ગુરુવારે થી શનિવારે સુધી માં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ, અંબાલાલ પટેલ ની મોટી આગાહી શનિવારે કમોસમી માવઠુંની આગાહી
ઉત્તર ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો. લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાતા ઠંડીથી રાહત મળી છે. ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી. પરંતુ 48 કલાક બાદ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો જોવા મળશે. તેમજ પાંચેય જિલ્લામાં સોમવારે લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાતા સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો.
મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં સોમવારે લઘુતમ તાપમાનનો પારો બે દિવસથી સતત ઉપર જઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવાર અને બુધવાર સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી.
જોકે ત્યારબાદ લઘુતમ તાપમાન ત્રણ દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી વધશે જેથી વાતાવરણમાં ગરમી જોવા મળશે. સોમવારે તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાતા વહેલી સવારે અને મોડી રાત્રીએ ઠંડી જોવા મળી હતી. જોકે બપોરના સમયે વાતાવરણમાં ગરમીનો અનુભવ થયો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અડતા ઠંડીનું પ્રમાણ પણ ઓછું થયું છે બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લઈને રાજ્યમાં ઠંડી સાથે કમોસમી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે.
ગતરોજ બપોરના સમયે મોટાભાગના શહેરોમાં તાપમાન વધુ જોવા મળી રહ્યું છે, જેથી અમદાવાદની સાથે મોટાભાગના શહેરોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ગાંધીનગર નું તાપમાન સૌથી ઓછું છે ગાંધીનગર નું તાપમાન કાલે 9.6 ડિગ્રી નોંધાયું હતું અને રાજ્યમાં કાલે સૌથી ઓછુ તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં સવારે ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું હતું.
પરંતુ બપોરે ગરમી વધી હતી હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સવાર અમદાવાદનું તાપમાન 1.1 ડિગ્રી ઘટી ગયું હતું.
આગામી 24 થી 28 કલાકમાં ગરમી વચ્ચે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે.રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, સાથે સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે.તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર ઠંડી સાથે કમોસમી માવઠું થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે લોકોને બેવડી ઋતુનો અનુભવ પણ થશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીમાં થઈ રહેલી વધઘટ વચ્ચે વધુ એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે તાપમાનના ગણતરીના કલાકોમાં 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં હજુ 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થોડા દિવસો રાહત આપ્યા બાદ રાજ્યમાં ફરીથી છેલ્લા 3 દિવસથી ઠંડીની શરૂઆત થઈ રહી છે. જે અંતર્ગત આગામી 48 કલાક સુધી રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. રાજ્યના નાગરિકોને હવે 2 દિવસ બાદ જ ઠંડીથી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડી રહેશે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.