હવામાન વિભાગે કરી ખાસ આગાહી 2022ના ચોમાસા ને લઇને આવ્યા ખુશખબર જોઈ લો કેવું રહેવાનું છે આ વખતનું ચોમાસું - Jan Avaj News

હવામાન વિભાગે કરી ખાસ આગાહી 2022ના ચોમાસા ને લઇને આવ્યા ખુશખબર જોઈ લો કેવું રહેવાનું છે આ વખતનું ચોમાસું

સ્કાયમેટેની આગાહી અનુસાર જૂનમાં શરૂ થતાં નૈઋત્યના વરસાદની અવધી દરમિયાન સરેરાશ 881 મી.મી વરસાદ પડવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે. વર્ષે વર્ષે તેમાં ફેરફારો ખતાં હોય છે. પરંતુ ચાર મહિનાના ચોમાસા માટે આગાહી કરી શકાય તેવા પુર્વ લક્ષણો પણ હોય છે.

સ્કાયમેટે જણાવ્યું કે, હાલના તબક્કે સંબંધિત આંકડાકીય માહિતી આપવી તે ખૂબ વહેલી ગણાશે. પરંતુ તે અંકોના પ્રાથમિક આગાહી કરવા પુરતી માહિતી પુરી પાડે છે. વર્ષ 2022ના નૈઋત્યના ચોમાસા અંગે આંકડાકીય માહિતીઓ સાથે વધુ સપષ્ટ વિશલેષ્ણ એપ્રિલ મહિનામાં પુરુ પાડવામાં આવશે.

દેશમાં થતાં વરસાદ પૈકીનો 70 ટકા વરસાદ નૈઋત્યના ચોમાસા જ થાય છે ભારતના ચોમાસાને અલ નીનો પ્રભાવ ખુબ જ પ્રભાવિત કરે છે. અલ નીનો વર્ષો પૈકીના 80 ટકા કિસ્સામાં દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોધાય છે. આ પૈકીના 60 વર્ષ દરમિયાન તૌ સ્પષ્ટપણે દુકાળ જેવી સ્થિતી પ્રવર્તી રહી હતી. જૂનમાં શરૂ થઈને સપ્ટેમ્બરમાં પુરુ થનારું નૈઋત્યનું વાવાઝોડું ભારતીય કૃષિની જીવાદોરી છે. સમગ્ર દેશમાં થતાં વરસાદ પૈકીનો 70 ટકા વરસાદ નૈઋત્યના ચોમાસા દરમિયાન જ થતો હોય છે.

હવામાનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સ્કાઈમેટ વેદર તરફથી 2022 માટે જાહેર કરવામાં આવેલા પ્રારંભિક પૂર્વાનુમાન મુજબ છેલ્લા કેટલાય વર્ષોની માફક આ વર્ષે પણ દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે. વરસાદ 96થી 104 ટકા રહી શકે છે. સ્કાઈમેટ વેદરનું હવામાન વિજ્ઞાન અને જળવાયુ પરિવર્તન વિભાગના અધ્યક્ષ જીપી શર્માએ કહ્યું કે, ચાર મહિનાના લાંબા ચોમાસા દરમિયાન મોટા ઉતાર-ચડાવ જોવા મળશે. પ્રારંભિક પૂર્વાનુમાનના આધારા પર ઠીક ઠીક અંદાજ લગાવવો અઘરો છે. આગામી એપ્રિલમાં આ બાબતે વિસ્તૃત રિપોર્ટ જાહેર કરવામાં આવશે.

આ વખતના ચોમાસાને લઈને મોટી જાહેરાતસ્કાઈમેટના જણાવ્યા અનુસાર છેલ્લા બે ચોમાસાની સિઝન બાદ થનારી લા નીનાની ઘટનાથી પ્રભાવિત રહ્યા. જો કે, હવે આ ફેરફાર ઓછો થતો જોઈ શકાય છે. તેનો અર્થ એ છે કે, 2022ના ચોમાસાના સમયગાળમાં લા નીનાનો પ્રભાવ ધીમે ધીમે ઘટી રહ્યો છે.

ભૂમધ્ય રેખિય પ્રશાંત મહાસાગારમાં સમુદ્રની પરત પર તાપમાનની નકારાત્મક સ્થિતીઓ નબળી થઈ રહી છે. પ્રશાંત મહાસાગરની આ સ્થિતીઓ ખરાબ ચોમાસાની સંભાવના જણાવે છે. પણ તટસ્થ સરહદોની અંદર સામાન્ય અથવા વધારે વરસાદનું કારણ બની શકે નહીં.

