લ્યો બોલો આંખે આખા સૌચાલય જ ખાય ગયા?, 567 કરોડ ના સૌચાલય માત્ર કાગળ પર હોવાનો આમ આદમી પાર્ટી નો આરોપ - Jan Avaj News

લ્યો બોલો આંખે આખા સૌચાલય જ ખાય ગયા?, 567 કરોડ ના સૌચાલય માત્ર કાગળ પર હોવાનો આમ આદમી પાર્ટી નો આરોપ

ગુજરાતમાં હાલ માં આમ આદમી પાર્ટી ખુબ જ ચર્ચા માં છે ત્યારે આવી રહેલી વિધાનસભા ની ચૂંટણીઓ ને લઇ ને ગુજરાત માં રાજકારણ એ ગરમી પકડી છે, ત્યારે એકાએક આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ માં કરવામાં આવેલ ખુલાસાઓ થી ચકચારી મચી જવા પામી છે.

હમણાં જ આમ આદમી પાર્ટી ના સાગર રબારી અને એમના સાથીઓ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ માં ભારતીય જનતા પાર્ટી પર ખુબ જ મોટા આરોપ મુકવામાં આવ્યા હતા અને સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલ સૌચાલય કૌભાંડ નો ખુલાસો કરવામાં આવ્યો હતો.

પ્રેસ કોન્ફરન્સ માં સાગર રબારી દ્વારા કહેવામાં આવ્યું કે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર યુક્ત ગુજરાત નું નિર્માણ ભાજપે કર્યું છે, ભાજપ દ્વારા બોરીબંધ થી લઇ ને સુજલામ સુફલામ, જમીન માપની, પાકવીમો, કિસન સન્માન નિધિ, મગફળી કૌભાંડ, ભરતી કૌભાંડ, પેપર કાંડ, અને અનેક યોજનાઓ ના નામ ગણાવી કૌભાંડ જણાવ્યા હતા.

ભાજપ પોતાના કાર્યકરો અને નેતાઓ ના ખિસ્સા ભરવા યોજના બહાર પાડી પૈસા સેરવી લેતી હોવાનું સાગર રબારી એ જણાવ્યું હતું, સ્વચ્છ ભારત ના નામે યોજના લોંચ કરી દેશ ની તિજોરી સ્વચ્છ કરી નાખવામાં આવી છે. અને આવા કૌભાંડો પછી પકડવાની વાત આવે તો નાના માણસો ને પકડવામાં આવે છે જયારે મોટા મગરમચ્છ ને બચાવી લેવામાં આવે છે.

ત્યાર બાદ ગુજરાત કિસાન સંગઠન ના પ્રમુખ ” રાજુભાઈ કરપડા” એ વિગત માં સૌચાલય કૌભાંડ અંગે ચોકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા. સૌચાલય બનાવવાની કામગીરી પ્રાઇવેટ એજન્સીઓ ને આપવામાં આવેલી છે જેમાં એક ના એક વ્યક્તિ ના નામે ત્રણ થી ચાર સૌચાલય બનાવ્યા હોવાની વિગતો કાગળ પર દર્શાવી અને પૈસા ચાઉ કરી જવામાં આવ્યા છે.

ત્યારે રાજુભાઈ કરપડા એ સરકાર ની વેબસાઈટ માંથી લાવેલ આકડા પ્રમાણે અમુક ગામો નો સર્વે કરી એમાં કરવામાં આવેલ કૌભાંડ ની વિગતો સહ પ્રેસ કોન્ફરન્સ માં રજુ કરવામાં આવી હતી. ત્યારે એમના કહેવા પ્રમાણે ગુજરાત માં બનાવવામાં આવેલ સૌચાલય માં 15% એટલે 4 થી 5 લાખ સૌચાલય માત્ર કાગળ પર દર્શાવી અને કરોડો રૂપિયા નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

એમના દ્વારા જણાવ્યા અનુસાર ઓછા માં ઓછું 567 કરોડ રૂપિયા નું કૌભાંડ હોવાનું જણાવ્યું હતું. એમના દ્વારા સેમ્પલ રૂપે લાવેલા બેનર અને ડોક્યુમેન્ટ પણ મીડિયા મિત્રો ને સોંપવામાં આવ્યા હતા, ત્યારે એકાએક આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ કૌભાંડ ના આ આરોપો થી ગુજરાત ના રાજકારણ માં હલચલ મચી જવા પામી હતી.

હજી સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી ત્યારે આગળ ના સમય માં આ કૌભાંડ અંગે જે પણ અપડેટ હશે તે અમે આપણી સમક્ષ વહેલી તકે રજુ કરીશું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.