ગ્રીષ્માં વેકરીયા હત્યા કેસ બાદ સુરત પોલીસ આવી એકશન માં, સુરત માટે આપી દીધા આવા કડક નિયમો - Jan Avaj News

ગ્રીષ્માં વેકરીયા હત્યા કેસ બાદ સુરત પોલીસ આવી એકશન માં, સુરત માટે આપી દીધા આવા કડક નિયમો

સુરત શહેર, જે ડાયમંડ અને કાપડનગરી તરીકે ઓળખાય છે. ગુજરાત અને દેશના અર્થતંત્રમાં જેનો નોંધનિય ફાળો રહ્યો છે. ગુજરાત અને અન્ય રાજ્યના લોકો માટે રોજગારીની તકોનું સર્જન કરનારુ સુરત, છેલ્લા કેટલાક દિવસોથી લોહિયાળ ઘટનાઓના કારણે ચર્ચામાં આવ્યું છે. ગ્રીષ્મા હત્યા કેસે સૌ કોઇને હચમચાવી મુક્યા છે. આજે સૌ કોઇ ગ્રીષ્માના પરિવારને ન્યાય મળે તે માગ કરી રહ્યાં છે. વધતી ગુનાખોરી બાદ કાયદો-વ્યવસ્થા પર આંગળી ઉઠે તે સ્વાભાવિક છે. સતત વધતો ગુનાનો ગ્રાફ સુરતને ક્રાઇમ કેપિટલ બનાવી રહ્યો છે. ત્યારે સુરત પોલીસ કમિશનર અજય તોમરે સુરતમાં ક્રાઈમ રેટ ઘટ્યો હોવાની પ્રેસ સંબોધી માહીતી છે. ગુનાઓ ડામવામાં અને જો થયા તો પીડિતોને ન્યાય આપવામાં સુરત પોલીસ પૂરતો પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસ બહાર કામ વિના લોકોને બેસવા પર પ્રતિબંધ : તો આ તરફ સુરત પોલીસ કમિશનરે ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બાદ નવું જાહેરનામું બહાર પાડ્યું છે. સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસ બહાર પુરૂષોએ કામ વિના બેસવા પર પ્રતિબંધ ફરવામાં દેવામાં આવ્યો છે. જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે તેવી જાહેરાત પણ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ જાહેરનામું 17 એપ્રિલ સુધી લાગુ રહેશે.

પોલીસ સ્ટેશનમાં PI દિકરીઓ માટે સ્પેશિયલ સમય ફાળવશે : વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે દરેક પોલીસ સ્ટેશનમાં PI દિકરીઓ માટે સ્પેશિયલ સમય ફાળવશે તેમજ દીકરીઓને હેરાનગતિના કેસમાં DCP-ACP મોનિટરિંગ કરશે. સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન PI પોલીસ સ્ટેશનમાં દીકરીઓને મળશે. કોઈ પણ અરજી પેન્ડિંગ ન રહે અને તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે નિર્ણય લેવાયા છે.

કપલ બોક્ષ પર પ્રતિબંધ : તો ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી હત્યારો ફેનિલ કપલ બોક્સ ચલાવતો હોવાની વાતો વહેતી થઈ હતી જે બાદ સમગ્ર ગુજરાતના મોટા શહેરોમાં પોલીસે કપલ બોક્સ પર તવાઈ બોલવવામાં શરૂ કર્યું છે. જેના જ ભાગ રૂપે સુરત પોલીસ કમિશનરે અન્ય એક જાહેરનામું બહાર પાડી રેસ્ટોરન્ટોની આડમાં ચલાવવામાં આવતાં કપલ બોક્ષ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોફી શોપ, હોટલ અને કાફેમાં કપલ બોક્ષ તરીકેની સુવિધા આપી શકાશે નહીં તમામ સ્થળોએ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ ઉપરોક્ત તમામ જગ્યાએ અશ્લીલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન ન થાય તેને લઈ CCTV કેમેરા લગાડવાનું ફરમાન સુરત CP અજય તોમર દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.

સુરતમાં દિવસે ને દિવસે ક્રાઈમો વધતા જાય છે. ત્યારે ધોળા દિવસે જાહેરમાં થયેલા ગ્રીષ્મા હત્યકાંડે તમામ હદ વટાવી છે. સુરતની આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. લોકના કાનમાં ગ્રીષ્માનો અવાજ ગુંજી રહ્યો છે. ત્યારે વધતા જતા ક્રાઇમને લઈને સુરત પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે.

સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કામરેજ વિસ્તારમાં જે ઘટના બની તે અંત્યંત દુખદ છે. આ ઘટનાની ગૃહમંત્રીએ નોંધ લીધી હતી અને પીડિતના પરિવાર જનોની મુલાકાત પણ લીધી હતી.