એપ્રિલમાં આવશે વિસ્તૃત રિપોર્ટજીપી શર્માના જણાવ્યા અનુસાર 2022 અને 2021 દરમિયાન એક બાદ એક લા નીનાનું અવલોકન કર્યા બાદ સાંખ્યિકીય રીતથી આવી એક વધું ઘટનાની આશા વ્યક્ત કરી શકાય નહીં. ભૂમધ્ય રેખિય પ્રશાંત વિસ્તારમાં સમુદ્રની પરતનું તાપમાન ફટાફટ વધવાના અણસરા છે. જેનાથી લા નીના ચાલુ રહેવાની સંભાવના ઓછી થઈ જાય છે. તેમણે આગળ કહ્યું કે, આગામી સ્પ્રિંગ બૈરિયર દરમિયાન અલ નીનો સાદર્ન ઓસિલેશનની સંભાવના પણ ઓછી થઈ જાય છે અને કેટલીય વાર અસ્થિર પરિસ્થિતી તરફ લઈ જાય છે આ તમામ ઘટનાઓ અમારા એપ્રિલના પૂર્વાનુમાનમાં શામેલ હશે.

દેશની રાજધાની દિલ્હીમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દિવસ દરમિયાન તડકાને કારણે લોકોને ઠંડી થી પણ રાહત મળી રહી છે. ફરી એકવાર હવામાનમાં પલટો આવશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી થોડા દિવસ દેશના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પક્ષીમ હિમાચલ પ્રદેશમાં 22 અને 23 ફેબ્રુઆરી વરસાદ પડી શકે છે સાથે જ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ભારતના ઘણા રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં વરસાદ પડી શકે છે.ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠુ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે.

કારણ કે આ વખતે ભારે વરસાદના કારણે પાકોમાં નુકસાન થવા પામ્યું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં પવન સાથે કમોસમી માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા

આગામી 48 કલાક અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે.ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની શક્યતા સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે

રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી માવઠું થશે અને વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં કડકડતી ઠંડી પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં સતત હિમવર્ષા થવાને કારણે ભારતના કેટલાક રાજ્યમાં તેની અસર જોવા મળી છે.કેરળમાં છેલ્લા છ વર્ષમાં ભારે વરસાદના કારણે તમામ રેકોર્ડ નાશ પામ્યા છે.

ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર 2015થી કેરળમાં થી ભારે વરસાદની ઘટનામાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. સત્તાવાર માહિતી અનુસાર વર્ષ 2015 દરમ્યાન દરિયાકાંઠાના રાજ્યમાં અતિભારે વરસાદની 43 ઘટનાઓ નોંધાઈ છે.જ્યારે વર્ષ 2021 માં સંખ્યા વધીને 115 થઈ ગઈ હતી. ભારે વરસાદની ઘટના એક દિવસ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં 115.6 મીમી વરસાદ પડે છે.

અતિભારે વરસાદની 2015માં 43 ઘટના નોંધાઈ હતી. જેમાંથી 19 જૂન મા નોંધાઈ હતી 2016માં આ સંખ્યા 23 હતી જેમાંથી માત્ર જૂન મહિનામાં 16 ઘટનાઓ નોંધાઈ હતી.વર્ષ 2018માં અતિભારે વરસાદની 163 ઘટના નોંધાઈ હતી. જેમાંથી 74 ઘટના ઓગસ્ટમાં નોંધાઈ હતી. વર્ષ 2019 માં અતિભારે વરસાદની 117 ઘટનાઓ નોંધાઈ હતી.

પૃથ્વી વિજ્ઞાન પ્રધાન જીતેન્દ્ર સિંહે લોકસભામાં કોંગ્રેસના સભ્ય શશિ થરૂરના પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, વધતી ગરમી સાથે સમગ્ર ભારતમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની ઘટનાઓના આવર્તન વધી શકે છે.2021માં 574 ભારે વરસાદની ઘટના જોવા મળી હતી. જેમાંથી મોટાભાગના મે મહિનામાં નોંધાયા છે, ત્યારબાદ ઓક્ટોબર અને જુલાઈમાં 107 દિવસ વરસાદ નોંધાયા હતા.રાજ્યમાં 2015 અને 2016માં પ્રત્યેક દિવસ અત્યંત ભારે વરસાદ થયો હતો, જ્યારે 2017માં તે માત્ર બે દિવસ હતો.

Leave a Reply

Your email address will not be published.