ઘટનાની આગળ પાછળની વાત, શું છે 21 વર્ષીય યુવતીનું ચપ્પુ મારીને મર્ડર કરતા પહેલા અને પછીનો સમગ્ર ઘટનાક્રમ - Jan Avaj News

ઘટનાની આગળ પાછળની વાત, શું છે 21 વર્ષીય યુવતીનું ચપ્પુ મારીને મર્ડર કરતા પહેલા અને પછીનો સમગ્ર ઘટનાક્રમ

સુરતના કામરેજ વિસ્તારમાં એક કાળજું કંપવનારી ઘટના બની છે. શનિવારે કામરેજના પાસોદરા પાટિયા નજીકની સોસાયટીમાં રહેતી વિદ્યાર્થિનીનો એક તરફી પ્રેમી તેના ઘર પાસે આવ્યો હતો. ત્યારબાદ યુવતીના ઘરની પાસેના વિસ્તારમાં જ આ યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને મોતને હવાલે કરી દીધી હતી.

આ દરમિયાન ત્યાં હોબાળો મચી ગયો હતો. એકતરફી પ્રેમીએ ક્ષણ ભરમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતારી દીધી. ત્યાં ઉભેલા લોકોએ આ ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જે વાયરલ થતા લોકો દુખ વ્યક્ત કરી રહ્યા છે. આ યુવકે જાહેરમાં જ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી.

યુવતીના મોત બાદ હત્યા કરનાર યુવકે ઝેર પીધું હતું. ત્યારબાદ જાહેર સ્થળ પર જ પોતાના હાથની નસ કાપીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ તે મૃત્યુ પામ્યો નથી. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. જાહેરમાં યુવતીની હત્યા કરનાર યુવક પોતે પણ આપઘાત કરવા માંગતો હતો.

કામરેજની 21 વર્ષીય વિદ્યાર્થિનીનું નામ ગ્રીષ્મા વેકરીયા છે. જેની સાથે કાપોદ્રાની રચના સોસાયટીમાં રહેતા હત્યારા ફેનિલને એકતરફી પ્રેમ થયો હતો. હત્યારો અવારનવાર ગ્રીષ્માનો પીછો કરતો હતો. જેથી તેનાથી ડરીને ગ્રીષ્માએ આ બાબતે પરિવારને જાણ પણ કરી હતી.

ત્યારબાદ ગ્રીષ્માના મોટા પપ્પાએ હત્યારાને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ તેની હત્યારા પર કોઈ અસર થઇ નહીં. ત્યારબાદ તેણે શનિવારે સાંજે ગ્રીષ્માની પરિવારની સામે જ હત્યા કરી નથી. જયારે હત્યારો ગ્રીષ્માને મારવા જય રહ્યો હતો. ત્યારે ગ્રીષ્માનો ભાઈ તેને બચાવવા માટે આગળ ગયો હતો. પરંતુ હત્યારાએ તેના પર પણ પ્રહાર કર્યો હતો.

ત્યારબાદ હત્યારાએ જાહેરમાં પરિવારની સામે ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું. હત્યા કર્યા બાદ હત્યારાએ ઝેરની ગોળી ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પરંતુ તે મૃત્યુ પામ્યો નથી. હાલ બેભાન અવસ્થામાં છે અને સ્મીમેર હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

વિધાર્થિનીનું ગળું કાપ્યા બાદ હત્યારો ફેનિલ ડેડ બોડી પાસે જ ઉભો હતો. જો કોઈ ડેડ બોડી પાસે જવાની કોશિશ કરતું હતું તો હત્યારો તેના પર પ્રહાર કરતો હતો. તે લાશની આસપાસ ફરતો હતો. જો કોઈ તેની નજીક જાય તો તે લોકોને ધમકાવતો હતો. ત્યારબાદ હત્યારાએ ઝેર ગટગટાવીને આપઘાત કરવાની કોશિશ કરી હતી.

આવો જાણીએ શું હતી સમગ્ર ઘટના : સુરતના કામરેજમાં પ્રેમમાં પાગલ યુવકે યુવતીનું જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી રિપોર્ટ અનુસાર સુરત જિલ્લાના કામરેજમાં આવતા પાસોદરા ગામ નજીક એક સોસય્તાતીમાં રહેતી 21 વર્ષની યુવતી ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો પીછો ફેનિલ નામનો એક યુવક કરતો હતો. ફેનિલ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવતી રચના સોસાયટીમાં રહેતો હતો. ફેનિલ ગ્રીષ્માના પ્રેમમાં પાગલ હતો. ફેનિલ ગ્રીષ્માનો અવાર નવાર પીછો કરતો હોવાના કારણે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને કરી હતી. તેથી ગ્રીષ્માના પરિવારના સભ્યોએ સમગ્ર મામલે ફેનિલને ઠપકો આપ્યો હતો.

આ ઠપકાનું ફેનિલને લાગી આવ્યું હતું. તેથી શનિવારે સાંજના સમયે ફેનિલ એક ચપ્પુ લઇને ગ્રીષ્માના ઘર નજીક પહોંચ્યો હતો. ત્યારબાદ તેને ગ્રીષ્માની સોસાયટીમાં જઈને ગ્રીષ્માને બંધક બનાવી લીધી હતી અને ત્યારબાદ ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું. ત્યારબાદ તેને રોષે ભરાઈને ગ્રીષ્માનું ગળું કાપી નાંખ્યું હતું. આ ઘટનામાં ગ્રીષ્માને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હોવાનું કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

ગ્રીષ્માની હત્યા કર્યા બાદ ફેનીલે પણ પોતાના હાથની નશ કાપી નાંખી હતી અને ઝેરી દવા પીધી હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ગ્રીષ્માના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી હતી. હત્યારા ફેનિલે પણ પોતાના હાથની નશ કાપી લીધી હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર હત્યારા ફેનિલની તબિયત ગંભીર છે અને તેની સારવાર લઇ રહી છે. તો બીજી તરફ આ ઘટનાની જાણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને થતા તેમને ગ્રીષ્માના પરિવારના સભ્યોની સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને આ મામલે યોગ્ય તપાસની બાંહેધરી પણ આપી હતી. તો બીજી તરફ આ ઘટના બાદ પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરીયા મૃતક યુવતીના પરિવારના સભ્યોને સાંત્વના પાઠવવા માટે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં ગ્રીષ્માના પરિવારના સભ્યોએ પણ હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.