ગ્રીષ્મા કેસ માં નવો વળાંક, પહેલા અહીં મારવા ગયો હતો ફેનિલ એની બહેનપણીએ કહ્યું મારે એને… - Jan Avaj News

ગ્રીષ્મા કેસ માં નવો વળાંક, પહેલા અહીં મારવા ગયો હતો ફેનિલ એની બહેનપણીએ કહ્યું મારે એને…

મિત્રો તમે સૌ જાણતા જ હશો હાલમાં બનેલો કિસ્સો. જે સાંભળીને બધાના રુવાડા ઉભા થઇ જાય.વાત જાણે એમ છે કે સુરત શહેરના લસકાણામાં થયેલી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં દરરોજ અવનવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. ફેનિલ નામના આરોપીએ ગ્રીષ્માના ઘરની સામે એની હત્યા કરી દેતા સમગ્ર ગુજરાતમાં એના મોટા પડઘા પડ્યા છે. ભરબપોરે બનેલી આ ઘટનાથી સૌ કોઈ હચમચી ગયા છે. રોષ વ્યક્ત કરી રહ્યા છે. એ સમયે હાલ હત્યા કરનાર આરોપી ફેનિલ પોલીસના કબજામાં છે.

આ હત્યા કેસમાં પોલીસે યુદ્ધના ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પોલીસે જ્યારે સમગ્ર ઘટનાનું રિકંટ્રક્શન કરવા માટે આવી ત્યારે આરોપી ફેનિલના ચહેરા પર જરા પણ અફસોસના કોઈ ભાવ દેખાતા ન હતા. એની આંખમાં કોઈ આંસુ પણ ન હતા.આ કેસમાં પોલીસ ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યું છે. આરોપી ફેનિલને જયારે ઘટના સ્થળે લઈ જવાયો હતો. સમગ્ર કેસ કેવી રીતે બન્યો એ અંગે વધુ જાણકારી પોલીસે એકઠી કરી હતી.

ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલે હત્યાના દિવસે આ અંગે અગાઉ એક પ્લાનિંગ કરી રાખ્યું હતું. સૌ પ્રથમ ફેનિલ ગ્રીષ્માની કોલેજ અમરોલી ખાતે આવ્યો હતો. કોલેજ પર ગ્રીષ્માની મિત્રને કહ્યું કે, મારે એને મળવું છે. બહાર લઈને આવ. જોકે, ગ્રીષ્માની બહેનપણી એ કહ્યું કે, એ ક્લાસમાં છે. એટલે મળી નહીં શકે. બીજી બાજું ગ્રીષ્માએ એના માસીને કેમ્પસમાં બોલાવી લીધા. પછી પોતાના ઘરે પહોંચી હતી.

આમ તે કોલેજમાંથી બચી ગઈ હતી. પણ ફેનિલ સાંજના સમયે એના ઘરે પહોંચ્યો જ્યાં જાહેરમાં ગળું કાપીને એની હત્યા કરી નાંખી. તા.12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગ્રીષ્માને મળવા માટે કૉલેજમાં મળવા માટે ગયો હતો. એ સમયે કોલેજમાં રોજની જેમ ગ્રીષ્મા ક્લાસમાં અભ્યાસ કરી રહી હતી. એની સખી ફેનિલને મળી હતી. તેણે ગ્રીષ્માને મળવા માટેની વાત કરી હતી. કૉલેજમાં જ ગ્રીષ્માની હત્યા કરવાનો ફેનિલનો પ્લાન હતો એવો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં હાથ ધર્યો છે. કદાચ એના માસી કૉલેજે ન આવ્યા હોત તો ફેનિલ ગ્રીષ્માનું ત્યાં જ ઢીમ ઢાળી દેત.

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ફેનિલ ગ્રીષ્માનો પીછો કરતો હતો. થોડા દિવસ પહેલા યુવતીના મોટા પપ્પા તરફથી યુવકને ઠપકો દેવામાં આવ્યો હતો. પણ યુવાન અચાનક છરી લઈને યુવતીના ઘરે પહોંચી ગયો હતો. ગ્રીષ્માના ઘરની બહાર તોફાન કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એ પછી યુવતીના મોટા પપ્પાએ ગુસ્સે થઈને યુવાનને હાંકી કાઢતા છરીથી તેણે ગ્રીષ્મા પર હુમલો કરી દીધો હતો.

યુવતીને બાનમાં લઈ જ્યારે ગ્રીષ્માનો ભાઈ છોડાવવા માટે નજીક આવ્યા ત્યારે તેણે પોતાની આસપાસ કોઈ લોકો ન આવે એવી ધમકી આપી હતી. ગ્રીષ્માનો ભાઈ એને બચાવવા માટે નજીક ગયો હતો. ત્યાં ફેનિલે એના ગળા પર છરી મારી દીધી હતી. હોસ્પિટલમાંથી ફેનિલને રજા આપતા કામરેજ પોલીસે એની ધરપકડ કરી છે. આ કેસમાં ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. SITની રચના કરવામાં આવી છે.

નોંધનીય છે કે આ કેસની પોલીસ તપાસમાં બીજા પુરાવાની સાથે સાથે ડિજિટલ એવિડન્સ ભેગા કરવામાં આવ્યા છે. ફોરેન્સિક વિભાગની મદદથી સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી પ્રાથમિક પૂછપરછ હાલ કરાઈ હતી. સુરતના DYSP બીકે વનારે જણાવ્યું હતું કે હાલ આરોપીની ઓળખ પરેડ કરવાની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીએ જ્યારે ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે નશો કર્યો હોય એવું હાલ કંઈ સામે આવ્યું નથી. ઝડપથી ચાર્જશીટ ફાઈલ થાય એ માટેના પ્રયાસ પોલીસ તંત્ર કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.