ગ્રીષ્માના હત્યારા ફેનિલનાં વકીલે કર્યો ચોંકાવનારો ખુલાસો, ગ્રીષ્માના પિતાનો રોષ ફાટી નીકળ્યો જાણો શું કહ્યું - Jan Avaj News

ગ્રીષ્માના હત્યારા ફેનિલનાં વકીલે કર્યો ચોંકાવનારો ખુલાસો, ગ્રીષ્માના પિતાનો રોષ ફાટી નીકળ્યો જાણો શું કહ્યું

એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું જે બાદ ઘટના સ્થળે જ યુવતીનું મોત નિપજ્યું હતું. જે બાદ મંગળવારે ગ્રીષ્માના પિતાના આવ્યા બાદ ૯:૩૦ વાગ્યે મૃતક ગ્રીષ્માની અંતિમ વિદાય કરવામાં આવી હતી.આ વિદાય વેળાએ ગ્રીષ્માના માતાપિતાનું હૈયાફાટ રુદન અને પથ્થર દિલ માણસને ધ્રૂજવી દેતું આક્રંદ જોવા મળ્યું હતું.

સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ગ્રીષ્માને અંતિમ વિદાય આપવામાં આવી જેમાં લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા એટલું જ નહિ આ અંતિમયાત્રા દરમિયાન અશ્વિનીકુમાર સ્મશાનગૃહના રસ્તા પર ૨૦૦ જેટલા પોલીસકર્મી નો બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ કેસની આગળની પૂછપરછ માટે આરોપી ફેનિલના રિમાન્ડ મેળવવા કામરેજ પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જે બાદ હાલમાં કોર્ટે આરોપી ફેનિલના ત્રણ દિવસીય રિમાન્ડ મંજૂર કર્યા છે.

જો કે આ કેસમાં રોકાયેલા સરકારી વકીલે હાલમાં જ કોર્ટ બહાર મિડીયા સાથે વાત કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે આરોપીને પણ એક વકીલ આપવામાં આવ્યો હતો અને વકીલે કોર્ટમાં દલીલ પણ કરી હતી પરંતુ કોર્ટમાં આવ્યા બાદ પણ આરોપીના મોઢા પર ભૂલનો અહેસાસ દેખાતો ન હતો તેને હત્યા કરી હતી તે વાતનો એને પસ્તાવો ન હતો.

સુરતની વેકરીયા પરિવાર ની લાડકી દીકરીની સાથે જ બન્યું, તે ના પડઘા આખા દેશ માં સંભળાઈ રહ્યા છે, દીકરીના અંતિમ બધાયથી માતા-પિતા અને તેનો ભાઈ તેમ જ સમગ્ર પરિવાર ખૂબ જ આઘાત લાગ્યો છે. વાત કરે તો, આફ્રિકાથી સુરત આવેલા તેમના પિતાને ખબર નહોતી કે તેનો કાળજા નો કટકો હવે આ દુનિયામાં રહ્યો નથી. એમાં હવે સુરતમાં આવ્યા પછી, તેમના પિતા અને જ્યારે ગ્રીષ્મમાં ની હત્યા વિશે ની માહિતી આપવામાં આવી ત્યારે, તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો.

વાત કરીએ તો, ફૂલ જેવી માસૂમ દિકરી ની હત્યા થવા થી વેકરીયા પરિવાર સાવ ભાંગી ગયો છે, તેમજ દિકરીના હત્યા નો રોષ હવે ચાર દિવસ પછી વ્યક્ત કર્યો હતો. એક મોટી મીડિયા એજન્સી પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, દીકરીના પિતાએ સોસાયટીના સભ્યો સામે પણ સવાલો ઉઠાવ્યા હતા, આ દીકરીના પિતા એ હત્યારાઓને ફાંસી થવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.

દીકરીના પિતા નંદલાલભાઇ જણાવ્યું હતું કે, મારો ભાઈ મને પિતાજી ની તબિયત લથડતાં હોવાનું કહીને, આફ્રિકા થી સુરત બોલાવ્યો હતો. તેમજ હું સવારે જ્યારે પાંચ વાગ્યે મુંબઈ થી સુરત આવ્યો ત્યારે, મને મારા ભાઈએ જણાવ્યું હતું કે, પપ્પા નહીં પરંતુ હવે આ દુનિયામાં ગ્રીષ્મમાં રહી નથી. તેમજ તે સમયથી દીકરીના પિતા નંદલાલભાઇ વેકરીયા સાવ ભાંગી ગયા છે. તે હજી પણ માનવામાં આવતું નથી કે તેની ફૂલ જેવી ફૂલ જેવી હસ્તી ખીલતી, માસૂમ દીકરી હવે આ દુનિયામાં નથી.

