સમાજના આગેવાને કહ્યું કે ગ્રીષ્મા આજે જીવીત હોત પોલીસનો આ વિડીયો લોકોએ જોયો હોત તો જુઓ વિડીયો કારણ કે.. - Jan Avaj News

સમાજના આગેવાને કહ્યું કે ગ્રીષ્મા આજે જીવીત હોત પોલીસનો આ વિડીયો લોકોએ જોયો હોત તો જુઓ વિડીયો કારણ કે..

સુરતની અંદર બનેલી ફૂલ જેવી માસુમ છોકરી ની હત્યા બાબતે આખું ગુજરાત રોષે ભરાયું છે. તેવામાં દરેક સમાજની અંદર આ ઘટનાને લઈને ઘણી બધી અસરો જોવા મળી રહી છે. આમાં સમાજની અંદર આવા તમામ દુશ્મનો ને નાબુદ કરવા માટે તેમજ તેની પર ચર્ચા કરવા માટે, સુરત શહેરની અંદર, સર્વ સમાજ નાગરિક સમિતિ દ્વારા ” સલામત સુરત પરિસંવાદ” કાર્યક્રમનું ભવ્ય આયોજન સમસ્ત પાટીદાર સમાજ ની વાડી કતારગામ ખાતે કરવામાં આવ્યું હતું.સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં હત્યા થયા બાદ શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બીજી તરફ શહેરમાં ડ્રગ્સ અને અન્ય દુષણો પણ વધ્યા છે, ત્યારે આ તમામ બાબતોને નાબૂદ કરવા અને મનોમંથન કરવા માટે સુરત શહેર સર્વ સમાજ નાગરિક સમિતિ દ્વારા સમસ્ત પાટીદાર સમાજની વાડી, કતારગામ ખાતે ‘સલામત સુરત પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કાનજી ભાલાળાએ કહ્યું હતું કે ગુનેગારોમાં પોલીસનો ખૌફ ઓછો થઈ ગયો છે, તો પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે – શું સમાજને અંગ્રેજો સમયની પોલીસ જોઈએઆ કાર્યક્રમની અંદર, પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ સુરતના પોલીસ કમિશનર શ્રી અજય તોમર પણ હાજર રહ્યા હતા. તેમજ વાત કરીએ તો, આ કાર્યક્રમની અંદર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા એ શહેરની અંદર ચાલી રહેલા દૂષણો વિશે ઘણી બધી વાતો કરી હતી. તેમજ કાનજીભાઈ ની સાથે સાથે સમાજના આગેવાન એવા મથુરભાઇ સવાણી, તેમજ શાળા સંચાલક મંડળના દિપક રાજ્યગુરુ, તેમજ પાટીદાર સમાજના પ્રમુખ વેલજી ભાઈ શેટા અને લાલજીભાઈ પટેલ સહિતના ઘણા બધા આગેવાનો ઉપસ્થિત હતા.

કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ફૂલ જેવી માસૂમ દીકરી ગ્રીષ્મમાં ના પરિવારને મળવા ગયા હતા ત્યારે, વેકરીયા પરિવારના એક સદસ્ય એ બે હાથ જોડીને કહ્યું હતું કે, સમાજના આગેવાનોને એટલી વિનંતી છે કે, મારી દીકરીની સાથે જે પણ ઘટના બની, તેવી બીજા સમાજ કે સમાજને કોઈ બીજી દીકરીની સાથે આવી ઘટના ન બને તે માટે સમાજના વડીલો તમે કંઈક કરો. કાનજીભાઈ ભાલાળા એ સમાજના દૂષણોને દૂર કરવા અંગે ઘણી બધી વાત તો કરી હતી. જેમાં કાનજી ભાલાળાએ કહ્યું હતું કે ગુનેગારોમાં પોલીસનો ખૌફ ઓછો થઈ ગયો છે, તો પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે – શું સમાજને અંગ્રેજો સમયની પોલીસ જોઈએ

કાનજીભાઈ વધુમાં જણાવે છે કે, થોડા દિવસો પહેલા જ્યારે તેઓ સુરતના પોલીસ કમિશનર શ્રી ને મળવા માટે ગયા હતા ત્યારે, તેઓએ જણાવ્યું હતું કે, હનીટ્રેપ ની અંદર માત્ર બાળકો જ નથી ફસાતા પરંતુ, અઠવાડિયે અઠવાડિયે બે વખત તો ધોળા વાળા પણ ફસાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક વાત તો માનવી જ પડે કે, દિવસેને દિવસે ગુનેગારોમાં પોલીસનો ખોફ અને ભય જેવો હોવો જોઈએ, તે ચોક્કસ રીતે ઓછો થયો છે.ગ્રીષ્મા સાથે જે ઘટના બની ત્યાર પછી અનેક લોકોએ વીડિયો જોઈને પોતાની રીતે ગ્રીષ્માને બચાવવા માટેના મંતવ્યો રજૂ કર્યા. ખરેખર જો કોઈ વ્યક્તિએ સુરત પોલીસને તાત્કાલિક ફોન કર્યો હોત તો આજે ગ્રીષ્મા જીવતી હોત.

