ગ્રીષ્માં વેકરીયા કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા ખુલાશા આવ્યા સામે, કંઈ રીતે હત્યા કરવીએ આ રીતે શીખ્યો અને …
નમસ્કાર મિત્રો, જન અવાજ ન્યુઝ માં તમારું સ્વાગત છે, 12 ફેબ્રુવારી ના રોજ બનેલ ઘટના થી આપ સર્વો વાકેફ જ સવો આ કેસમાં દિવસે ને દિવસે મોટા મોટા ખુલાશા સામે આવતા રહે છે ત્યારે અમે આજે તમારા માટે નવા એક ખુલાશા વિશે વાત કરવાના છીએ.
ગ્રીષ્માની હત્યા કરવા માટે ફેનિલના મગજમાં જાત-જાતના વિચારો આવતા હતા. પોલીસે તેનો જે મોબાઇલ કબજે લીધો હતો તેની એફએસએલ તપાસમાં ખબર પડી છે કે તેણે વેબસાઇટ પર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે તપાસ કરી હતી, જોકે આ રાઇફલ ન મળતાં તેણે અન્ય વિકલ્પો શોધ્યા હતા. હત્યા કેવી રીતે કરી શકાય એ માટે પણ તેણે 30થી વધુ વેબસાઇટ સર્ચ કરી હતી તેવી માહિતી સામે આવી છે.
હત્યા કરવા માટે તેણે અલગ-અલગ સ્ટાઇલ પણ શોધી હતી, જેમાં તે ગળું કાપીને હત્યા કરવાનું શીખ્યો હતો. પોલીસે આ મહત્ત્વના પુરાવા પણ એફએસએલની મદદથી શોધી કાઢ્યા છે. આ ઉપરાંત ઘટનાસ્થળે વીડિયો ઉતારનારા લોકોના ફોનમાંથી પણ પોલીસે વીડિયો-ક્લિપ લઈ તેનો પુરાવા તરીકે ઉપયોગ કર્યો છે.
સૂત્રો પાસે થી એવી પણ માહિતી મળી રહી છે કે હત્યા પહેલાં સવારે ક્રાઇમ પેટ્રોલ જોઈને ગયો હતો શનિવારે ગ્રીષ્માની હત્યા કરતાં પહેલાં તે સવારથી જ પ્લાનિંગ કરી રહ્યો હતો. હત્યા કરવા તેણે ક્રાઇમ પેટ્રોલ સહિતની કેટલીક અલગ-અલગ સિરિયલ્સ જોઈ હતી, જેમાં હત્યા કરવાનું તે શીખ્યો હતો.
પોલીસ ને મળેલી માહિતી મુજબ ચપ્પુની ડિલિવરી ફ્લિપકાર્ટ પરથી મોડેથી મળવાની હોવાથી ઓર્ડર કેન્સલ કરી મોલમાંથી ખરીદ્યું હતું ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરવાનું નક્કી કર્યા બાદ તેણે ફ્લિપકાર્ટ પર એક ચાકુનો ઓર્ડર પણ કર્યો હતો. જોકે એ મોડેથી મળવાનો હોવાના કારણે તેણે ઓર્ડર રિજેક્ટ કરી દીધો હોવાનું પણ તેના મોબાઇલમાંથી પુરાવા મળી આવ્યા છે. ત્યાર બાદ તેણે ગ્રીષ્માની હત્યા કરવા માટે અન્ય એક મોલમાંથી ચપ્પુ મેળવ્યું હતું. પોલીસે હત્યા કરાયેલું ચપ્પુ પણ જપ્ત કરી લીધું હોવાથી ફેનિલ સામે પોલીસને મજબૂત પુરાવા મળ્યા છે.
રવિવારે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી રેન્જ આઇજી ડો. રાજકુમાર પાંડિયન, ડાંગના એસપી, તપાસ અધિકારી સહિતના અધિકારીઓએ મિટિંગ કરી હતી. જેમાં સોમવારે 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરવા માટે તમામ કાગળો ભેગા કરાયા હતા.
પાસોદરામાં માસૂમ ગ્રિષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલ વિરૂદ્ધ જિલ્લા પોલીસ સોમવારે કોર્ટમાં 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરશે. રવિવારે રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન મિટિંગ મળી હતી, જેમાં 150 સાક્ષી, 25 પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા. ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી.
ફેનિલ ગોયાણીએ ગ્રિષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, તે પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. હત્યા કેવી રીતે કરી શકાય તે માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે જાણ્યું હતું. તેણે ગ્રિષ્માની હત્યા કરતા પહેલા એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી.
આ ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી લેતા હવે સોમવારે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. આટલા ઓછા સમયમાં ચાર્જશીટ કરવાનો સુરત જિલ્લા પોલીસનો આ પહેલો કિસ્સો બનશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!