કિશન ભરવાડની હત્યા પર જાણો શું કહ્યું જાને માને કલાકારો એ, માયાભાઈ, રાજભા ગઢવી,હેમંત ચૌહાણ,વિજય સુંવાળાઅને દેવાયત ખવડે... - Jan Avaj News

કિશન ભરવાડની હત્યા પર જાણો શું કહ્યું જાને માને કલાકારો એ, માયાભાઈ, રાજભા ગઢવી,હેમંત ચૌહાણ,વિજય સુંવાળાઅને દેવાયત ખવડે…

ધંધુકાના કિશન ભરવાડની હત્યા મામલે હવે એક બાદ એક લોક સાહિત્યકારો અને લોકગાયકોના નિવેદનો સામે આવી રહ્યા છે. આ અંગે લોકસાહિત્યકાર અને હાસ્યકાર માયાભાઈ આહિર, લોકસાહિત્યકાર દેવાયત ખવડ, ભજનિક હેમંત ચૌહાણ, લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને લોકગાયક વિજય સુંવાળાએ એક જ સૂર પૂરાવ્યો છે કે, કિશન ભરવાડના હત્યારાઓને ફાંસી આપવામાં આવે.

આ અંગે લોક સાહિત્યકાર રાજભા ગઢવી જણાવ્યું હતું ઇસ્લામના વડાઓ પોતાની ફરજ ચૂક્યા કારણ કે આ ઘટના તેઓ રોકી શક્યા હોત. ભારતની શાંતિ ડહોળવા બોમ્બરૂપી વિસ્ફોટો કર્યા છે. બીજી તરફ હાસ્યકાર માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે, કિશનના પરિવાર સાથે અમે કાયમ રહેશું.

ભારતની એકતા જેમ સંવિધાન પણ મજબૂત : લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે, આ ભારતની ધરતી એકતાની છે. તેમાં અનેકવાર વિધર્મીઓએ તોડવાની કોશિશ કરી છે. પરંતુ ભારતની સભ્યતા હજી અડીખમ ઉભી છે. જેટલી ભારતની મજબૂત એકતા છે એટલું જ મજબૂત ભારતનું સંવિધાન છે. ખાસ કરીને ગુજરાત પોલીસનો આભાર માનું છું કે, ગણતરીની કલાકોમાં હત્યારાઓ પકડાય ગયા. પોલીસ સરસ રીતે કામ કરે છે એટલે રાજીપો વ્યક્ત થાય અને ગૌરવ પણ.

આખા ભારતની શાંતિ ડહોળવા બોમ્બરૂપી વિસ્ફોટો આ લોકોએ કર્યા છે. આપણે કિશન ભરવાડ નામનો હીરલો ખોયો છે. હવે મારે પ્રોગ્રામમાં ભારતીય જ બોલવું છે. રાજભા ગઢવી નહીં રાજભા ભારતીય.

ભારતરૂપી બગીચાને સળગાવાનું કામ ન કરો : વધુમાં જણાવ્યું હતું કે, હવે બધાએ એક થવું જોઇશે. ઇસ્લામને માનવાળાને ખરેખર થાવું જોઇએ કે આમ કરી કરીને ભડકા કરાવે છે. અમે પ્રોગ્રામની અંદર બધા એક થાવ તેવી વાતો કરીએ છીએ ત્યારે તેઓએ પણ સમજવું જોઇએ. ઇસ્લામના આગેવાનો હોય તેઓએ આગળ આવીને કહેવું જોઇએ કે આપણે એક છીએ અને ભારતરૂપી બગીચાને સળગાવાનું કામ ન કરો તમે.

આવી તેની ફરજ આવે છે અને જો ફરજ ન આવતી હોય તો તેમને ગમતું હોય તેવું થયું. મારૂ કહેવાનું એટલું જ છે કે, આમાં ફાંસી જ મળવી જોઇએ. આપણા સંવિધાનમાં શું તાકાત છે એ તેને ખબર પડવી જોઇએ. શાંતિપૂર્વક આપણે બધા રજુઆત કરીશું અને આપણી રજુઆત સરકાર સાંભળશે. કિશનની દીકરી પણ નાની છે, હજી 20 દિવસની દીકરી છે. તેના પરિવાર પર શું વીતી હશે.

