ખેડૂતો માટે ખુશીના સમાચાર, કપાસનો ભાવ 7 વર્ષની એતિહાસીક સપાટીએ પહોંચ્યા, બજાર ભાવ આટલા હજારને પાર, ખેડૂતોની આંખો થઈ પહોળી - Jan Avaj News

ખેડૂતો માટે ખુશીના સમાચાર, કપાસનો ભાવ 7 વર્ષની એતિહાસીક સપાટીએ પહોંચ્યા, બજાર ભાવ આટલા હજારને પાર, ખેડૂતોની આંખો થઈ પહોળી

આ વર્ષની સિઝનમાં કપાસના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા છે. કપાસના ભાવ માર્કેટ યાર્ડ માં ખૂબ ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. કપાસનો ભાવ 10,605 રૂપિયાને પાર પહોંચી ગયો છે. સારી ક્વોલિટીના કપાસના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વર્ષે કપાસનું ઉત્પાદન ખૂબ ઓછા પ્રમાણમાં થયું હોવાના કારણે બજારમાં કપાસની માંગ વધી છે.

જેના કારણે કપાસ ખૂબ ઊંચા ભાવમાં વેચાઈ રહ્યો છે. સારા કપાસના ભાવ ખૂબ સારા એવા બોલે રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે. તેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ત્યારે કપાસના ભાવ ની વાત કરીએ તો અમરેલી APMCમાં કપાસના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે. અમરેલી APMCમાં કપાસનો મહત્તમ ભાવ 11210 રૂપિયા નોંધાયો છે. અમરેલી APMCમાં કપાસનો સરેરાશ ભાવ 8720 રૂપિયા નોંધાયો છે.

અમરેલીના માર્કેટયાર્ડ માં કપાસ નો ભાવ 9050 થી લઈને 10550 રૂપિયા બોલાય રહ્યો છે. બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 9002 રૂપિયાથી લઇને 10,505 રૂપિયા બોલાય છે.રાજકોટના જસદણ APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10555 રૂપિયા અને સરેરાશ ભાવ 9400 રૂપિયા નોંધાયો છે. રાજકોટના ધોરાજી APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10905 રૂપિયા અને સરેરાશ ભાવ 10105 રૂપિયા નોંધાયો છે.

ડીસાના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 8005 થી લઈને 8050 રૂપિયા બોલાય રહ્યો છે. ભાવનગરના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 7165 થી લઈને 10330 રૂપિયા બોલાય રહ્યો છે.મોરબીના વાંકાનેર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10500 રૂપિયા અને સરેરાશ ભાવ 9250 રૂપિયા નોંધાયો છે. અમદાવાદના ધંધુકા APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10505 રૂપિયા અને સરેરાશ ભાવ 9130 રૂપિયા નોંધાયો છે. અમરેલીના બાબરા APMCમાં કપાસમાં મહત્તમ ભાવ 11000 રૂપિયા અને સરેરાશ ભાવ 9425 રૂપિયા નોંધાયો છે.

બનાસકાંઠાના થરા APMCમાં કપાસનો મહત્તમ ભાવ 9875 રૂપિયા અને સરેરાશ ભાવ 9037 રૂપિયા નોંધાયો છે. ભાવનગર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10400 રૂપિયા અને સરેરાશ ભાવ 8325 રૂપિયા નોંધાયો છે.ભરૂચના જંબુસર APMCમાં કપાસના મહત્તમ ભાવ 9500 રૂપિયા અને સરેરાશ ભાવ 9200 રૂપિયા નોંધાયો છે. મહેસાણાના વિસનગર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10725 રૂપિયા અને સરેરાશ ભાવ 8737 રૂપિયા નોંધાયો છે.

જૂનાગઢના વિસાવદર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10230 રૂપિયા અને સરેરાશ ભાવ 8990 રૂપિયા નોંધાયો છે. જામનગરના ધ્રોલ APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10055 રૂપિયા અને સરેરાશ ભાવ 9040 રૂપિયા નોંધાયો

જૂનાગઢના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 8740 થી લઈને 10105 રૂપિયા બોલાય રહ્યો છે. જામનગરના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 9875 થી લઈને 10050 રૂપિયા બોલાય રહ્યો છે.કાપડ ઉદ્યોગમાં કપાસની માંગમાં તાજેતરમાં વધારો નોંધાયો છે. વર્ષ 2021-22 માટે વૈશ્વિક કપાસનો સ્ટોક અંદાજે 893 મિલિયન ગાંસડી હોવાનો અંદાજ છે. છેલ્લા 3 વર્ષમાં આ સૌથી ઓછું છે, જ્યારે વૈશ્વિક ઉત્પાદન 5 ટકા વધીને 118 મિલિયન ગાંસડી થવાની ધારણા છે. કોરોના મહામારી પહેલાના ઉત્પાદન કરતા આ હજુ ઘણું ઓછું છે. ભારતીય બજારમાં પાક મજબૂત રહેવાની ધારણા છે. તે જ સમયે, ગયા વર્ષની સરખામણીમાં નિકાસમાં 54 ટકાનો વધારો થયો છે. આ તમામ કારણોસર કપાસના ભાવ વધી રહ્યા છે.

મહેસાણા માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 9250 લઈને 10,155 રૂપિયા બોલાય રહ્યો છે. ચોટીલાના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 8950 થી લઈને 10,400 રૂપિયા બોલાયો છે.કપાસમાં સતત ચોથા દિવસ ભાવ ઘટયા હતા. બુધવારે કપાસમાં મણે રૂા.૨૦ થી ૨૫નો ઘટાડો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે જીનરોની ડિસ્પેરિટિ અને નાણાભીડ સાથે વાયદા ઘટે ત્યારે કોઇને કપાસ લેવામાં રસ રહેતો નથી આથી કપાસના ભાવ સતત ઘટી રહ્યાછે.

મોરબીના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 9250 થી લઈને 10155 રૂપિયા બોલાયો છે. ધોરાજીના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 10050 રૂપિયાથી લઇને 10650 રૂપિયા બોલાય રહ્યો છે.છેલ્લા ચાર દિવસમાં કપાસમાં મણે રૂા.૬૦ થી ૭૦ ઘટી ગયા છે. હજુ પણ ભાવ ઘટવાની શક્યતા છે કારણ કે વાયદા સતત ઘટી રહ્યાછે. બુધવારે સૌરાષ્ટ્રમાં લોકલ સારી કવોલીટીના કપાસના જીનપહોંચ રૂા.૨૦૦૦ થી ૨૦૨૫ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના સારી લેન્થવાળા કપાસના રૂા.૨૦૦૦ બોલાતા હતા. લોકલ કપાસમાં ઉતારા સારા છે પણ લેન્થ મળતી નથી આથી મહારાષ્ટ્ર અને લોકલ કપાસ વચ્ચેનો ગાળો સંકડાઇ ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.