આજે સોના-ચાંદીના ભાવ માં રેકોર્ડ બ્રેક ઘટાડો લગ્ન પ્રસંગ માટે ખરીદી કરવાનું વિચારતા હોય તો જાણો આજ નું ભાવ - Jan Avaj News

આજે સોના-ચાંદીના ભાવ માં રેકોર્ડ બ્રેક ઘટાડો લગ્ન પ્રસંગ માટે ખરીદી કરવાનું વિચારતા હોય તો જાણો આજ નું ભાવ

આ સિવાય, મહામારી બાદ, વિશ્વના ઘણા દેશોમાં મોંઘવારીમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનામાં તેજી જોવા મળી શકે છે. MCX પર ભાવ આગામી 2 મહિનામાં 52,400નું સ્તર બતાવી શકે છે.

ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે એટલે કે 18 ફેબ્રુઆરીએ ફરી એકવાર સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ પણ સોનાની કિંમત 50,000 રૂપિયાની ઉપર જ રહી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, આજે એપ્રિલમાં ડિલિવરી માટે સોનાની કિંમત 50,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે.

કોમોડિટી નિષ્ણાંતનું માનવું છે કે, રશિયા-યુક્રેન વિવાદમાં ચાલી રહેલા જિયોપોલિટિકલ તણાવને કારણે સુરક્ષિત રોકાણ માટે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, કોરોના મહામારીના આફ્ટરશોકને કારણે વિશ્વના ઘણા ભાગોમાં મોંઘવારીમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે.

સોના અને ચાંદી સતત વધારા સાથે ઊંચા સ્તર ટ્રેડ કરી રહ્યા છે. સોના અને ચાંદી બંને હાલમાં લાભની શ્રેણીમાં જોવા મળી રહ્યા છે. જોકે આજે સોના-ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે. એમસીએક્સ એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના વાયદાનો વેપાર આજે ઘટયો છે.

એપ્રિલમાં સોના નો વાયદો ₹254 અથવા 0.50 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે જેમાં આજે 50138 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નું સ્તર જોવા મળી રહ્યું છે.જો આપણે એમસીએક્સ પર ચાંદીના ફ્યૂચર ટ્રેડિંગ પર નજર કરીએ તો આજે તેમાં 215 રૂપિયા અથવા 0.34 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીના માર્ચ વાયદામાં 63646 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેપાર થઇ રહ્યો છે.

વર્ષ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56200 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. આજ રોજ સવાર MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 49582 રૂપિયા છે મતલબ કે સોનું રેકોર્ડ કિંમત થી 6618 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના ભાવ સરળતાથી જાણી શકો છો. 24 કેરેટ સોનુ 99.9 ટકા શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ છે.22 કેરેટ સોનાના તાંબુ ચાંદી અને ઝીંક જેવા 9 ટકા અન્ય ધાતુઓ નું મિશ્રણ કરીને જવેલેરી તૈયાર કરવામાં આવે છે. પરંતુ તેના ઘરેણા બનાવી શકાતા નથી.

તેથી જ મોટા દુકાનદારો 22 કેરેટ સોનુ વેચે છે. તમને જણાવી દઈએ કે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. તમે તેમાં સોનાની શુદ્ધતા ચકાસી શકો છો.સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે સોનુ ખરીદવાનું વિચારતા હોય તો આજે જ તેની ખરીદી કરી શકો છો.

કોમેક્સ (Comex) પર સોનું 1,900 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી રહ્યું છે. કોમેક્સ ગોલ્ડના ભાવ વાર્ષિક ધોરણે 3.6 ટકા વધ્યા છે. અગાઉ 2020 માં, સોનાએ 2,100 ડોલર પ્રતિ ઔંસથી વધુની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી હતી.

તમને જણાવી દઇએ કે તમે સોનાના ભાવ આસાનીથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે 8955664433 નંબર પર મિસકોલ કરવાનો રહેશે. ફોન પર મસેજ આવી જશે અને તેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકશો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.