હવામાન વિભાગે કરી મોટી આગાહી ગુજરાત માં વાતાવરણમાં પલટો આ 15 રાજ્યમાં વરસાદની આગાહી હિમવર્ષાથી ફરી વધશે ઠંડી - Jan Avaj News

હવામાન વિભાગે કરી મોટી આગાહી ગુજરાત માં વાતાવરણમાં પલટો આ 15 રાજ્યમાં વરસાદની આગાહી હિમવર્ષાથી ફરી વધશે ઠંડી

દેશની રાજધાની દિલ્હીમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દિવસ દરમિયાન તડકાને કારણે લોકોને ઠંડી થી પણ રાહત મળી રહી છે. ફરી એકવાર હવામાનમાં પલટો આવશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી થોડા દિવસ દેશના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આખા દેશમાં ધીરે-ધીરે ઠંડી ખતમ થઇ રહી છે. આ વચ્ચે ઉત્તર ભારતમાં એક વાર ફરી વાતાવરણમાં પલટાના આસાર છે. ભારતીય હવામાન વિભાગ મુજબ, ચક્રવર્તી હવાઓના ક્ષેત્ર પૂર્વ બંગાળની ખાડી અને એનાથી અડેલા અંદમાન સાગર પર બનેલ છે. આ સિવાય 22 ફેબ્રુઆરીની રાત સુધીમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન હિમાલયની નજીક પહોંચવાની ધારણા છે.

જેના કારણે 22 થી 23 ફેબ્રુઆરી દરમિયાન દેશના 15 રાજ્યોમાં વરસાદની સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વ્યાપક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.અરુણાચલ પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ હિમાલયમાં25થી 26ફેબ્રુઆરી વચ્ચે વરસાદ અને હિમવર્ષા વધી શકે છે.

24 અને 26 ફેબ્રુઆરીએ પહાડીઓ પર છૂટાછવાયા ભારે હિમવર્ષા થઈ શકે છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. IMD એ 23 ફેબ્રુઆરી સુધી સિક્કિમમાં હળવા અથવા મધ્યમ વરસાદની આગાહી કરી છે. પશ્ચિમી પ્રભાવને કારણે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં અલગ-અલગ, હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.

દિલ્હીમાં જોરદાર પવન ફૂંકાવાની શક્યતાહવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, 22 ફેબ્રુઆરીથી બે દિવસ દિલ્હીમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. તે જ સમયે, ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

સ્કાયમેટેની આગાહી અનુસાર જૂનમાં શરૂ થતાં નૈઋત્યના વરસાદની અવધી દરમિયાન સરેરાશ 881 મી.મી વરસાદ પડવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે. વર્ષે વર્ષે તેમાં ફેરફારો ખતાં હોય છે. પરંતુ ચાર મહિનાના ચોમાસા માટે આગાહી કરી શકાય તેવા પુર્વ લક્ષણો પણ હોય છે.

સ્કાયમેટે જણાવ્યું કે, હાલના તબક્કે સંબંધિત આંકડાકીય માહિતી આપવી તે ખૂબ વહેલી ગણાશે. પરંતુ તે અંકોના પ્રાથમિક આગાહી કરવા પુરતી માહિતી પુરી પાડે છે. વર્ષ 2022ના નૈઋત્યના ચોમાસા અંગે આંકડાકીય માહિતીઓ સાથે વધુ સપષ્ટ વિશલેષ્ણ એપ્રિલ મહિનામાં પુરુ પાડવામાં આવશે.

દેશમાં થતાં વરસાદ પૈકીનો 70 ટકા વરસાદ નૈઋત્યના ચોમાસા જ થાય છે ભારતના ચોમાસાને અલ નીનો પ્રભાવ ખુબ જ પ્રભાવિત કરે છે. અલ નીનો વર્ષો પૈકીના 80 ટકા કિસ્સામાં દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોધાય છે. આ પૈકીના 60 વર્ષ દરમિયાન તૌ સ્પષ્ટપણે દુકાળ જેવી સ્થિતી પ્રવર્તી રહી હતી. જૂનમાં શરૂ થઈને સપ્ટેમ્બરમાં પુરુ થનારું નૈઋત્યનું વાવાઝોડું ભારતીય કૃષિની જીવાદોરી છે. સમગ્ર દેશમાં થતાં વરસાદ પૈકીનો 70 ટકા વરસાદ નૈઋત્યના ચોમાસા દરમિયાન જ થતો હોય છે.

હવામાનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સ્કાઈમેટ વેદર તરફથી 2022 માટે જાહેર કરવામાં આવેલા પ્રારંભિક પૂર્વાનુમાન મુજબ છેલ્લા કેટલાય વર્ષોની માફક આ વર્ષે પણ દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે. વરસાદ 96થી 104 ટકા રહી શકે છે. સ્કાઈમેટ વેદરનું હવામાન વિજ્ઞાન અને જળવાયુ પરિવર્તન વિભાગના અધ્યક્ષ જીપી શર્માએ કહ્યું કે, ચાર મહિનાના લાંબા ચોમાસા દરમિયાન મોટા ઉતાર-ચડાવ જોવા મળશે. પ્રારંભિક પૂર્વાનુમાનના આધારા પર ઠીક ઠીક અંદાજ લગાવવો અઘરો છે. આગામી એપ્રિલમાં આ બાબતે વિસ્તૃત રિપોર્ટ જાહેર કરવામાં આવશે.

આ વખતના ચોમાસાને લઈને મોટી જાહેરાતસ્કાઈમેટના જણાવ્યા અનુસાર છેલ્લા બે ચોમાસાની સિઝન બાદ થનારી લા નીનાની ઘટનાથી પ્રભાવિત રહ્યા. જો કે, હવે આ ફેરફાર ઓછો થતો જોઈ શકાય છે. તેનો અર્થ એ છે કે, 2022ના ચોમાસાના સમયગાળમાં લા નીનાનો પ્રભાવ ધીમે ધીમે ઘટી રહ્યો છે.

ભૂમધ્ય રેખિય પ્રશાંત મહાસાગારમાં સમુદ્રની પરત પર તાપમાનની નકારાત્મક સ્થિતીઓ નબળી થઈ રહી છે. પ્રશાંત મહાસાગરની આ સ્થિતીઓ ખરાબ ચોમાસાની સંભાવના જણાવે છે. પણ તટસ્થ સરહદોની અંદર સામાન્ય અથવા વધારે વરસાદનું કારણ બની શકે નહીં.

એપ્રિલમાં આવશે વિસ્તૃત રિપોર્ટજીપી શર્માના જણાવ્યા અનુસાર 2022 અને 2021 દરમિયાન એક બાદ એક લા નીનાનું અવલોકન કર્યા બાદ સાંખ્યિકીય રીતથી આવી એક વધું ઘટનાની આશા વ્યક્ત કરી શકાય નહીં. ભૂમધ્ય રેખિય પ્રશાંત વિસ્તારમાં સમુદ્રની પરતનું તાપમાન ફટાફટ વધવાના અણસરા છે. જેનાથી લા નીના ચાલુ રહેવાની સંભાવના ઓછી થઈ જાય છે. તેમણે આગળ કહ્યું કે, આગામી સ્પ્રિંગ બૈરિયર દરમિયાન અલ નીનો સાદર્ન ઓસિલેશનની સંભાવના પણ ઓછી થઈ જાય છે અને કેટલીય વાર અસ્થિર પરિસ્થિતી તરફ લઈ જાય છે આ તમામ ઘટનાઓ અમારા એપ્રિલના પૂર્વાનુમાનમાં શામેલ હશે.

જમ્મુ-કાશ્મીરમાં એક સપ્તાહ સુધી વરસાદની આગાહીબીજી તરફ કાશ્મીરમાં 23 ફેબ્રુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેશે. જમ્મુમાં પણ વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં મહત્તમ તાપમાન 23 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેવાની શક્યતા છે. સમગ્ર સપ્તાહ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદની અપેક્ષા છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

ઉત્તરાખંડના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છેઉત્તરાખંડમાં મંગળવારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. જે બાદ અનેક વિસ્તારોમાં વરસાદ પણ નોંધાયો હતો. તે જ સમયે, હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 14 ડિગ્રી સુધી રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published.