આજે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો, આજે આટલા રૂપિયા સસ્તુ મળી રહ્યું છે સોનું, 10 ગ્રામ સોનાનો ભાવ… - Jan Avaj News

આજે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો, આજે આટલા રૂપિયા સસ્તુ મળી રહ્યું છે સોનું, 10 ગ્રામ સોનાનો ભાવ…

સોના અને ચાંદી સતત વધારા સાથે ઊંચા સ્તર ટ્રેડ કરી રહ્યા છે. સોના અને ચાંદી બંને હાલમાં લાભની શ્રેણીમાં જોવા મળી રહ્યા છે. જોકે આજે સોના-ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે. એમસીએક્સ એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના વાયદાનો વેપાર આજે ઘટયો છે.

એપ્રિલમાં સોના નો વાયદો ₹254 અથવા 0.50 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે જેમાં આજે 50138 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નું સ્તર જોવા મળી રહ્યું છે.જો આપણે એમસીએક્સ પર ચાંદીના ફ્યૂચર ટ્રેડિંગ પર નજર કરીએ તો આજે તેમાં 215 રૂપિયા અથવા 0.34 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીના માર્ચ વાયદામાં 63646 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેપાર થઇ રહ્યો છે.

વર્ષ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56200 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. આજ રોજ સવાર MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 49582 રૂપિયા છે મતલબ કે સોનું રેકોર્ડ કિંમત થી 6618 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના ભાવ સરળતાથી જાણી શકો છો. 24 કેરેટ સોનુ 99.9 ટકા શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ છે.22 કેરેટ સોનાના તાંબુ ચાંદી અને ઝીંક જેવા 9 ટકા અન્ય ધાતુઓ નું મિશ્રણ કરીને જવેલેરી તૈયાર કરવામાં આવે છે. પરંતુ તેના ઘરેણા બનાવી શકાતા નથી.

તેથી જ મોટા દુકાનદારો 22 કેરેટ સોનુ વેચે છે. તમને જણાવી દઈએ કે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. તમે તેમાં સોનાની શુદ્ધતા ચકાસી શકો છો.સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે સોનુ ખરીદવાનું વિચારતા હોય તો આજે જ તેની ખરીદી કરી શકો છો.

સોના-ચાંદીની કિંમતમાં ઘટાડા બાદ છેલ્લા ચાર દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે સોનું 50000ની ઉપર પહોંચી ગયું છે, જ્યારે ચાંદી 63500ની ઉપર કારોબાર કરી રહી છે.રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે સોનાની કિંમત આઠ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. ત્યારે આજે સવારે 10:50 વાગ્યે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ ડિલિવરી માટે સોનાનો ભાવ 0.52 ટકા ઘટ્યો હતો. બીજી તરફ ચાંદીમાં 0.29 ટકાનો ઘટાડો થયો છે. સોનાની કિંમત આજે 51,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહી છે.

આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર સોનાનો એપ્રિલ વાયદો 50150 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.ત્યારે ચાંદીનો માર્ચ વાયદો આજે કિલોદીઠ રૂ.63700ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

વિદેશી બજાર કિંમત: ગોલ્ડ 0033 જીએમટી પ્રમાણે 0.3 ટકા વધીને $1,902.20 પ્રતિ ઔંસ રહ્યું છે, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.1 ટકા વધીને $1,904.30 થયો હતો.

સ્પોટ સિલ્વર 0.2 ટકા વધીને $23.86 પ્રતિ ઔંસ અને પેલેડિયમ 0.8 ટકા વધીને $2,385.08 પ્રતિ ઔંસ પર હતું, બંને સાપ્તાહિક વધારા સાથે. પ્લેટિનમ 0.5 ટકા વધ્યો. નવેમ્બરના મધ્યથી તે સૌથી વધુ $1,094.83 છે, જે તેને જૂન પછીના તેના શ્રેષ્ઠ સાપ્તાહિક શો તરીકે સેટ કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.