હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4-5 દિવસ જોરદાર વરસાદ, આ વિસ્તારોમાં થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના આ વિસ્તારોમાં આગામી ચાર દિવસ જોરદાર વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.એક તરફ શિયાળો સતત વધી રહ્યો છે તો બીજી તરફ વરસાદનો કહેર પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે .
આગામી 4-5 દિવસ સુધી વરસાદ પડશે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ પણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં 13 થી 15 ડિસેમ્બર વચ્ચે જોવા મળશે.
આ રાજ્યોમાં આકાશી આફત : આ સિવાય દક્ષિણ ભારતમાં પણ વરસાદનો પ્રકો પ જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4-5 દિવસમાં આંધ્ર પ્રદેશ (આંધ્ર પ્રદેશ), રાયલસીમા, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ (તમિલનાડુ) અને કેરળ (કેરળ)માં વરસાદ પડશે. હવામાન વિભાગ (IMD) એ આ માટે એલર્ટ જાહેર કર્યું છે.
શિયાળાની ઠંડીનું જોર પર વધી રહ્યું છે એવામાં વરસાદ ના લીધે હવામાનમાં મોટા પ્રકારના ફેરફાર થવા જઈ રહ્યા છે જેની અસર માનવ જી વન પર પડશે ખેડૂતોને પણ તેમના પાકનું ધ્યાન રાખવું પડશે.કેરળ જેવા રાજ્યોમાં ખેડૂતોને તેમના પાકને વધુ અસર જોવા મળશે.
નમસ્કાર મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક વાર ફરી મોટી આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાની સંભાવના જોવા મળી રહી છે.અંબાલાલ પટેલે કહ્યું કે આગામી દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
આ દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે ઘણી જગ્યાએ માવઠું થવાની પણ સંભાવનાને નકારી શકાય તેમ નથી.જેને કારણે જીરું, શાકભાજીના પાકોમાં નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે.
ઉભા કૃષિ પાકોમાં પાક સંરક્ષણના પગલા લેવાની સલાહ પણ ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી છે.આ ઉપરાંત કપાસ અને દિવેલાના પાકોમાં ખાખરી આવી જવાની શક્યતા છે અને કેટલાક પાકો કુક્ડાઈ જવાની પણ શક્યતા જોવા મળી રહી છે.મરચાં જેવા પાકમાં કોકડવા આવશે અને પહોળા પાનવાળા પાકમાં હીમની અસર થવાની શક્યતા જોવા મળી રહી છે.જાન્યુઆરી મહિનાના અંતમાં એટલે કે છેલ્લા અઠવાડિયામાં અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં હિમ પ્રપાતની પણ સંભાવનાઓ છે.
જેને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને આ સમયે પિયત આપવું સારૂં રહેશે તેમ જણાવ્યું છે. હમણાં આગામી બે દિવસમાં ઠંડીના જોરમાં પણ ઘટાડો જોવા મળશે.
પરંતુ થી લઈને દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે અને સાથે કરા પણ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત અંબાલાલ પટેલ જણાવ્યું છે કે ગુજરાતનું હવામાન પલટી શકે તેમ છે અને હાલમાં થતાં વાદળોના લીધે શિયાળું હવામાન ઉપરથી આગામી ચોમાસાનો અંદાજ લગાવતા આગામી ચોમાસુ સારૂ રહેવાની શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હજુ પણ અમુક અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે જેને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે, જોકે ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે હવે પાકમાં કાઈ જ બચ્યું પણ નથી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા શિયાળામાં માવઠાની આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે હવામાં હજુ પણ ભેજ છે તેમજ દરિયાકિનારે ભેજવાળી ચીકણી હવા જોવા મળે છે એટલે ગુજરાતના અમુક વિસ્તારોમાં શિયાળામાં પણ માવઠાની અસર જોવા મળશે.
તેમણે જણાવ્યું કે હાડ થીજાવતી ઠંડીની શરૂઆત દિવાળી પછીના દિવસોમાં થશે પરંતુ દિવાળી અને બેસતા વર્ષ પહેલા દરિયાકિનારાના વિસ્તારમાં તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં માવઠા આવી શકે છે.અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં શિયાળાની શરૂઆત ધીમે ધીમે થવાની છે પરંતુ હિમાલય, જમ્મુ તેમજ લેહ અને ઉત્તરાખંડમાં 7 તારીખથી 9 તારીખ સુધીમાં બરફ પડવા લાગશે જેના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.
હાલમાં ગુજરાતમાં ત્રણ ઋતુ નજરે પડે છે, સવારમાં કાતિલ ઠંડી, બપોરે સખત તાપ અને ત્યાર બાદ અમુક અમુક જિલ્લામાં ઝાપટાં પણ પડે છે અને ફરીથી સાંજે ઠંડીનો કહેર. આ પ્રકારની ઋતુને કારણે લોકોએ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમ કે આવા સમયમાં રોગચાળો વધી જાય છે કેમ કે શરીરનીની રોગપ્રતિકારક શક્તિ આવી અચાનક બદલતી ઋતુમાં રક્ષણ આપી શકતી નથી.
આ સાથે અંબાલાલ પટેલે પવન વાહક નક્ષત્રોના યોગને કારણે વાવાઝોડાની શક્યતા પણ દર્શાવી છે. તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે જેની અસર નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જોવા મળશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!