હવામાન વિભાગ ની મોટી આગાહી, જાણો કેવું રહશે આવનારું ચોમાસુ, ખેડૂતો માટે આવ્યા ખુશ ખબર - Jan Avaj News

હવામાન વિભાગ ની મોટી આગાહી, જાણો કેવું રહશે આવનારું ચોમાસુ, ખેડૂતો માટે આવ્યા ખુશ ખબર

હવામાનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સ્કાઈમેટ વેદર તરફથી 2022 માટે જાહેર કરવામાં આવેલા પ્રારંભિક પૂર્વાનુમાન મુજબ છેલ્લા કેટલાય વર્ષોની માફક આ વર્ષે પણ દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે.

વરસાદ 96થી 104 ટકા રહી શકે છે. સ્કાઈમેટ વેદરનું હવામાન વિજ્ઞાન અને જળવાયુ પરિવર્તન વિભાગના અધ્યક્ષ જીપી શર્માએ કહ્યું કે, ચાર મહિનાના લાંબા ચોમાસા દરમિયાન મોટા ઉતાર-ચડાવ જોવા મળશે. પ્રારંભિક પૂર્વાનુમાનના આધારા પર ઠીક ઠીક અંદાજ લગાવવો અઘરો છે. આગામી એપ્રિલમાં આ બાબતે વિસ્તૃત રિપોર્ટ જાહેર કરવામાં આવશે.

આ વખતના ચોમાસાને લઈને મોટી જાહેરાત : સ્કાઈમેટના જણાવ્યા અનુસાર છેલ્લા બે ચોમાસાની સિઝન બાદ થનારી લા નીનાની ઘટનાથી પ્રભાવિત રહ્યા. જો કે, હવે આ ફેરફાર ઓછો થતો જોઈ શકાય છે. તેનો અર્થ એ છે કે, 2022ના ચોમાસાના સમયગાળમાં લા નીનાનો પ્રભાવ ધીમે ધીમે ઘટી રહ્યો છે. ભૂમધ્ય રેખિય પ્રશાંત મહાસાગારમાં સમુદ્રની પરત પર તાપમાનની નકારાત્મક સ્થિતીઓ નબળી થઈ રહી છે. પ્રશાંત મહાસાગરની આ સ્થિતીઓ ખરાબ ચોમાસાની સંભાવના જણાવે છે. પણ તટસ્થ સરહદોની અંદર સામાન્ય અથવા વધારે વરસાદનું કારણ બની શકે નહીં.

એપ્રિલમાં આવશે વિસ્તૃત રિપોર્ટ : જીપી શર્માના જણાવ્યા અનુસાર 2022 અને 2021 દરમિયાન એક બાદ એક લા નીનાનું અવલોકન કર્યા બાદ સાંખ્યિકીય રીતથી આવી એક વધું ઘટનાની આશા વ્યક્ત કરી શકાય નહીં. ભૂમધ્ય રેખિય પ્રશાંત વિસ્તારમાં સમુદ્રની પરતનું તાપમાન ફટાફટ વધવાના અણસરા છે. જેનાથી લા નીના ચાલુ રહેવાની સંભાવના ઓછી થઈ જાય છે. તેમણે આગળ કહ્યું કે, આગામી સ્પ્રિંગ બૈરિયર દરમિયાન અલ નીનો સાદર્ન ઓસિલેશનની સંભાવના પણ ઓછી થઈ જાય છે અને કેટલીય વાર અસ્થિર પરિસ્થિતી તરફ લઈ જાય છે આ તમામ ઘટનાઓ અમારા એપ્રિલના પૂર્વાનુમાનમાં શામેલ હશે.

હવામાન સંસ્થા સ્કાયમેટે ની આગાહી ભારતમાં વર્ષ 2022 નું ચોમાસુ સામાન્ય રહેશે. ચોમાસા દરમિયાન 881 મીમી વરસાદ ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વર્ષ 2022 નું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્કાયમેટની આગાહી અનુસાર જુનમાં શરૂ થતા નેતૃત્વના વરસાદ ની વિધિ દરમિયાન સરેરાશ 881 મી.મી વરસાદ પડવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે. વર્ષે વર્ષે તેમાં ફેરફાર થતા હોય છે

પરંતુ ચાર મહિનામાં ચોમાસા માટે આગાહી કરી શકાય તેવું પૂર્વ લક્ષણો પણ હોય છે. સ્કાયમેટે જણાવ્યું હતું કે હાલના તબક્કે સંબંધિત આંકડાકીય માહિતી આપવી તે ખુબ વહેલી ગણાશે.

પરંતુ તે અંકોના પ્રાથમિક આગાહી કરવા પૂરતી માહિતી પૂરી પાડે છે. વર્ષ 2022 ના નેતૃત્વના ચોમાસા અંગે આંકડાકીય માહિતીઓ સાથે વધુ સ્પષ્ટ વિશ્લેષણ એપ્રિલ મહિનામાં પૂરું પાડવામાં આવશે. દેશમાં થતા વરસાદ પૈકીની 70 ટકા વરસાદ નેતૃત્વના ચોમાસામાં જ થાય છે. ભારતના ચોમાસાને અલ નીનો પ્રભાવ ખૂબ જ પ્રભાવિત કરે છે.

અલ નીનો વર્ષો પૈકી ના 80 ટકા કિસ્સામાં દેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આ પૈકીના 60 વર્ષ દરમિયાન તો સ્પષ્ટપણે દુકાળ જેવી પરિસ્થિતી સર્જાય છે. જુના શરૂ થઈને સપ્ટેમ્બરમાં પૂરું થનારું નેઋત્ય નું વાવાઝોડું ભારતીય કૃષિની જીવાદોરી છે. સમગ્ર દેશમાં થતા નેઋત્ય વરસાદ પૈકીનો 70 ટકા વરસાદની અને ચોમાસા દરમ્યાન જ થતો હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.