ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પપ્પાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

હત્યારા યુવકનો આંતક આ સુધી સિમિત રહ્યો ન હતો. મોડેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી અને ત્યાર બાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી. આરોપી ફેનિલને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે.

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, ફેનિલની હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, નસ કપાઈ નથી અને માત્ર માસ જ કપાયું છે. જ્યાં 10 જેટલા ટાંકા આવ્યા છે. ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી. ત્યારબાદ તેની હાલત સ્ટેબલ થતા રજા આપવામાં આવી હતી.

પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે રજાને લઈ અમે ઉપરી અધિકારીઓને જાણ કરી છે. લગભગ કોઈ અધિકારી આવે પછી જ એને પોલીસ કસ્ટડી સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાશે. ફેનિલની સારવાર દરમિયાન પરિવાર છોડી બીજા કોઈને પણ મળવા દેવાયા નથી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.