આજે સોનાની કિંમતમાં ભારે ઘટાડો, આજે આટલા રૂપિયા સસ્તુ મળી રહ્યું છે સોનું, 10 ગ્રામ સોનાનો ભાવ જાણો
સોનાની કિંમત માં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. આથી જો તમે સોનું ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે ખૂબ સારો મોકો છે. કારણ કે સોનું તેની રેકોર્ડ કિંમતથી હજુ ઘણું સસ્તું મળી રહ્યું છે. આજે 17 ફેબ્રુઆરીએ સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.07 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું હતું. બીજી બાજું ચાંદીની કિંમત માં 0.42 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
કેડિયા કોમોડિટીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે દેશ અને દુનિયામાં મોંઘવારી વધી રહી છે. આ ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે તણાને પગલે વૈશ્વિક ચિંતા વધી છે. જેનાથી સોનાની કિંમતને સમર્થન મળશે. સોનું આ વર્ષે 55 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને સ્પર્શ કરી શકે છે.
આજે એપ્રિલ ડિલિવરી વાળું સોનાની કિંમત 0.07 ટકા ઘટીને 49,582 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી હતી. બીજી તરફ ચાંદી 0.42 ટકા ઘટીને 63,031 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર જોવા મળી હતી.
વર્ષ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો. આજે સવારે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 49,582 રૂપિયા છે, મતલબ કે સોનું રેકોર્ડ કિંમતથી 6,618 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
સોનાના દાગીના પર ફરજીયાત હોલમાર્કિંગ ના નિયમને કારણે હોલસેલમાં બનતા દાગીના હોય કે,ખાસ ઓર્ડર દઈને દાગીના તૈયાર કરાવ્યા હોય તે દરેકમાં હવે હોલમાર્ક થવા લાગ્યું છે.સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ગિર સોમનાથમાં ત્રણ નવા હોલમાર્ક સેન્ટર ખુલ્યા છે. સુવિધા ઉભી થતા પહેલા કરતા દાગીનામા હોલમાર્કિંગ કરવા માટે વેઈટીંગ ધટયું છે.
શરૂઆતમાં હોલમાર્કિંગ સેન્ટરમાં 8-8 દિવસનુ વેઈટીંગ રહેતું હતુ પરંતુ હવે તો બે મહિના એડવાન્સમાં હોલમાર્કિંગ થવા લાગ્યું છે. અત્યારે સૌરાષ્ટ્ર- કચ્છની સોની બજારમાં રોજના અંદાજિત 50 કિલો સોનાના દાગીના પર હોલમાર્ક થાય છે. તેમ હોલ માર્કિંગ સેન્ટરના સંચાલક કિશન ભાઈ વાયા જણાવે છેે.
3 સેન્ટર ખુલતા સૌરાષ્ટ્ર- કચ્છમાં હવે હોલમાર્કિંગ સેન્ટરની સંખ્યા 28 થઈ છે.તેમજ હોલમાર્ક સેન્ટર શરૂ કરવા માટે આવતી અરજી અને ઇન્કવાયરીમાં બે ગણો વધારો થયો હોવાનું કન્સલટન્ટ – વેપારીઓ જણાવે છે. કન્સલટન્ટના જણાવ્યા મુજબ છેલ્લા 150 દિવસની વાત કરીએ તો 80 થી વધુ ઈન્કવાયરી આવી છે. જેથી હજુ નવા સેન્ટર ખુલે તેવી સંભાવના છે.
રાજકોટના હોલમાર્ક સેન્ટરમાં સ્થાનિક , આજુ બાજુના ગ્રામ્ય વિસ્તાર, સૌરાષ્ટ્ર ભરના અને દેશભરના દાગીના હોલમાર્કિંગ માટે આવે છે અને અંહિ બનતા દાગીનાનું વેંચાણ દેશ- વિદેશમાં થાય છે. સૌરાષ્ટ્ર- કચ્છનું દૈનિક ટર્ન ઓવર રૂ.25 કરોડે પંહોચ્યું હોવાનું જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના ઉપપ્રમુખ પરેશભાઈ આડેસરા જણાવે છે.
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!