ગ્રીષ્મા હત્યા લવજી બાદશાહ, લાલજી પટેલ સહિતના ઉદ્યોગપતિઓ અને પાટીદાર અગ્રણીઓ ગ્રીષ્માના મોટા પપ્પા કરી આ વાત.. - Jan Avaj News

ગ્રીષ્મા હત્યા લવજી બાદશાહ, લાલજી પટેલ સહિતના ઉદ્યોગપતિઓ અને પાટીદાર અગ્રણીઓ ગ્રીષ્માના મોટા પપ્પા કરી આ વાત..

સુરતમાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં કાળો કહેત મચાવી દીધો છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપી નાખતા ચકચાર મચી ગયો છે. તમામ લોકો ગ્રીષ્માને ન્યાય મળે તે માટે માંગ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ ગ્રીષ્માના પરિવાર સાથે મુલાકત લીધી હતી અને જલ્દીથી ન્યાય અપાવવાની બાંહેદરી આપી હતી.

ત્યારે ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની તપાસ માટે એક અલગ ટીમની રચના કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના ડીએસપી રવિરાજસિંહ જાડેજાના વડાપણ હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટિમની રચના કરવામાં આવી છે. જેમાં એસપી વિશાખા જૈન, સુરત ડીવાયએસપી બી કે વનાર, ડીવાયએસપી ભાર્ગવ પંડયા, કામરેજ પીઆઇ એમ એસ ગિલાતર, વલસાડના પીઆઇ વી બી બારડ સહીત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે આ અંગે તપાસ હાથ ધરી છે.

રવિરાજસિંહ જાડેજાના વડાપણ હેઠળ તૈયાર થયેલી આ ટીમે કેસ અંગની તપાસ ચાલુ કરી દીધી છે. જેમાં એક પછી એક ખુલાસા થવા લાગ્યા છે. ઉપરાંત ટીમ દ્વારા ગ્રીષ્માની હત્યાને નજરે જોનારના પણ નિવેદન લેવામાં આવ્યા છે. હવે કોઈપણ કાળે આરોપી બચી શકશે નહી.

પોલીસ ટીમ દ્વારા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી સાયન્ટિફિક પુરાવાઓ પણ લેવાયા છે. ફેનિલ પાસે એક નહીં પરંતુ બે બે ચપ્પુ હતા. જે પોલીસે જપ્ત કરી લીધા છે. કેસમાં ઝડપી ચાર્જશીટ રજૂ કરવા માટે સ્પેશિયલ સરકારી વકીલની મદદ લેવાશે. આ કેસ અંગે હજુ પણ તપાસ ચાલી રહી છે. ગ્રીષ્માના હત્યારાના વહેલી તકે સજા મળશે.

નમસ્કાર મિત્રો ગ્રીષ્માંના મોટા પપ્પાએ મીડિયા સામે પોતાનું દુખ વ્યક્ત કર્યું છે ગ્રીષ્માંના મોટ પપ્પાએ જણાવ્યું હતું કે મારા ભાઈ ભાભી દિવ્યાંગ છે અને આ ઘટનાનો સામનો કરી શકે એ પરિસ્થિતિમાં નથી ગ્રીષ્માંના મોટા પપ્પા બે હાથ જોડી રડતા રડતા પોતાનું દુઃખ અભિવ્યક્ત કરી રહ્યા છે જ્યારે ગ્રીષ્માંના મોટા પાપા એ એમ પણ જણાવ્યું છે કે દીકરી તો જતી રહી.

પરંતુ જે ઘટના છે જીવનના અંત સુધી મગજમાં જ રહેશે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આપણા સમાજને જાગૃત થવું પડશે અને આપણા બાળકોને શિક્ષણ આપવુ પડશે આપડું સંપૂર્ણ ધ્યાન આપડા બાળકો પર હોવું જોઈએ કે આપડું બાળક શું કરે છે શું નથી કરતું એના મગજની અંદર કેવા પ્રકારના વિચારો ચાલે છે આ બધી જ વસ્તુઓ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે.

ગ્રીષ્માં તેના પરિવારની ખૂબ જ લાડકી દીકરી હતી પપ્પા આફ્રિકામાં હતા અને તે પોતાની માતા સાથે સુરતમાં જ રહેતી હતી જ્યારે નાનો ભાઈ ધ્રુવ ખુબ જ રડી પડયો હતો જેના બાદ ધ્રુવને તાત્કાલિક અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિકામાંથી ઘરે મોકલી દેવો પડયો હતો ગ્રીષ્માં કરતા તેનો ભાઈ ચાર વર્ષ નાનો છે તેમની ઉંમર હજી 17 વર્ષની છે.

આ ઉંમરે પોતાની મોટી બહેનની ચિતાને મુખાગ્નિ આપવી પડશે તેને ક્યારેય કલ્પના પણ ન હોઈ શકે ગ્રીષ્માંની અંતિમ યાત્રા શરૂ થતાં પહેલાં જ ઘણા ભાવુક કરી દેનાર દ્રશ્યો પણ સર્જાયા હતા.

ગ્રીષ્માંના પાર્થિવ શરીરને તેના માતા-પિતા છોડવા માટે તૈયાર જ ન હતા તેના બાથ ભરી અને આપડ કરી રહ્યા હતા ગ્રીષ્મના માતા-પિતાનું આવું ગૈરફડ રૂપ જોઈ ત્યાં ઉપસ્થિત સૌ લોકોની આખોમાં પણ આસું આવી ગયા હતા ગુજરાતના લોકો વચ્ચે આ ઘટના ને લઈ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે આ વિષયે તમારું શું કહેવું છે અમને જરૂર જણાવજો.

અને આ ઘટનાથી આજે સમાજની અંદર આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે. આ ઉપરાંત અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ અને ક્રિયા પરિવારની સાથે ઘણી બધી વાતો કરી હતી, અને સમાજને આ પ્રકારની માનસિકતા ધરાવતા યુવાનો ઊભા ન થાય તે માટે સમાજ પ્રકારના કામકાજ કરવા પડશે. આજના યુવાનો સમાજ માટે ખતરારૂપ છે. અને આવી માનસિકતા તરફ યુવાનો ન જાય તે માટે ખૂબ જ વિચાર કરવાની જરૂર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આય એક યુવાન આ પ્રકારની માનસિકતા સાથે કોઈ દીકરીના ઘરે પહોંચ્યા પછી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખે તે ત્યાં સુધી ચાલશે, અને આવી ઘટના ને ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે??, સમાજ માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો માની શકાય છે. આ ઉપરાંત સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓએ વેકરીયા પરિવારના ઘરે પહોંચીને પરિવારને હૈયે ધરપત આપી હતી.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, સમાચાર અગ્રણીઓ તારીખે અમે પણ આ પ્રકારની માનસિકતા યુવાનોમાં ઊભી ના થાય તે માટેનો સમાજમાં કામ કરીશું, તેમજ યુવાધન બરબાદ ન થાય તે માટે અમે વિચાર કરી રહ્યા છીએ, એ માટે અનેક પ્રકારના જાગૃતિના કાર્યક્રમ કરવા પડશે, તેમજ આવી માનસિકતા તરફ યુવાનો રહે અને સમાજની દિકરીઓની રક્ષા કરવાની તેમની પ્રથમ ફરજ બને તેવા વિચારો વહેતા થાય તે માટે અમે આગળ વધીશું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.