ગ્રીષ્માને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવી, માતા-પિતાનું હૈયાફાટ રૂદન, અંતિમયાત્રામાં ઘરથી સ્મશાન સુધી હજારો લોકો જોડાયા - Jan Avaj News

ગ્રીષ્માને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવી, માતા-પિતાનું હૈયાફાટ રૂદન, અંતિમયાત્રામાં ઘરથી સ્મશાન સુધી હજારો લોકો જોડાયા

આજે વહેલી સવારે ગ્રીષ્મા વેકરીયા ની અંતિમયાત્રા કાઢવામાં આવી છે. ગ્રીષ્માને દુલ્હનની જેમ તૈયાર કરી હતી. જ્યારે અંતિમ વાર પરિવારના સભ્યો ગ્રીષ્મા દીકરીને દુલ્હનના રૂપમાં જોઈ રહ્યા હતા, ત્યારે વાતાવરણમાં ચારે તરફ શોકનો માહોલ છવાયો હતો. માતા ગ્રીષ્માને દુલ્હનના રૂપમાં જોઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. સાથોસાથ ત્યાં હાજર દરેક લોકોની આંખો ભીની થઇ ગઈ હતી.

ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.આવી જ એક ઘટના સામે આવી છે.ત્યારે સુરત શહેરમાં એક ગોજારી ઘટના સામે આવી હતી. એવામાં સુરતમાં ગઈ કાલે એવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં યુવક દ્વારા જાહેરમાં યુવતીને દર્દનાક મોત આપવામાં આવ્યું હતું. સુરતમાં યુવક દ્વારા યુવતીનું જાહેર ગળું કા-પીને હ-ત્યા કરવામાં આવી હતી. જેમાં સુરતના કામરેજના પાસોદરા પાટિયા નજીક એક યુવક દ્વારા યુવતીનું જાહેરમાં ગળું કા-પીને હ-ત્યા કરવામાં આવી હતી.ઘટના બાદ ત્રીજા દિવસે અં-તિમયાત્રા નીકળી હતી. દિવ્યાંગ પિતા આફ્રિકાથી આવ્યા બાદ દીકરી ગ્રીષ્માની હ-ત્યા થઈ હોવાની જાણ કરાઈ હતી.

યારે દીકરીને દુલ્હનની જેમ ઘરેથી વિદાય કરવાના સપના જોતા પિતા દીકરીને ડોલીની જગ્યાએ નનામીમાં જોઈને પડી ભાંગ્યા હતાં. દિવ્યાંગ માતા પિતાએ દીકરીની અંતિમ યાત્રા વખતે કરેલા કાળા કલ્પાંત અને હૈ-યાફાટ રૂ-દનથી અં-તિમ યાત્રામાં આવેલા સમાજ અને પરિવારના તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

બીજી તરફ અં-તિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. સુરત બોડર થી અશ્વની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચ ને કામગીરી બંદોબસ્ત ની જવાબદારી સોપાઈ છે.અંતિમ યાત્રામાં ગમગીની છવાઈ હતી.

આ ઘટનાથી, સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. પિતા આફ્રિકા હોવાથી બે દિવસ સુધી અંતિમયાત્રા નહોતી કાઠી, પરંતુ આજે વહેલી સવારે ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાવભીની વિદાય આપવા પહોંચ્યા હતા. ત્યારે એવા દ્રશ્યો સર્જાયા હતા કે, જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.

છેલ્લી વાર પોતાની દીકરીને જોતા, ગ્રીષ્માની માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. ક્યારેય નહોતું વિચાર્યું કે, આટલી નાની ઉંમરે ગ્રીષ્મા પરિવારના સભ્યોને છોડીને આવી રીતે જતી રહેશે.

ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં જ ઘાતકી હત્યા કરી હતી. આજે સવારે 9:30 કલાકે ઘરથી સ્મશાન સુધી ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી છે. સમાજની દિકરીની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટ્યા છે.

કેટલાય આગેવાનો સહિત ઘણા યુવાનો વહેલી સવારે ગ્રીષ્માની અંતિમયાત્રામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ અંતિમ યાત્રામાં જોડાઈ રહી છે. સમાજના દરેક લોકો દિકરીને ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે.

ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. દીકરીની હત્યાની જાણ થતાં જ પિતા તો જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે. ગ્રીષ્માની પાલખી પાસે પિતા, માતા, ભાઈ અને પરિવારજનો વિલાપ કરી રહ્યા છે. આખી સોસાયટી શોકમગ્ન બની ગઈ હતી. સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.

અશ્વનીકુમાર સ્મશાનભૂમિ સુધીના રસ્તા પર 200 પોલીસ કર્મીનો બંદોબસ્ત તહૈનાત કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ સોમવાર સુધી દીકરીના માતા અને પિતાને પોતાની વ્હાલસોયીની વિદાય અંગેની જાણ કરવામાં આવી ન હતી. હાલ ગ્રીષ્માના મોટા પપ્પા પણ આઇસીયુમાં સારવાર હેઠળ છે.

અત્રે નોંધનીય છે કે, સુરતના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ યુવતીની માતા અને ભાઈની નજર સામે જ જાહેરમાં યુવતીની હત્યા કરી હતી. એક વર્ષથી યુવતીને હેરાન કરતા યુવકને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે ફરી ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં યુવતીના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી યુવતીનું ગળું કાપી નાખ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.