ગ્રીષ્મા ના ભાઈએ જણાવી તે દિવસે ફેનિલ ને તેના વચ્ચે બનેલી આખી ઘટના, જાણો શું બન્યો હતો તે દિવસે આખો ઘટનાક્રમ - Jan Avaj News

ગ્રીષ્મા ના ભાઈએ જણાવી તે દિવસે ફેનિલ ને તેના વચ્ચે બનેલી આખી ઘટના, જાણો શું બન્યો હતો તે દિવસે આખો ઘટનાક્રમ

સુરતમાં બનેલી ઘટનાએ આખા ગુજરાત ને વિચારવા માટે મજબુર કરી દીધા છે એક 21 વર્ષના યુવાને પરિવાર ના લોકોની સામે કુમળા ફૂલ જેવી દીકરી ને મોત ને ઘાટ ઉતારી દીધી છે તે આપ સૌવ જાણો છો ઘણા લોકોના મન માં અનેક સવાલો ઉભા થયા છે સુરત માં આવી ઘટના બીજીવાર ના ઘટે તે માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તેવી વાતો પણ વહેતી થઈ છે. ત્યારે તે દિવસ નો આખો ઘટનાક્રમ યુવતી ના ભાઈ દ્વારા કહેવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ.

ગ્રીષ્મા વેકરિયાની હત્યાએ ફક્ત સુરત શહેરમાં જ નહીં સમગ્ર રાજ્યમાં ગમગનીનો માહોલ સર્જી દીધો છે. હજી કોઈ માનવા તૈયાર જ નથી કે એક ટપોરીએ ફુલ જેવી મામૂસ દીકરી ગ્રીષ્માને જાહેરમાં રહેંસી નાંખી. બીજી તરફ પોતાની નજર સામે જ લાડલી બહેનનું ગળું કાપી નાંખતા ભાઈ તદન ભાંગી પડ્યો છે. બહેનને નજર સામે તડપી તડપીને મોતના હવાલે થતાં જોનાર ભાઈ ધ્રુવ ગૂમસૂમ થઈ ગયો છે. વારંવાર રડ્યા રાખે છે. અંતિમવિધિ વખતે મીડિયા સાથે માંડ માંડ વાત કરતાં ધ્રુવે તે દિવસનો આખો ઘટનાક્રમ વર્ણવ્યો હતો.

તે દિવસ ની વાત કરતા ધ્રુવ વેકરિયાએ જણાવ્યું હતું કે ફેનીલ શેરીન ગેટ પાસે આવીને ઉભો રહ્યો ગયો હતો. તો હું અને મારા મોટાબાપા બંને ત્યાં ગયા. અમે ત્યાં ગયા તો તેણે સીધી બેગમાં ચપ્પુ કાઢીને અમારી પર હુમલો કર્યો. મે પાછળથી ફેનીલનું ગળું પકડી લીધું. તો પણ તેણે મોટા બાપુ સુભાષભાઈને ચાકુ મારી દીધું. હું તેના હાથમાંથી ચાકુ અને ગાડીને ચાવી લઈને ત્યાંથી ભાગી ગયો હતો.

ધ્રુવે જણાવ્યું કે હું અમારી શેરી પાસે પહોંચ્યો તો પાછળ ફેનીલ આવ્યો. તેણે બીજું ચપ્પુ મને બતાવીને ચાવી માગી. મેં ચાવી ન આપી. પહેલાં મેં તેને પાટુ માર્યું તો તેણે માથામાં મને માર્યું. પછી ચાવી તેણે લઈ લીધી. પછી ફેનીલ મારી બહેનને આવતો જોઈ ગયો. તો તેણે મારી બહેન ગ્રીષ્માને પકડી લીધી. તેણે લગભગ અડધો-પોણો કલાક સુધી બબાલ કરી હતી. તે ફક્ત હું મારી નાખીશ એમ જ બોલતો હતો.

મીડિયા મિત્રો દ્વારા પૂછવામાં આવ્યું કે આ ઘટના બની ત્યારે પોલીસ ત્યાં કેટલા વાગ્યે પહોંચી હતી એના જવાબમાં તેણે કહ્યું કે એની કંઈ ખબર નથી, મને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા હતા.

ત્યાર બાદ પૂછવામાં આવ્યું કે હવે તમારી બહેન આ દુનિયામાં નથી તો સરકાર પાસે કંઈ માંગણી કરશો તેના જવાબમાં ભાવુક થઈને તેણે કહ્યું કે બને તેટલું ઝડપથી સજા કરાવી અને ન્યાય અપાવો. આટલું બોલતા જ તેની આંખમાં ફરી આંસુઓ આવી ગયા હતા.

ત્યારે વિધિની વક્રતા કહો કે, કાયદા વ્યવસ્થાની નબળાઈ. જે હાથ મોટી બહેનના જવતલ હોમવાના સપના નાનપણથી જોયા હતાં. એ જ બહેનની ઘાતકી હત્યાં થતાં મુખાગ્નિ આપવાની પીડા નાનેરાભાઈને ભોગવવી પડી હતી.સુરતના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા થયા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં ગ્રીષ્માના અંતિમ સંસ્કારમાં હ્રદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. ગ્રીષ્માના અંતિમ સંસ્કાર તેણીના નાનાભાઈ ધ્રુવના હાથે કરવામાં આવ્યાં હતાં. મુખાગ્નિ આપીને નાનોભાઈ ધ્રુવ રીતસરનો ભાંગી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાંથી ઘરે મોકલી દેવાની ફરજ પડી હતી.

અભ્યાસ કરતો 17 વર્ષનો ધ્રુવ વેકરિયા ગ્રીષ્માથી ચાર વર્ષ નાનો છે. ગ્રીષ્માની કરપીણ હત્યા થઈ ત્યારે તે ત્યાં જ હાજર હતો. હુમલાખોરે ધ્રુવને પણ ઈજા પહોંચાડી હતી. માથાના અને પગ તથા હાથના ભાગે પણ ઈજા પહોંચી હતી. જેથી ધ્રુવની સારવાર કરવામાં આવી હતી. આજે ધ્રુવને માથામાં અને હાથમાં પટ્ટીઓ સાથે સ્મશાનમાં આવ્યો હતો અને ભારે હૈયે મુખાગ્નિ આપી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.