ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ માં આજે નવો ખુલાસો, ફેનીલ ગોયાણીના ત્રણ દિવસના રિમાન્ડ પુરા, રિમાન્ડ માં શું વિગતો આવી સામે?, જાણો - Jan Avaj News

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ માં આજે નવો ખુલાસો, ફેનીલ ગોયાણીના ત્રણ દિવસના રિમાન્ડ પુરા, રિમાન્ડ માં શું વિગતો આવી સામે?, જાણો

સુરતમાં કામરેજના પાસોદરામાં ફેનીલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો તેના પરિવારજનો સામે જાહેરમાં જીવ લઇ લીધો હતો. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. ઘટના બન્યા બાદ તમામ લોકોના મોંઢા પર એક જ સવાલ છે કે, ફેનીલ ગોયાણી અને કડકમાં કડક સજા ક્યારે થશે. આરોપી ફેનીલ રિમાન્ડ આજે ચાર વાગે પૂરી થઈ ગઈ છે.

હવે આરોપી ફેનીલ ગોયાણી ફરીથી કોર્ટમાં રજૂ કરાશે. સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે પોલીસ આરોપીના રિમાન્ડ વધારવાની માગ કરી શકે છે. અગાઉ કોર્ટ દ્વારા આરોપી ફેનીલને ત્રણ દિવસના રિમાન્ડ માટેનો હુકમ કર્યો હતો.

ફેનીલ ગોયાણીને શુક્રવારના રોજ પોલીસ ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઇ ગઇ હતી. જ્યાં આરોપી ફેનીલ વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દીકરી ગ્રીષ્માનો જીવ લીધા પહેલા ફેનીલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.

જેમાં આરોપી ફેનીલ પોતાના મિત્રની દીકરી ગ્રીષ્માનો જીવ લઈ લેવાનું કહેતો હતો. આ ઓડિયો ક્લિપમાં અવાજ ફેનીલ નો છે કે નહીં તે જાણવા માટે આરોપી ફેનીલ પાસે 25 જેટલા ડેમો વાક્યો 3-3 વખત બોલાવ્યા હતા અને તેનો ટેસ્ટ કર્યો હતો.

આ ઘટનાને લઇને તમામ લોકો અલગ-અલગ માધ્યમથી આરોપી ફેનીલને કડકમાં કડક સજા મળે તેની માગ કરી રહ્યા છે. આ ઘટનામાં દિવસેને દિવસે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હજુ પણ આ ઘટનામાં આગળ નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.

સુરતમાં કામરેજના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાના એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલના રિમાન્ડ આજે સાંજે 4 વાગ્યે પૂરા થતા ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો. રિમાન્ડની માગ ન કરાતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો છે.

આરોપીને સ્થળ પર લઇ જઇ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અગાઉ કોર્ટે આરોપીને 3 દિવસના રિમાન્ડ પર મોકલતો હુકમ કર્યો હતો. ગ્રીષ્માના હત્યારા ફેનિલને પોલીસ શુક્રવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

ત્યા પહેલાં ફેનિલની કથિત ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી, જેમાં ફેનિલ તેના મિત્ર સાથે વાત કરી હતી અને ગ્રીષ્માની હત્યા કરવાનું કહ્યું હતું. આ ટેપનો વોઇસ ફેનિલનો જ હતો કે કેમ? એ જાણવા માટે ફેનિલ પાસે 25 જેટલાં ડમી વાક્યો 3-3 વખત બોલાવી ટેસ્ટ કર્યો હતો.

સંભવત આ હત્યા કેસ સુરતનો એવો પહેલો કેસ બની શકે છે, જેમાં સૌથી ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય. અગાઉ હત્યા અને રેપના ગુનામાં પોલીસે 7 દિવસમાં પણ ચાર્જશીટ રજૂ કરી છે. આ કેસમાં પણ આવતા અઠવાડિયામાં જ ચાર્જશીટ તૈયાર કરવાની પોલીસની તૈયારી છે.

દરમિયાન ગ્રીષ્માના કેટલાંક પરિવારજનો મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાને મળ્યા હતા અને ઝડપથી ન્યાયની રજૂઆત કરી, કેસ હાલના પીપીપી જ ચલાવે એવી માગ કરી હતી. ઉપરાંત લીગલ એઇડની પણ મુલાકાત કરી સરકારી વળતર સ્કીમ હેઠળ વળતર માટેની પ્રોસેસ પણ નયન સુખડવાલાએ શરૂ કરી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.