હવે ગુજરાત માં ફરજીયાત માસ્ક માંથી મુક્તિ?, મુખ્યમંત્રીએ કહી આ વાત, રાત્રિ કરફ્યૂનો સમય આટલા વાગ્યા સુધીનો થશે, જાણો સંપૂર્ણં માહિતી - Jan Avaj News

હવે ગુજરાત માં ફરજીયાત માસ્ક માંથી મુક્તિ?, મુખ્યમંત્રીએ કહી આ વાત, રાત્રિ કરફ્યૂનો સમય આટલા વાગ્યા સુધીનો થશે, જાણો સંપૂર્ણં માહિતી

કોવિડ-19 સામે વેક્સિનેશન, નાગરિકોમાં વ્યાપક પ્રમાણમાં એન્ટિબોડી ડેવલપ થવા તેમજ થર્ડ વેવમાં વાઈરસની ઘાતકતા ઘટતા ગુજરાત સરકાર આસ્તે આસ્તે માસ્કને ફરજીયાતથી મરજીયાત તરફ લઈ જવા આગળ વધી રહી છે.

આ મુદ્દે આગામી ટૂંક સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ શકે છે તેવા સંકેતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે. બીજીતરફ ગૃહ વિભાગના છેલ્લા જાહેરનામાની મુદ્દત 11 ફેબ્રુઆરીને શુક્રવારે પૂર્ણ થાય છે. તે પહેલા ગુરુવારે આઠ મહાનગરો સહિત 27 શહેરોમાં રાત્રિ કરફ્યૂની મુદ્દતમાં ઘટાડો થશે એમ મનાય છે.

ગુજરાતમાં તબક્કાવાર માસ્ક પહેરવુ મરજીયાત થશે ગુજરાતમાં પોણા બે વર્ષથી માસ્ક ફરજીયાત છે. નિયમનો ભંગ કરનાર સામે એક હજારનો દંડ વસૂલવા હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો હતો. આ વિષયે હાઈકોર્ટ સમક્ષ ફરીથી ફેરવિચારણા અરજી કરવાનો મૂડ સરકારે બનાવ્યો છે. વિશ્વના અનેક દેશોમાં જ્યાં ચેપનું પ્રમાણ નહિવત છે, નાગરિકો વેક્સિનેટેડ છે અને મોટાપાયે હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ ચૂકી છે ત્યાં માસ્કને મરજીયાત કરાયું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં અનઔપચારિક રીતે ”નાગરિકો હવે માસ્કથી કંટાળ્યા છે, એ જવું જોઈએ. જેમ આ મહામારીમાંથી સૌ બહાર નીકળ્યા એમ માસ્કમાંથી પણ નિકળીશુ” એમ કહીને આ મુદ્દે હકારાત્મ સંકેતો આપ્યા હતા. આથી ગરમી વધે તે પહેલા ગુજરાતમાં તબક્કાવાર માસ્ક પહેરવુ મરજીયાત થઈ શકે છે.

રાત્રિ કરફ્યૂનો સમય 11 કે 12થી સવારના 6 વાગ્યા સુધીનો થશેગુરુવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી બેઠકમાં રાત્રિ કરફ્યૂનો સમય 11 કે 12થી સવારના 6 વાગ્યા સુધીનો થઈ શકે છે. રાત્રિ કરફ્યૂની સમયાવધિ ઘટતા શહેરોમાં સિનેમા, મોલ્સ, હોટેલ- રેસ્ટોરેન્ટ સહિતની વેપારી- મનોરંજનની ગતિવિધી મોડી રાત સુધી થઈ શકશે.

યુપી સહિત દેશ માં ચુંટણીઓ શરૂ છે અને અહીં ચુંટણીઓ પૂર્ણ થતાં જ હવે ગુજરાતમાં ચુંટણીઓ નું કાઉન્ટ ડાઉન શરૂ થનાર છે ત્યારે આ બધા વચ્ચે હવે ગુજરાત માં જાદુઈ રીતે કોરોના ગાયબ થવા માંડ્યો છે અને છેલ્લા 18 દિવસમાં કોરોનાના નવા કેસમાં 800%નો તથા એક્ટિવ કેસમાં 375%નો ઘટાડો થયો છે, ત્યારે રાજ્ય સરકાર માસ્ક તથા રાત્રિ કર્ફ્યૂ સહિતનાં નિયંત્રણોમાં છૂટછાટ આપવા વિચારણા કરી રહી છે.

કોરોના રસીના વિક્રમી 10 કરોડ ડોઝ અને ત્રીજી લહેર પણ પૂર્ણતાના આરે છે, ત્યારે નાગરિકોને ફરજિયાત માસ્કમાંથી મુક્તિ આપવા માટે સરકારે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ માટે સંકેત આપી દીધા છે. ગિફ્ટ સિટીમાં યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન 10 કરોડ વેક્સિન ડોઝની સિદ્ધિ બદલ આરોગ્ય વિભાગને અભિનંદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ફરજીયાત માસ્કથી લોકો હવે થાક્યા છે અને હવે જ્યારે કેસો ઘટી રહ્યા છે ત્યારે માસ્કમાંથી પણ આપણને બહુ ઝડપથી મુક્તિ મળશે.

રાજ્ય ત્રીજી લહેરમાં કેસો ઝડપથી ઘટી રહ્યા છે ત્યારે ફરજિયાત માસ્કમાંથી મુક્તિ આપવા અંગે કોર કમિટીમાં ચર્ચા થઇ હતી. કોરોના ની શરૂઆત થવા ના પ્રારંભે માર્ચ 2020થી માસ્ક ફરજિયાત બનાવાયું છે અને એ પછી દંડની રકમમાં હાઇકોર્ટના આદેશથી વધારો કરવામાં આવ્યો છે. હાલ માસ્ક નહીં પહેરવા બદલ 1 હજાર રૂપિયાનો દંડ વસૂલવાના નિયમો અમલી છે, જેથી આ માટેની કાયદાકીય અને અન્ય વહીવટી ઔપચારિકતા અનુસરવામાં આવશે, જેના ભાગરૂપે માસ્કના દંડમાંથી નાગરિકોને મુક્તિ આપવા માટે હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે, એ પછી નિર્ણય લેવામાં આવશે. આમ હવે માસ્ક મામલે નિર્ણય લેવાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.