સુરત ગ્રીષ્મા વેકરીયા કેસમાં મોટો વળાંક આરોપી ફેનિલે ગુનો કબૂલવાનો ઈન્કાર કર્યો કારણ કે … - Jan Avaj News

સુરત ગ્રીષ્મા વેકરીયા કેસમાં મોટો વળાંક આરોપી ફેનિલે ગુનો કબૂલવાનો ઈન્કાર કર્યો કારણ કે …

ગ્રીષ્મા હત્યા કેસ માત્ર 7 જ દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઈલ થઈ છે. ત્યારે હવે હવે ગ્રીષ્મા હત્યા કેસ સુરતના ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી આજે (બુધવાર) કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાર બાદ ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરીને આ કેસમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. આરોપી ફેનિલને ફરી લાજપોર જેલ લઈ જવાશે.

ગ્રીષ્મા હત્યા કેસ હવે સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે, આરોપી ફેનિલે ગુનો કબૂલવાનો ઈન્કાર કર્યો
ચેતન પટેલ/સુરત :ગ્રીષ્મા હત્યા કેસ માત્ર 7 જ દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઈલ થઈ છે. ત્યારે હવે હવે ગ્રીષ્મા હત્યા કેસ સુરતના ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી આજે (બુધવાર) કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાર બાદ ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરીને આ કેસમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. આરોપી ફેનિલને ફરી લાજપોર જેલ લઈ જવાશે.

ગ્રીષ્મા મર્ડર કેસમાં કોર્ટમાં હત્યારા ફેનિલે ગુનો કબુલવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટ રૂમમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલે કહ્યું હતુ કે, તેને ગુનો કબુલ નથી. આરોપી ફેનીલને કોર્ટ પૂછ્યું કે, શું ગુનો કબુલ છે? ત્યારે ફેનિલે ના પાડી હતી. હત્યાના આરોપી ફેનીલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે. હવે આ કેસ સુરતના ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે.

સુરત ખાતેના પાસોદરા ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલ પંકજભાઈ ગોયાણી વિરૂદ્ધ સુરત પોલીસ વિભાગ દ્વારા માત્ર 7 જ દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. આ તટસ્થ તપાસ પ્રક્રિયાને તીવ્ર ગતિ પ્રદાન કરી છે. આ પ્રકારના જઘન્ય કૃત્યના સંકીર્ણ માનસિકતા વાળા આરોપીઓને ત્વરિતપણે કડકમાં કડક સજા અપાવિને એક દાખલો બેસાડવા રાજ્ય સરકાર તેમજ ગુજરાત પોલીસ દૃઢ કટિબદ્ધ છે.

ગ્રીષ્મા હત્યા કેસ બાદ સુરત પોલીસ એક્શનમાં જોવા મળી છે. સર્ચ ઓપરેશનમાં ડિંડોલીમાં મિસ્ટર કુલ કોફી કાફેમાં કપલ બોક્સ મળ્યા હતા. પોલીસને જોઈ કાફે સંચાલકનો નાનો ભાઈ ગભરાઈ ગયો હતો. તેને ત્યા જ ખેંચ આવી ગઈ હતી. સંચાલકના ભાઈને ખેંચ આવતા હોસ્પિટલ લઈ જવાયો હતો. તપાસ દરમિયાન કપલ બોક્સમાં ગ્રાહકો પણ હાજર હતા. સંચાલક શિવમ વિકેશ શુક્લા સામે ફરિયાદ નોંધાઈ છે.

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલે ગુનાની કબૂલાત ન કરતા ચકચાર ફેલાઇ છે. તેમાં હવે સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. તથા આરોપી ફેનિલને લાજપોર જેલ લઈ જવાશે. તેમજ સૌથી મહત્વની વાત તો એ છે કે આરોપી ફેનિલને સરકારી વકીલ અપાયા છે.

