ગ્રીષ્મા ની ઘટના બાદ કીર્તિ પટેલ બેફામ, કહ્યું કે પટેલ સરનેમ લઈ લો અને મને પટેલ સમાજમાંથી કાઢી નાંખો, જાણો કેમ કહ્યું આવું.... - Jan Avaj News

ગ્રીષ્મા ની ઘટના બાદ કીર્તિ પટેલ બેફામ, કહ્યું કે પટેલ સરનેમ લઈ લો અને મને પટેલ સમાજમાંથી કાઢી નાંખો, જાણો કેમ કહ્યું આવું….

સુરત ના કામરેજમાં આવેલ પાસોદરા ઘટના થી આખું ગજરાત ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી દુ:ખી છે. સમાજનો દરેક વર્ગ વેકરિયા પરિવારની પડઘે આવ્યો છે. બીજી તરફ ઘટના સ્થળે હાજર લોકોએ ગ્રીષ્માને બચાવવાનો પ્રયત્ન ન કર્યાની વાતો પણ વહેતી થઈ છે. સોશ્યલ મીડિયા પર અમુક લોકો ઘટના સ્થળે હાજર તમાશો જોતા લોકો પર ફીટકાર વરસાવી રહ્યા છે. જેમાં ટીકટોક અને યુટ્યુબ સ્ટાર કીર્તિ પટેલે પણ ઝંપલાવ્યું છે. કીર્તિ પટેલનો હાલ એક વીડિયો ખૂબ વાઈરલ થયો છે, જેમાં ખાસ કરીને તેણે પટેલ સમાજ પર બેફામ વાણી વિલાસ કર્યો છે.

કીર્તિ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો. આ વીડિયોમાં કીર્તિ પટેલ આક્ષેપ લગાવ્યો છે કે તેણે કોઈ પણ બાબતે અવાજ ઉઠાવ્યો હોય પણ તેને પટેલ સમાજ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો નથી. કીર્તિ પટેલે એમ પણ કહ્યું હતું કે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે કોઈ પટેલ તેને છોડાવવા આવ્યા નહોતા. આ ઉપરાંત કીર્તિ પટેલે એમ પણ કહ્યું છે કે, હીજડા અને બાયલા પટેલ સમાજમાં રહેતા હોય તો મારે નથી રહેવું.

વીડિયોમાં બેફામ બનેલી કીર્તિ પટેલે કહ્યું હતું કે કયો પટેલ આવ્યો કીર્તિ પટેલની સાથે લડત લડવા માટે? કયો પટેલ મને છોડાવવા માટે આવ્યો? ક્યા પટેલે આવીને કહ્યું કે, આ દીકરીને ખોટી રીતે હેરાન કરવાનું રહેવા દો. આ લોકો તમાશો જોવામાં જ સમજે છે. આજે પટેલની દીકરી થઈને મેં કોઈ પણ કાસ્ટ હોય તો પણ ખોટું થતું હોય ત્યાં મેં અવાજ ઉઠાવ્યો છે. પટેલ સમાજ સાથે ખોટું થતું હશે ત્યારે પણ અવાજ ઉઠાવ્યો છે. તો પણ છોકરીને સપોર્ટ આપ્યો નથી. હું તો એવું કહું છું કે આની કરતા મને પટેલ સમાજમાંથી કાઢી નાંખો.

વીડિયોમાં આકરા પાણીએ દેખાતી કીર્તિ પટેલે કહ્યું કે કોઈક કહેતું હતું કે કીર્તિ પટેલની પાછળની સરનેમ લઇ લો. તો લઇ લો મારે નથી રહેવું સમાજમાં. આવા હીજડા અને બાયલા રહેતા હોયને પટેલ સમાજમાં તો મારે નથી રહેવું.

હસતા હસતા સરનેમ આપી દઉ. એવું કહે કે પટેલ સમાજની દીકરી થઈને ગાળો બોલે. અરે પટેલ સમાજની દીકરીમાં એટલી તાકાત છે તમારા જેવું બાયલી નથી. લાવો ગમે તેવો મર્દ સામો. મારી નાખું પાડી દેત ત્યાં ને ત્યાં.

વધુમાં કીર્તિ પટેલે જણાવ્યું હતું કે એરપોર્ટમાં એરહોસ્ટેસની સાથે મારો ઝઘડો નહોતો. પણ બીજાની સાથે ઝઘડી હતી. એટલે તે એરહોસ્ટેસને તો મેં ઢીબી નાંખી. કોકની માટે મેં એરહોસ્ટેસને માર માર્યો હતો. મારા ઝઘડા તો બીજાની માટે જ હોય છે. આવા હીજડા વેળા મેં ક્યારેય કર્યા નથી.

આ અગાવ પણ કિરીટ પટેલ ના જુદા જુદા સમાજ અને લોકો વિશે ના અસંખ્ય વિડીયો આવતા હોય છે અને ઘણી વાર જુદાં જુદાં વિડીયો વિશે વિવાદ પણ સામે આવતા હોય ત્યારે આવા સમયે આ વિવાદ જોતા લોકો પોતાની રીતે અલગ અલગ કોમેન્ટ આપી રહ્યા છે ત્યારે આપ આ મુદ્દે શું વિચારી રહ્યા છો તે પણ જરૂર થી જણાવશો આભાર.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.