કિશને માફી માગી છતાં સરેઆમ હત્યા કરાઈ : કિશને પોસ્ટ મૂકી હતી તેના પર કેસ થઈ ગયો હતો અને માફી પણ માગી લીધી હતી. એને મૃત્યુદંડ આપે એ પણ ભારતમાં? આટલું મજબૂત સંવિધાન અન આટલો મજબૂત કાયદો હોવા છતાં એક પોસ્ટ મુદ્દે સરેઆમ હત્યા કરે તો હત્યારાઓની પણ સરેઆમ હત્યા થવી જોઇએ. કિશનની હત્યા પછી તેનો ફોટો જોઇએ તો ખૂબ જ દુખ થાય છે. હત્યારાઓને જલ્દી ફાંસી મળવી જોઇએ. તાલુકા , જિલ્લા લેવલે રજુઆત કરીએ તો તેને ફાંસી મળે તેવી રીતે શાંતિથી કરવાની છે.

દેવાયત ખવડ : લોકસાહિત્યકાર દેવાયત ખવડે પણ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં પોતાનો વીડિયો અપલોડ કરી જણાવ્યું હતું કે, ભરવાડ પરિવારને ન્યાય અપાવવા સર્વ સમાજ એક થાય. હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે જ્ઞાતિના વાદ દૂર કરી સૌને એક થવા અપીલ કરું છું. જ્ઞાતિ-જાતિ ભૂલી હિન્દુ થઇ ખભે ખભો મિલાવી આગળ વધીશું.

આ દેશ પણ નબળો નથી અને આ દેશનો દેવ પણ નબળો નથી. કુરુક્ષેત્રના મેદાનમાં પણ ભગવાન કૃષ્ણએ જ નારો લગાવ્યો હતો. જરૂર પડ્યે આપણે શાસ્ત્રો અને શસ્ત્રનો ઉપયોગ કરી આગળ વધવાની તૈયારી દાખવી જ્ઞાતિ-જાતિ ભૂલી હિન્દુ થઇ ખભે ખભો મિલાવી આગળ વધીશું.

હેમંત ચૌહાણ : જાણીતા ભજનિક હેમંત ચૌહાણે જણાવ્યું હતું કે, ધંધૂકામાં ઘટના બની છે તે ખૂબ જ દુઃખદાયી છે. કિશનભાઈ ભરવાડના પરિવારને હું આશ્વાસન આપું છું, કિશનભાઈના આત્માને ભગવાન શાંતિ આપે તેવી મારી પ્રાર્થના છે. સરકાર પણ આ બાબતમાં ઝડપી પગલા લે તેવી મારી વિનંતી છે. પોલીસે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ સરકાર આ બાબતમાં ઝડપી પગલા લે.

માયાભાઈ આહિર : માયાભાઈ આહિરે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ધંધૂકામાં ભાઈ કિશનને 25 જાન્યુઆરીએ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે, સરકારે તાત્કાલિક હત્યારાઓ વિરૂદ્ધ પગલા લઇ ધરકપડ પણ કરી છે. અમે કિશનના પરિવાર સાથે છીએ અને રહીશું.

હજી આ તપાસ ચાલી રહી છે. પરંતુ આવું કૃત્ય જેણે પણ કર્યું છે તેને કડકમાં કડક સજા મળવી જોઇએ. કિશનના પરિવારને દિલાસો આપીએ છીએ કે તમે એકલા નથી અમે તમારી સાથે છીએ. કિશન ભરવાડનો દીકરો નહીં સમગ્ર હિન્દુસ્તાનનો લાડકવાયો દીકરો હતો. અમે તેમના પરિવાર સાથે કાયમ રહેશું અને તે અમારો પણ પરિવાર છે.

વિજય સુંવાળા : ઉત્તર ગુજરાતના જાણીતા લોકગાયક વિજય સુવાળાએ જણાવ્યું હતું કે, હું કિશન ભરવાડની સાથે છું, કિશન ભરવાડ સાથે જે પણ ઘટના બની છે તેને હું વખોડી કાઢી છું. હું પણ માલધારીનો દીકરો છું અને કિશન પણ માલધારીનો દીકરો હતો. કિશન ગૌરક્ષક અને ગૌપ્રેમી હતો અને હું પણ છું. કિશનના પરિવારને જરૂર પડ્યે 24 કલાક ખડેપગે રહીશ.

કિશનના પરિવારની ગુજરાત સરકારે જવાબદારી લીધી છે. કિશન ભરવાડના ઘર માટે જ્યાં પણ જરૂર પડશે ત્યાં હું 24 કલાક ખડેપગે રહીશ. આજે હું કિશન ભરવાડના ઘરે શ્રદ્ધાંજલિ પાઠવવા જઇ રહ્યો છું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.