આ ઉપરાંત દીકરીના પિતા નંદલાલભાઇ જણાવ્યું હતું કે, મારે જ્યારે જ ઘટના બની હતી તે સમયના વિડિયો હજી જોવા નથી. અને હું જોવા પણ માંગતો નથી, પરંતુ હવે દીકરી ને આપવા માટે સમાજે કંઈ કરવાની જરૂર છે તેમજ, હવે સમાજને કોઈ પણ દીકરીને સાથે આવું ન બને તેનો ખ્યાલ પણ રાખવો પડશે. દેશની દીકરીની સાથે આવું ના થાય તે માટે જરૂરી પગલાં લેવા પડશે.

નંદલાલભાઇ જણાવ્યું હતું કે, અરે હું આફ્રિકા હતો ત્યારે 12 તારીખ શનિવાર ના રોજ સવારે, મારા ફોન ઉપર દીકરી ગ્રીષ્મમાં નો વિડીયો કોલ આવ્યો હતો, ત્યારે મને કહ્યું હતું કે પપ્પા હવે મારે વડોદરામાં ભણવા માટે જવું છે, અને હવે હું હોસ્ટેલમાં રહીને વડોદરા ભણવું છે. ત્યારબાદ મેે કહ્યું હતું કે, કોઈ વાંધો નહિ બેટા તને જે મજા આવે હોય તે કરવાનું, મને શું ખબર હતી કે, ફૂલ જેવી માસૂમ દીકરી તેલંગા થી છુટકારો મેળવવા માટે શહેરની બહાર જવા માગતી હતી.

તેમણે જણાવ્યું હતું કે મારે એને મારી દીકરી ની વચ્ચે પહેલેથી સંબંધ એવો છે કે અમે બંને ફ્રી માઇન્ડ હતા, એમાં હું એને અમે જ પૂછતો, તો તે જવાબ આપતી હતી કે તમારે નીચું જોઈને દુનિયા માં ચાલો પડશે તેવું કામ હું ક્યારેય કરીશ નહીં. તેમજ એના મોબાઈલ ની અંદર કોઈપણ દિવસ લોકો પણ રાખતી નથી. ગ્રીષ્મએ તેના પર કબાટમાં પણ કોઈ દિવસ લોક રાખ્યો નથી. આ ઉપરાંત વાત કરીએ તો ક્યારેક તેની બહેનપણી નો ફોન હોય તો પણ તે બહાર નીકળીને વાત કરતી નથી.

સુરતમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વેકરીયા પરિવાર સાવ ભાંગી ગયો છે. તેમજ પરિવાર ની અંદર પાંચ દિવસ થઈ જતા વેકરીયા પરિવારના તમામ સભ્યોને આંખોમાંથી હજુ પણ આંસુ સુકાતા નથી. ગઈકાલે હસતી ખેલતી અને ઉછળકૂદ કરતી માસૂમ દીકરી ગ્રીસમાં આજે આ દુનિયામાં નથી એ વાત માનવા પરિવાર તૈયાર જ નથી. એક બાજુ ઓ ગ્રીષ્મમાં ના પિતા નંદલાલભાઇ એ હત્યા વખતે વીડિયોમાં દેખાતા તમામ લોકોને આડે હાથ લીધા હતા.

તમને જણાવી દઈએ કે તેમણે સોસાયટીની અંદર ઘણા લોકોને સામે આકરા સવાલો ઉભા કર્યા હતા. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ઉપર નંદલાલ ભાઈ વેકરીયા નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેની અંદર નંદલાલભાઈ સોસાયટીના ઘણા બધા સભ્યો ની સામે બેસીને વાત કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોની અંદર માસુમ દીકરીના પિતા પૂછે છે કે, સાવ લાકડી જેવા લબરમૂછિયો છોકરો મારી દીકરીનું જઈ રહ્યો હતો ત્યારે, કઈ રીતે જોઈ શકે??

