ખેડૂતો માટે સારા સમાચાર, કપાસ ના બોલાયા રેકોર્ડ બ્રેક ભાવ,જાણો પાક ના બજાર ભાવ - Jan Avaj News

ખેડૂતો માટે સારા સમાચાર, કપાસ ના બોલાયા રેકોર્ડ બ્રેક ભાવ,જાણો પાક ના બજાર ભાવ

આ વર્ષે વાતાવરણની અનિયમિતતાને કારણે કપાસના પાકનું ઓછું ઉત્પાદન થયું હતું. કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સૌરાષ્ટ્રના અમરેલીમાં કપાસના ભાવ 1412 થી 2121 ભાવ બોલાયો, જેતપુર માં કપાસ નો ભાવ 1231 થી 2111 ભાવ બોલાયો, જામજોધપુર માં કપાસ નો ભાવ 1650 થી 2121 ભાવ બોલાયો હતો. બોટાદ માં સૌથી વધારે આવક થઈ હતી અને બોટાદમાં સૌથી વધારે કપાસના ભાવ બોલાયા હતા જે 1402 થી 2171 બોલાયા હતા.

જસદણ માં કપાસ નો ભાવ 1600 થી 2090 ભાવ બોલાયા હતા અને ભેસાણમાં કપાસ નો ભાવ 1500 થી 2080 ભાવ બોલાયો હતો.લાલપુરમાં કપાસનો ભાવ 1546 થી 2002 ભાવ બોલાયો હતો. કડી માં કપાસ નો ભાવ 1300 થી 2042 ભાવ બોલાયો હતો.

મહુવા માં કપાસ નો ભાવ 1251 થી 1992 ભાવ બોલાયો હતો.ગોંડલમાં કપાસની આવક 14115 ગુણી થઈ હતી અને કપાસ નો ભાવ 1550 થી 2096 ભાવ બોલાયો હતો.ઉપલેટા માં કપાસ નો ભાવ 1300 થી 2030, માણાવદર માં કપાસ નો ભાવ 1820 થી 2100,

ધોરાજીમાં કપાસનો ભાવ 1726 થી 2100, વિછીયા માં કપાસ નો ભાવ 1700 થી 2070, ભેસાણમાં કપાસ નો ભાવ 1500 થી 2080, ધારી માં કપાસ નો ભાવ 1600 થી 2024, ખંભાળિયા માં કપાસ નો ભાવ 1700 થી 1878 જોવા મળ્યો હતો.

આવો જાણીએ જિલ્લા મુજબ શું ચાલી રહ્યા છે ભાવ

 • જામનગર : 1500 થી 2050
 • અમરેલી : 1400 થી 2112
 • સાવરકુંડલા : 1650 થી 2060
 • રાજકોટ : 1610 થી 2074
 • જસદણ : 1600 થી 2088
 • હળવદ : 1551 થી 2018
 • મહુવા : 1200 થી 2050
 • ગોંડલ : 1001 થી 2116
 • બાબરા : 1590 થી 2060
 • જામજોધપુર : 1650 થી 2110
 • મોરબી : 1515 થી 2001
 • જેતપુર : 1231 થી 2106
 • વિસાવદર : 1314 થી 2056
 • કાલાવડ : 1750 થી 2051
 • બોટાદ : 1497 થી 2178
 • વાંકાનેર : 1150 થી 2030
 • ભાવનગર : 1000 થી 1981
 • જામખંભારિયા : 1740 થી 1940
 • ધ્રોલ : 1635 થી 1988

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.