6 દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઇલઆરોપી ફેનીલને પૂછવામાં આવ્યું હતુ કે ગુન્હો કબુલ છે તો ફેનિલે ના કહ્યું છે. જેમાં આરોપી ફેનીલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે. તથા હવે આ કેસ સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. તથા આરોપીને ફરી લાજપોર જેલ લઈ જવાશે. પાસોદારમાં જાહેરમાં હત્યાના કેસમાં સંડોવાયેલાં આરોપી ફેનિલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મુળ અને કુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં 25 નજરે જોનારા સાક્ષી હતા. જેમાં નજરે જોનારાઓએ સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપીના હાથમાં ચપ્પુ હોવાથી તેની પાસે ગયા નહોતા.

190 સાક્ષીઓના ઘરે જઇને તેમના સ્ટેટમેન્ટ લીધાદરમિયાન પોલીસે પહેલીવાર તમામ 190 સાક્ષીઓના ઘરે જઇને તેમના સ્ટેટમેન્ટ લીધા હતા. આ અઠવાડિયાથી જ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ શકે છે અને ચુકાદો પણ ઝડપથી આવે એવી ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમગ્ર કેસ-કાયદાકીય પ્રોસેસ પર નજર રાખી રહ્યા છે. મરનાર યુવતીના પરિવારજનો પણ ઇચ્છે કે તેઓ આ કેસ લડે. આ હત્યાના કેસમાં આરોપીની ધરપકડના 6 દિવસ બાદ જ કોર્ટમાં ચાર્જશીટ કરાઈ છે. ઉપરાંત ચાર્જશીટની સમગ્ર પ્રોસેસ જલદી થાય એ માટે પોલીસ તમામ 190 સાહેદોના ઘરે ગઇ હતી. સામાન્ય રીતે સાહેદોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે. જોકે આ કેસમાં એનાથી ઊલટું થયુ છે.

સરથાણાના કરૂણેશ રાણપરિયાની પુછપરછગ્રીષ્મા હત્યા કેસમાં પોલીસે પાસના કાર્યકર્તા કરૂણેશ રાણપરિયાની પૂછપરછ કરી છે. તે ગ્રીષ્માના ઘરેથી થોડા અંતરે રહે છે. કરૂણેશનો સંબંધી ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલનો મિત્ર છે. તેથી ફેનિલ કરૂણેશ સાથે સંકળાયેલો હોવાનો મેસેજ સમાજમાં વહેતો થયો હતો.

સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં સોમવારે ફેનિલની સામે 2500 પાનાંની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી આજે (બુધવાર) કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાર બાદ ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરીને આ કેસમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.

મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કામરેજ પોલીસે ફેનિલની સામે 2500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે, જેમાં 23 પંચનામાં, 190 સાક્ષી, 188 દસ્તાવેજી પુરાવા ઉપરાંત મેડિકલનો પુરાવો, ફોરેન્સિક પુરાવો અને ઇલેક્ટ્રોનિક્સ પુરાવો વગેરે રજૂ કરવામાં આવ્યા છે. ફેનિલની સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. હત્યાનો કેસ સેશન્સ ટ્રાયેબલ હોય છે, એટલે કે આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં કરવામાં આવે છે.

કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાર બાદ આ કેસમાં ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યાર બાદ સાક્ષીઓને બોલાવીને આ કેસની સુનાવણી કરવામાં આવશે. આ કેસમાં ઝડપભેર ટ્રાયલ પૂરી કરીને ગ્રીષ્માને ન્યાય મળે તેવા પ્રયાસો કરવામાં આવશે એવું પણ નયન સુખડવાલાએ ઉમેર્યું હતું.

ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, એ પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. હત્યા કેવી રીતે કરી શકાય એ માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને એનો ઉપયોગ કેવી રીતે થાય એ બાબતે જાણ્યું હતું. તેણે ગ્રીષ્માની હત્યા કરતાં પહેલાં એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો-ક્લિપ પોલીસને મળી હતી.

ઓડિયો-ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલે પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી કઠોરની કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી છે. કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

Leave a Reply

Your email address will not be published.