હાલમાં જ સુરત પોલીસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઍટલે પોલીસે બનાવ્યો છે કે, ગ્રીષ્મા સાથે જે ઘટના બની એ બીજી કોઈ દીકરી સાથે ન બને ગ્રીષ્માનો જીવ ચાલ્યો ગયો પણ ખરેખર આ વીડિયો ખૂબ જ સરહાનીય છેઆ પરિસંવાદ ની અંદર, સુરતના પોલીસ કમિશનર શ્રી અજય તોમરે પણ પોતાના સંબોધનની અંદર જણાવ્યું હતું કે, મારા અધિકારીઓ અને મારો તમામ સ્ટાફ ચંદ્ર ઉપરથી કે મંગળ ઉપર થી ઉતર્યા નથી, અમે આ જ સમાજના છીએ. પરંતુ સમાજની અંદર અમુક એવી ઘટનાઓ બને છે કે, જ્યારે લોકો એવા સવાલો કરે છે કે, પોલીસનો ખોફ ઓછો થઈ ગયો છે. કમિશનર શ્રી એ વધુમાં જણાવ્યું હતું, એવી વાતો થી ઘણા બધા સમાજની અંદર મોટા પ્રશ્નો ઊભા થાય છે.

સુરતના પોલીસ કમિશનર શ્રી એ જણાવ્યું કે, જો તમારે અંગ્રેજોના સમયની પોલીસ જોઈએ છે??, 1૮57 પછી અંગ્રેજોએ આ પોલીસ ની સ્થાપના કરી હતી તે પહેલા પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ આવ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જેની અંદર મંગલ પાંડે હતા અને રાણી લક્ષ્મીબાઈ હતા. ત્યારે અંગ્રેજોએ લોકો ના ગળા કાપી નાખ્યા હતા. દુનિયાની અંદર એવી કોઈ પણ લોકશાહી નથી કે જ્યાં લોકો એમ ઈચ્છતા હોય કે પોલીસનો ખોફ હોવો જોઈએ.

સુરતના પોલીસ કમિશનર શ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસનો ખોફ ક્યારેય હોવો જોઈએ નહીં. પોલીસ પર તમને વિશ્વાસ હોવો જોઈએ, તેમજ પોલીસ અને સમાજના સંબંધ સુરતની અંદર ઊભા થાય તે માટે સંપૂર્ણપણે મહેનત કરી રહ્યો છું. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતની અંદર લોકજાગૃતિ અને પોલીસ અને લોકો વચ્ચે સારા સંબંધો ઊભા થાય તે માટે હું હંમેશા મહેનત કરતો રહીશ. તેવું સુરતના પોલીસ કમિશનર અજય તોમરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.

આહત્યારો ફેનિલ ગ્રીષ્મા જ્યાં રહેતી હતી તે સોસાયટીની બહાર બે રેમ્બો ચપ્પુ લઈને ફરી રહ્યો હતો. ગ્રીષ્માના કાકાના પેટમાં ચપ્પુ હુલાવ્યું અને પછી ગ્રીષ્માને પકડી લીધી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન જો કોઈએ પણ પોલીસને ફોન કરી દીધો હોત તો કદાચ ગ્રીષ્મા આજે આપણી વચ્ચે હયાત હોત.આ પરિષદની અંદર સમાજના અગ્રણી એવા મથુરભાઇ સવાણીએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે પોલીસ પોલીસની રીતે કામ કરે, તેમજ સમાજ સમાજ ની રીતે કામ કરે, અને પંદર દિવસની અંદર બધું ભૂલીને જેમ ચાલતું હતું તેમ રાબેતા મુજબ ચાલવા લાગે છે. પરંતુ હવે આવા દૂષણોને ઘર મૂળથી ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. તે માટે સમાજ સમાજ કરીને આપણે ખૂબ જ ખરાબ કરી રહ્યા છીએ. જ્ઞાતિવાદ માટે પોલિટિકલ લોકો પણ જવાબદાર છે.

જ્યારે લોકોએ પોલીસને જાણ કરી ત્યાર બાદ માત્ર 5 જ મિનીટમાં જમાદાર ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ તે પહેલાં તો ગ્રીષ્માની હત્યા થઈ ચૂકી હતી. લોકોએ જયારે ફેનિલને સોસાયટી બહાર ચપ્પુ સાથે જોયો ત્યારે જ ફોન કર્યો હોત તો કદાચ ગ્રીષ્મા બચી ગઈ હોત. આ ઘટનાને કારણે હવે ભવિષ્યમાં કોઈ બહેન, દીકરી કે શહેરના નાગરિકો સાથે કોઈ અપ્રિય ઘટના નહીં બને તે માટે સુરત પોલીસે એક સકારાત્મક પહેલ હાથ ધરી છે.

આ પરિષદની અંદર ડોક્ટર દિપક રાજ્યગુરુએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સુરતની અંદર પોલીસનો ખોફ ન હોય તો ગુણા વધશે, જ્યારે હું ભણતો હતો ત્યારે શિક્ષકોએ સોટી થી ડરાવ્યો હતો, તેમાં જ મને એક લાકડી બતાવીને આવ્યો હતો અને અમારી હિંમત નહોતી થતી કે કંઈ ખોટું કરીએ. એ સમયે ફરી લાવવાની આવશ્યકતા એવું મને લાગી રહ્યું છે. તેમજ આપણા સંસ્કારો ઉપર પણ કામ કરવું પડશે, કોલેજ અને સ્કૂલો ની અંદર ક્લાસ શરૂ કરવા પડશે તેમજ શિક્ષકોને લાફો મારવાનો અધિકાર આપો.

સુરત પોલીસે એક વીડિયો બનાવ્યો છે, જે હાલમાંસોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયોમાં અલગ-અલગ ઈમરજન્સી સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે 100 નંબર પર ફોન કરવામાં આવે છે અને પોલીસ તરત જ દોડી જઈ તે લોકોને મુશ્કેલીમાંથી ઉગારે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.