ત્યાં ઉભેલા ઘણા બધા લોકો ઉપર ઘણા બધા સવાલો કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, તે લાકડી જેવો છોકરો મારી દીકરી સાથે કરતો હતો ત્યારે કોઈ પથ્થર કેમ માર્યો નહીં.??, બેટી બચાવવાની મોટી મોટી વાતો કરનારા પાટીદાર મહિલાઓ થઈ ગયા છે તેવા રોષે ભરાયેલા નંદલાલભાઇ સોસાયટીના સભ્યો સામ રોષે વ્યક્ત કર્યો હતો. નંદલાલ ભાઈ એ સોસાયટીના સભ્યો ની સામે બેસીને રોષ પ્રગટ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ વાયરલ વીડિયોની અંદર, નંદલાલભાઇ સોસાયટીના સભ્યો ની સામે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. કયું છે કે આવા લાકડી જેવો છોકરો જ્યારે મારી દીકરીની સાથે આવી ઘટના કરતો હતો ત્યારે કોઈએ પથ્થર પણ કેમ નહોતો માર્યો??, અને કોઈના માં એટલી હિંમત નથી કે મારી દીકરીને બચાવી શકે??, આ ઉપરાંત નંદલાલ ભાઈએ જણાવ્યું હતું કે, સમાજની અંદર મોટી મોટી વાતો કરનારા હોય તો ઘણા લોકો છે આમ કરી નાખી અને તેમ કરી નાખીએ, અને તમારા થી કાંઈ થાય એમ નથી, સોસાયટીની અંદર આટલું બધું બની ગયું તેમ છતાં કોઈ પણ કઈ કરી શક્યું નથી.

આ ઉપરાંત નંદલાલભાઇ એ આક્રોશ માં આવી ને તેના સુરત ના સભ્યો ની સામે ઘણા બધા સવાલો ઊભા રાખ્યા હતા. તેમણે કહ્યું હતું કે, એ તો આપણા સમાજની બદનસીબી કહેવાય…, કે કાલે આ સમાજ ની દિકરી ની સાથે આવું થશે તો દીકરી ને બહાર ભણાવવું??, કે બહાર નઈ મોકલવાની??, તો શું દીકરીઓને ચાર દિવાલની વચ્ચે પૂરી રાખીશું??, શું તેમનો જન્મ આપ્યો એની સાથે આવી ઘટના થવાની??

તમને જણાવી દઈએ કે, ગ્રીષ્મમાં ના પિતા વાયરલ વિડીયો ની અંદર ઘણા બધા આકરા સવાલો કરતા નજરે ચડે છે, એમણે વીડિયોની અંદર એમ પણ કહ્યું હતું કે, મેં તે વીડિયો જોયો પણ નથી અને હું જોવા પણ માનતો નથી, તેમણે એવું પણ કહ્યું હતું કે સરકાર પ્રુફ માંગે છે, આ વિડીયો ગ્રુપ છે કે સરકાર પગલાં કેમ નથી અને સરકાર શેની રાહ જોવે છે. રૂપ આપવાની આમ જરૂરત ક્યાં છે અને અમારી દીકરી ને દુઃખ ખૂબ જ દુઃખ છે એને દીકરીની સાથે આવું ક્યારેય પણ ન થવું જોઈએ.

વેકરીયા પરિવાર આ વાત જાણીને રોષે ભરાયો છે કે, ગ્રીષ્મા અને ફેનીલ ના પ્રેમસંબંધની વાત, પર વેકરીયા પરિવાર રોષે ભરાયો છે. અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, મારી દીકરી ગ્રીષ્મમાં ને ફેનીલ ની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હતો નહીં. તેમાં છે તેમણે એવું પણ કહ્યું હતું કે તેના મિત્રની સાથે વાતચીતમાં વીડિયો ક્લિપ લાડે હોય તેવું કહેવામાં આવ્યું છે.

જે સમયે આ ઘટના બની ત્યારે, ગ્રીષ્મમાં એ તેમના પિતા નંદલાલભાઇ ની સાથે સવાર માં વિડીયો કોલ ની સાથે વાતચીત કરી હતી, તેના પિતા નંદલાલ ભાઈ વેકરીયા પોતાના નિવેદન આપ્યું હતું કે, શનિવારે મારી ઉપર મારી દીકરી નો ફોન આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે, પપ્પા મારે હવે વડોદરા ભણવા જવું છે, તેમજ મારે હોસ્ટેલમાં રહીને વડોદરા ભણવું છે. તો મેં કહ્યું કે કાંઈ વાંધો નહીં બેટા, તને જે મજા આવતી હોય તે કરવાનું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.