કિશન ભરવાડ મામલા અંગે કરણી સેનાના રાજ શેખાવતનો હુંકાર, જો ન્યાન નહી મળે તો ગુજરાત અને ભારત માં આવું કરશે કે….. - Jan Avaj News

કિશન ભરવાડ મામલા અંગે કરણી સેનાના રાજ શેખાવતનો હુંકાર, જો ન્યાન નહી મળે તો ગુજરાત અને ભારત માં આવું કરશે કે…..

ધંધૂકામાં કિશન ભરવાડની થયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવક કિશનને ન્યાય અપાવવા માટે અનેક હિન્દુ સંગઠનો મેદાનમાં આવી ગયા છે. લોકો વિવિધ જગ્યાએ પ્રદર્શન કરી રહ્યાં છે અને આરોપીઓને આકરી સજા થાય તેની માંગ કરી રહ્યાં છે. કિશન ભરવાન નામના યુવકની ટક્કરપંથીઓએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. હવે આ મામલે ગુજરાતનો હિન્દુ સમાજ ખુબ રોષે જોવા મળી રહ્યો છે.

લોકો વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી રહ્યાં છે લોકો. લોકોએ રસ્તા પર ઉતરીને કિશન ભરવાડ માટે ન્યાયની અપીલ કરી છે. આ ઘટના અંગે ભાજપ પ્રદેશ પ્રમુખે નિવદેન આપ્યુ કે, આવી કોઈપણ ઘટના ચલાવી નહિ લેવાય. ગૃહમંત્રી કડક પગલા લઈ રહ્યા છે. કેટલાક લોકો વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્ય સરકાર આવી ઘટનાઓને સાંખી નહિ લે.

આ મામલે કરણી સેના પણ મેદાનમાં ઉતરી છે. કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત એકમના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત કિશન ભરવાડના પરિવારને મળવા ગયા હતા. તેઓએ કિશન ભરવાડના હત્યારાઓને ફાંસી આપવાની માગ કરી છે. આ સાથે તેમણે આરોપીઓ અને ષડયંત્રકારોને સંભળાવતા એમ પણ કહ્યું કે ‘હિન્દુસ્તાન આપણું છે. જેને આવું કરવું હોય તે પાકિસ્તાન ચાલ્યા જાય’ તેમણે સરકાર પાસે પણ માગ કરી છે કે ‘હત્યારાઓને ઝડપી ફાંસી આપો. જો ફાંસી નહીં મળે તો ગુજરાત અને ભારત બંધનું એલાન અપાશે.

રાજકીય રોટલા શેકવાનું બંધ કરી પીડિત પરિવારને ઝડપથી ન્યાય અપાવે : રાજ શેખાવત

રાજ શેખાવતે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કિશન ભરવાડની હત્યા કરનાર હત્યારાઓ અને ષડયંત્રકારીઓને ઝડપથી સજા થાય તેવી કરણી સેનાની માગ છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવો જરૂરી છે. આ સાથે જ સરકાર પીડિત પરિવારને આર્થિક સહાય કરે તેવી પણ માગ કરીએ છીએ. તેમણે આગળ કહ્યું, ‘ મારે કોઈ રાજકીય ટીપ્પણી કરવી નથી. હું રાજકીય વ્યક્તિ પણ નથી. એક યુવાનની હત્યા થઈ છે જે કટ્ટરપંથીઓએ કરી છે. તે જેહાદીઓ અને આતંકવાદીઓ છે ત્યારે તેમના વિરોધમાં સંગઠનો રસ્તા પર ઉતરે તો શું ખોટું છે. હું રાજકીય પાર્ટીઓને કહેવા માગુ છું કે રાજકીય રોટલા શેકવાનું બંધ કરી પીડિત પરિવારને ઝડપથી ન્યાય અપાવે.

જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી : રાજ શેખાવતે કહ્યું, પીડિતને ન્યાય અપાવવો તે કરણી સેનાનો અધિકાર અને જવાબદારી છે. આથી આજે પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્ર પાઠવી આ મુદ્દે રજૂઆત કરી છે. રાજય સરકાર અને ખાસ કરીને પોલીસની અત્યાર સુધીની કામગીરીથી આશા બંધાણી છે કે ન્યાય ઝડપથી મળશે. આમ છતા જો ન્યાય મુદ્દે કાચું કપાશે તો કરણી સેના ગુજરાત અને ભારતને બંધ કરાવી શકે છે. જોકે અમને આશા છે કે સરકાર અને પોલીસ એવો દાખલો બેસાડશે કે બીજી વખત જેહાદીઓ આવું કૃત્ય કરતા પહેલાં વિચાર કરશે.

Leave a Reply

Your email address will not be published.