સોમવારે અને મંગળવારે અંબાલાલ પટેલ ની આગાહી, માવઠાઓ એ કહેર મચાવ્ય બાદ હજી એક મોટી આફતના ભણકારા, ગુજરાત માટે આગામી 2 દિવસ રહશે ભારે - Jan Avaj News

સોમવારે અને મંગળવારે અંબાલાલ પટેલ ની આગાહી, માવઠાઓ એ કહેર મચાવ્ય બાદ હજી એક મોટી આફતના ભણકારા, ગુજરાત માટે આગામી 2 દિવસ રહશે ભારે

ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પાછળના બે દિવસમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યા છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અને ઠંડીનું પ્રમાણ વધી ગયું છે.

આ આગાહી દરમિયાન રાજ્યના ૧૦ કરતા વધારે તાલુકામાં છુટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં છોટાઉદેપુર ડભોઇ, કરજણ, ભાવનગર, ધ્રોલ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જ્યારે કુકરમુંડા, થાનગઢ, લીમડી, ચુડા, કલોલ, ઘોઘંબા તેમજ હાલોલ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.

અને વળી પાછી એક નવી આગાહી આવતા ખેડૂતોની મુશ્કેલી નો કોઈ પાર રહ્યો નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ બંને દિવસના કમોસમી વરસાદ વરસ્યા બાદ ગુજરાતમાં ઠંડી ફાટી નીકળશે. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ એટલી હદે વધી જશે તે લોકો સ્વેટર અને ધાબલા સાથે સાથે તાપણા કરવાની પણ ફરજ પડશે.

પાછળના બે દિવસમાં જે વરસાદ વરસ્યો છે જેના કારણે રવિ પાકમાં મોટા પ્રમાણમાં નુકશાની થવાની ભીતિ રહેલી છે. કારણકે વાદળછાયા વાતાવરણમાં તેમજ અમુક અમુક સમયે આવતા માવઠાથી રવિ પાકમાં જીવાત પડવાની ખૂબ શક્યતા રહેલી છે. તેમજ આ આગાહી દરમિયાન ગુજરાતમાં બે દિવસથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે જેની ભરપૂર અસર ખેતરમાં ઉભા પાકને થાય છે…

આકાશમાં કાળા વાદળો ઘેરાતા જ તડકો નાશ પામ્યો હતો. જેના પગલે વાતાવરણ ખૂબ જ ઠંડું થઈ ગયું છે. આ માવઠાના કારણે ખેતરમાં કપાસના પાકમાં ફૂટેલો કપાસ પલળી ગયો છે. તેમજ ઘઉં ચણા અન્ય બાગાયતી શાકભાજી જેવાકે તુવેર અને પાપડી ને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

આંબાના વૃક્ષ પર આવેલો મોર પણ ખરી ગયો હતો. તેમજ ખેડૂતોના ખેતરમાં પડેલો ઘાસચારો પામ્યો છે. આ સાથે સાથે અત્યારે લગ્ન પ્રસંગ ની સિઝન ચાલી રહી છે. તો કમોસમી વરસાદના કારણે અનેક લોકોના લગ્ન પ્રસંગ બગડીયા છે. શિયાળામાં અવારનવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું હોય છે…

હવામાન વિભાગે વધુ એક આગાહી કરતા જણાવ્યું હતું કે હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ ગયું છે અને તે ખૂબ જલ્દી જ ગુજરાત તરફ આગળ આવશે. આ પરિસ્થિતિને અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાકમાં જ કમોસમી વરસાદ શરૂ થઈ જશે. તેમ જ ઠંડી પણ ખૂબ જોર પકડશે..

આ વરસાદની મોટાભાગની અસર સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડવાની છે. હાલ આગાહીના પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધૂમ જ જોવા મળી રહ્યું છે. જેના પગલે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ખૂબ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત થયા હતા. બનાસકાંઠામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વારંવાર વાતાવરણમાં બદલાવને લઈ ખેડૂતો પરેશાન છે.

બનાસકાંઠાના સુઈગામના મોરવાડા પંથકમાં કમોસમી વરસાદી પડ્યો હતો. સુઈગામના બોરું, દુદોસણ, ડાભી, ધરેચાણા, મોરવાડા સહિતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા શિયાળુ પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. તે સિવાય મોડી રાત્રે યાત્રાધામ અંબાજીમાં પણ કમોસમી વરસાદી માહોલ રહ્યો હતો. અંબાજીમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો.

નોંધનીય છે કે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે. કચ્છ, ભાવનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ,મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં માવઠું પડશે. આગામી 24 કલાક તો લઘુત્તમ તાપમાનમાં કોઈ ફરક નહીં આવે. પરંતુ 23 જાન્યુઆરીથી કડકડતી ઠંડી પડશે. 23 થી 26 જાન્યુઆરી દરમિયાન તાપમાનનો પારો 4 થી 6 ડિગ્રી સુધી ઘટી જશે. તો 25 થી 30 કિમી ગતિએ સુસવાટાભર્યા પવન ફૂંકાશે. આજે ડીસા અને ગાંધીનગર રહ્યાં સૌથી ઠંડુંગાર રહ્યું છે. આ બંને શહેરોમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડશે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 25થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. 22 જાન્યુઆરીએ અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, ભરુચ અને સુરત જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે : ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીએ જનજીવનને પ્રભાવિત કર્યું છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની રાજ્યોમાં વરસાદ અને ઠંડા પવનોને કારણે હાઢ થીજાવતી ઠંડી પડી રહી છે. જાન્યુઆરીની ઠંડીમાં ચોમાસાની જેમ વરસાદ પડી રહ્યો છે. વરસાદ અને ગાઢ વાદળોના કારણે સૂર્ય પ્રકાશ પણ મળી રહ્યો નથી. આ દરમિયાન, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ઠંડીથી હજુ લોકોને રાહત નહીં મળે.

IMD અનુસાર, ઠંડી અને ધુમ્મસનો બેવડો માર સહન કરવો પડશે. હવામાન વિભાગે કહ્યું કે જાન્યુઆરી 2022માં એટલો વરસાદ થયો છે કે 122 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. IMDએ ચેતવણી આપી છે કે દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં થોડા દિવસો સુધી ઠંડીથી રાહત નહીં મળે.

વરસાદે 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના વરસાદે 122 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ અગાઉ 1995 અને 1989માં આવો વરસાદ જાન્યુઆરીમાં જોવા મળ્યો હતો. હવામાનશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2022ના વરસાદે 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો કારણ કે, અત્યાર સુધીમાં જાન્યુઆરીમાં 88 મીમી વરસાદ નોંધાયો છે, જે 1901 પછી હવામાનના હાજર ડેટાબેઝમાં સૌથી વધુ છે.

હવામાન વિભાગ અનુસાર, દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ઠંડી અને ધુમ્મસથી લોકોને ઠંડીનો માર સહન કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 અને 25 જાન્યુઆરીએ ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ પણ પરેશાન કરશે. તો બીજી તરફ, 26 જાન્યુઆરીથી કોલ્ડ વેવ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

યુપીમાં વરસાદથી માહોલ : ઉત્તર પ્રદેશમાં બે દિવસથી સતત વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે પણ આગામી બે દિવસ સુધી વરસાદની ચેતવણી સાથે ઘણા વિસ્તારોમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. લખનૌ, લખીમપુર, બહરાઈચ, મેરઠ અને મુઝફ્ફરનગરમાં વરસાદને કારણે દિવસનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published.