ગ્રીષ્મા ની ઘટના બાદ સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ લાગ્યા પોસ્ટર,જાણો શું છે આખો મામલો?, પોસ્ટરમાં શું કરવામાં આવ્યો છે ઉલ્લેખ - Jan Avaj News

ગ્રીષ્મા ની ઘટના બાદ સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ લાગ્યા પોસ્ટર,જાણો શું છે આખો મામલો?, પોસ્ટરમાં શું કરવામાં આવ્યો છે ઉલ્લેખ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 26 હજાર ને પાર પહોંચી ગયો છે.

ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.આવી જ એક ઘટના સામે આવી છે.ત્યારે સુરત શહેરમાં એક ગોજારી ઘટના સામે આવી હતી.

એવામાં સુરતમાં ગઈ કાલે એવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં યુવક દ્વારા જાહેરમાં યુવતીને દર્દનાક મોત આપવામાં આવ્યું હતું. સુરતમાં યુવક દ્વારા યુવતીનું જાહેર ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. જેમાં સુરતના કામરેજના પાસોદરા પાટિયા નજીક એક યુવક દ્વારા યુવતીનું જાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.ઘટના બાદ ત્રીજા દિવસે અંતિમયાત્રા નીકળી હતી. દિવ્યાંગ પિતા આફ્રિકાથી આવ્યા બાદ દીકરી ગ્રીષ્માની હત્યા થઈ હોવાની જાણ કરાઈ હતી.

ગ્રીષ્માની હત્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વરાછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં પોસ્ટર લાગ્યાં છે, જેમાં લખાયું છે કે ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્, ગૃહરાજ્યમંત્રી રાજીનામું આપે.સુરતના કામરેજ, પુણા, યોગીચોક, સરથાણા, મિની બજાર, માનગઢ ચોક જેવા વિસ્તારોમાં પોસ્ટરો રાત્રિના સમયે લગાવવામાં આવ્યાં હતાં.

આ પોસ્ટરો કોણે લગાવ્યાં એ સામે આવ્યું નથી. જોકે વીતેલા 14 દિવસમાં થયેલી લાગ લગાટ હત્યાઓને લઈને શહેર સ્તબ્ધ બની ગયું છે. ક્રાઈમ સિટી તરફ આગળ વધી રહેલા સુરતમાં લોકોનો ગુસ્સો હવે ગૃહમંત્રી તરફ જોવા મળી રહ્યો છે.પોસ્ટરમાં સુરત શહેર હવે ક્રાઈમ સિટી હોય એવું લાગી રહ્યાનું લખાયું છે. ત્યારે ભાઉના રાજમાં પોતાના શહેરમાં કાયદો વ્યવસ્થા ભાંગીને ભુક્કો થઈ હોવાનું લખીને ગૃહમંત્રી રાજીનામું આપે એવી પોસ્ટરો દ્વારા માગ ઊઠી છે.

ઉલ્લેખનીય છે કે,આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે. બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે.

તેના મૃતદેહ પાસે માતા-પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી છે. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ છે.ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેનને જવતલ હોમવાની જગ્યાએ મુખાગ્નિ આપી હતી.

ભાઈના હાથે બહેન ગ્રીષ્માને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં ગ્રીષ્માની યોજાયેલી અંતિમ વિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતાં.મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બે હાથ જોડીને વિદાય આપી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.