હવામાન વિભાગની મોટી આગાહી 2 અને 3 ફેબ્રુઆરીએ દરિયાકાંઠે 40 થી 50 ઝડપે પવન સુસવાટા મારશે માછીમારોને કરાયા એલર્ટ - Jan Avaj News

હવામાન વિભાગની મોટી આગાહી 2 અને 3 ફેબ્રુઆરીએ દરિયાકાંઠે 40 થી 50 ઝડપે પવન સુસવાટા મારશે માછીમારોને કરાયા એલર્ટ

ગુજરાતના મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાન ઊંચકાયું છે. તેથી રાજ્યમાં ઠંડીનું જોર ઘટયું છે. પણ પાટનગરમાં શીતલહેર યથાવત્ છે. તેમાં ગાંધીનગરમાં 8.2 ડિગ્રી, અમદાવાદમાં 10 ડિગ્રી સાથે નલિયામાં 14.8 ડિગ્રી છે. તેમજ ડીસામાં 11,8 ડિગ્રી અને પોરબંદરમા 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ઊચકાયો છે. જેના કારણે ઠંડીનું જોર પણ ઘટી ગયું છે. જોકે પાટનગર ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહેલ છે. ગાંધીનગરમાં તાપમાન 8.2 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે અમદાવાદ શહેરનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. બીજી તરફ્ રાજ્યનું સૌથી ઠંડુ શહેર એવું કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાઈ ને 14.8 ડિગ્રીએ પહોંચી ગયો હતો.

ગુજરાતના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ઊચકાયો છે. જેમાં હવામાન વિભાગે પ્રસિદ્ધ કરેલી વિગતો પ્રમાણે, ડીસામાં 11,8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય વડોદરામાં 11.4 ડિગ્રી, સુરતમાં 12.7 ડિગ્રી, ભાવનગરમા 13.4 ડિગ્રી, પોરબંદરમા 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ હવે રાજ્યમાં ધીરેધીરે ઠંડીનો ચમકારો ઘટી રહ્યો છે

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ઊચકાયો છે. જેના કારણે ઠંડીનું જોર પણ ઘટી ગયું છે. જોકે પાટનગર ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહેલ છે આજે સોમવારે ગાંધીનગરમાં તાપમાન 8.2 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે અમદાવાદ શહેરનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. બીજી તરફ્ રાજ્યનું સૌથી ઠંડુ શહેર એવું કચ્છના નલિયામાં આજે લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાઈ ને 14.8 ડિગ્રી એ પહોંચી ગયો હતો.

ગુજરાતના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ઊચકાયો છે. જેમાં હવામાન વિભાગે પ્રસિદ્ધ કરેલી વિગતો પ્રમાણે, ડીસામાં 11,8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય વડોદરામાં 11.4 ડિગ્રી, સુરતમાં 12.7 ડિગ્રી, ભાવનગરમા 13.4 ડિગ્રી, પોરબંદરમા 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ હવે રાજ્યમા ધીરેધીરે ઠંડીનો ચમકારો ઘટી રહ્યો છે.

રાજ્યના હવામાન વિભાગે ઠંડી વધવાના સંકેત આપી દીધા છે. રાજ્યમાં 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિક મનોરમાં મોહંતિના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો 4થી 5 ડિગ્રી સુધી એટલે કે 1, 2 અને 3 ફેબ્રુઆરી સુધી ઠંડી ઓછી પડશે જે બાદ વધશે.

2 ફેબ્રુઆરીએ દરિયા કાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. લગભગ 40થી 50ની ઝડપે પવન ફૂંકાશે તેથી માછીમારોને આગામી 2 તારીખે દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. પણ 5 ફેબ્રુઆરી પછી ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા તાપમાન વધશે તેવુ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજ્યમાં ફરી એકવાર વરસાદ જ નહિ પણ કરા પડવાની આગાહી વાદળના વરતારે કરતા અંબાલાલ પટેલે રોકડું પરખાવ્યું છે કે, 1 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળો તો છવાશે જ, સાથોસાથ 1 થી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ કમોસમી માવઠું માત્ર વરસાદ જ નહિ આપે, પણ કરા પણ વરસાવી શકે છે. આવું થવાનું એક કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આટલેથી આ વાતાવરણ નહિ અટકે, તારીખ 10 થી 17 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.