કમિશનર શ્રીએ જણાવ્યું કે બીજી વાર આવી ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. પોલીસ કમિશ્નર શ્રી અજય તોમરે જણાવ્યું કે આ આ બાબતે કેલાક લોકો મને મળવા માટે આવ્યા હતા અને ઘટના અંગે વાતચીત થઇ હતી. ઉપરાંત નાની ઉંમરના છોકરાઓ આવી ગુનાહિત પ્રવૃતિઓમાં કેમ આવી રહ્યા છે તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી.

કમિશનરને મળવા ગયેલા આગેવાનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે બે ત્રણ વર્ષ પહેલા સુરત શહેરમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચાલી રહ્યું હતું. જેનું કામ ફરી આગળ વધારવાની જરૂર છે. આ ઉપરાંત કપલ બોક્સ દૂર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેથી લોકો આવી બાબતોનો ભોગ ના બને.

કમિશનરે જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી પોલીસ આવા ગોરખ ધંધાઓ બંધ કરાવવા માટે કામગીરી કરી રહી છે. કેટલાક સ્પા પર રેડ પણ પાડવામાં આવી છે. અને અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત પાનના ગલ્લા પર નશીલા પદાર્થોનું વેચાણ કહેવામાં આવતું હશે તો તેના પર પણ એક્શન લેવામાં આવશે.

પોલીસ કમિશનરે જણાવ્યું કે ગત વર્ષે જાન્યુઆરી માસમાં 12 મર્ડરની ઘટના બની હતી. પણ તેની સામે આ વર્ષે જાન્યુઆરી માસમાં 2 મર્ડરની ઘટના બની છે. તેમણે જણાવ્યું કે આ અંગે અમારી કામગીરી ચાલુ છે. ઉપરાંત કેટલાક શંકાસ્પદ વિસ્તારોમાં વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.

કમિશનરે જણાવ્યું કે હવે કોઈપણ નાગરિક પોતાની વાત ડાયરેક્ટ PI ને રજૂ કરી શકશે. PI ને મળવા માટે નિર્ધારિત સમય નક્કી કરવામાં આવ્યો છે. સવારે 11 થી 12 અને સાંજે 5 થી 6 વાગ્યા સુધી દરેક પોલીસ સ્ટેશને પીઆઈ અરજદારોને મળવા માટે પોલીસ સ્ટેશન પર હાજર રહશે. જો કોઈ કારણસર પીઆઈ હાજર ના હોય તો તેના પછીના સિનિયર અધિકારી આ કામગીરી સંભળાશે.

સામાન્ય રીતે જ્યારે પણ સંતાન કોઈ ગુનો કરે ત્યારે મા બાપ તેને બચાવવાનો પૂરો પ્રયાસ કરતા હોય છે પરંતુ હાલમાં સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક આરોપી યુવકના પિતાએ જ પોતાના દીકરા માટે ફાંસીની સજાની માંગ કરી છે મળતી માહિતી અનુસાર સુરતના કાપોદ્રામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી.

એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું આ ઘટનાને લઈને હાલમાં સમગ્ર રાજયમાં ચકચાર મચી ગયો છે ચારેકોરથી લોકો આ કેસમાં યુવતીને ન્યાય આપવાની વાત કરી રહ્યા છે.

એવામાં આરોપી યુવક ફેનીલના પિતાએ પણ દીકરાને ફાંસી આપવાની વાત કરી છે તેમને કહ્યું છે તેમનો દીકરો તેમના કહ્યામાં નથી. મૃતક યુવતી ગ્રીષ્માંના પરિવારે એકવાર તેના વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી તેમ છતાં તે સુધર્યો નહિ અને હાલમાં તેને જે હરકત કરી છે તે શરમજનક છે માટે જો સરકાર તેને ફાંસી પણ કરશે તો તેના પિતા તે સ્વીકારી લેશે.

વાત કરીએ ગ્રીષ્માંના પરિવાર વિશે તો દીકરી પર થયેલા હુમલાને કારણે બેહોશ થયેલી માતાને હજુ દીકરીના મોતની જાણકારી આપવામાં આવી નથી તેમજ દીકરીના પિતા નંદલાલ ભાઈ પણ ઘટના સમયે આફ્રિકામાં હોવાથી તેમને પરત બોલાવ્યા બાદ આજે ગ્રીષ્માંના અંતિમ સંસ્કાર કરવામાં આવશે જે માટે અશ્વનીકુમાર સ્મશાનભૂમિ સુધીના રસ્તા પર 200 પોલીસ કર્મીનો બંદોબસ્ત રહેશે.

જો કે આ ઘટના બાદ લોકોની સલામતી અને લોક પોલીસ પર વિશ્વાસ કરે તે હેતુથી હવે તમામ પીઆઈ સવારે ૧૧થી ૧૨ સુધી અને સાંજે ૫ થી ૬ સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહી લોકોની રજુઆતો સાંભળી કાર્યવાહી કરશે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું કે જો પીઆઈ રજા પર હોય કે ફરજના ભાગે બહાર હોય તો સિનિયર પીએસઆઈ લોકોની રજુઆતો સંભાળશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.