સુરત ની ઘટના બાદ એક પછી એક રાજકારણી, અધિકારીઓ, કલાકારો ની પ્રતિક્રિયા આવી રહી છે, ત્યારે રાજભા ગઢવી આકરા પાણીએ..
સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટના ના પડઘા આજે આખા ગુજરાતની અંદર સાંભળી રહ્યા છે. સુરતની અંદર રહેતા પાસોદરા વિસ્તારમાં એક યુવક એક તરફી પ્રેમમાં પાગલ બનીને ગ્રીષ્મમાં નામની છોકરીને પરિવાર ની સામે જ, ચપ્પુના ઘા ઝીંકી દઇને હત્યા કરી નાખી હતી. આ ઘટનાની અંદર પાસોદરા પાટીયા ની પાસે આવેલા લક્ષ્મી ધામ સોસાયટીમાં રહેતા હતા અને પીડિત યુવતી નું નામ ગ્રીષ્મમાં હતું. સુરતમાં બનેલી આ ઘટનાથી આખું ગુજરાત શોકમાં છે.
આ સમગ્ર ઘટના ઉપર અલગ અલગ લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે, એવામાં ગુજરાતના લોક સાહિત્યકાર એવા રાજભા ગઢવી એ પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાને સંપૂર્ણપણે વખોડી કાઢી છે. આ મામલે રાજભા ગઢવી એ ફેસબુક ઉપર વિડીયો બનાવીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ગઢવીના વિડીયો મૂકીને ઘણા બધા સવાલો ઉઠાવ્યા હતા.
આજે અમે તમને રાજભા ગઢવીના એ વીડિયો માં શું કહ્યું તે જણાવવા જઈ રહ્યા છીએ. નમસ્કાર, જય ભારત, જય હિન્દ, ખાસ કરીને વિડીયો એટલે બનાવું છું કે આવી ઘટનાઓ બન્યા કરે છે. દીકરી નો જે વિડીયો સુરતમાંથી વાયરલ થઇ રહ્યો છે. અને તે વિડિયો મેં પણ જોયો, જેની અંદર બધાની સામે જ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવે છે. મારે ખાલી એટલું કહેવું છે કે જેટલા લોકો મારા આ વિડીયો જોવો છે તેટલા લોકો ને, દરેક માતા-પિતા માંથી આપણે આપણા બાળકોને ખૂબ જ સારા સંસ્કાર આપવા જોઈએ, મેં આ વીડિયો જોયો એટલે મારાથી રહેવાનું અને હું આ વિડીયો બનાવી રહ્યો છું.
તેમણે આગળ જણાવ્યું હતું કે, આપણા સંસ્કાર છે અને આપની જે પરંપરા છે. જે ભારતની અંદર બધાની સામે ગમે તે લોકોને ગમે ત્યાં હત્યા થાય, દીકરીઓ ઉપર ન કરવાના થાય, બળાત્કાર થાય, આ બધી વસ્તુઓ ના બનાવ બનતા આવે છે. જેની આપણે એકવીસમી સદી કહીએ છીએ તે, ભણેલ ગણેલ વર્ગ કહીએ છીએ. આપણે ખૂબ જ સફળતા મેળવી, મંગળ સુધી પહોંચી ગયા ગુરુ સુધી પહોંચી ગયા ચંદ્ર સુધી પહોંચી ગયા.
પરંતુ જ્યારે આવા બનાવો બને ત્યારે, એવું થાય કે મંગળ સુધી પહોંચી ગયા પરંતુ પૃથ્વી ઉપર કોઈ સરખી રીતે રહી નહિ શકીએ, એવી ધરતી થતી જાય. તેનું કારણ શું છે??. આજના જમાનામાં ટ્રેડિશનલ કલ્ચરલ વધતું ગયું છે. હું હજુ અત્યારે જ ગીરમાંથી આવ્યો અને તરત જ આ વીડિયો જોયો, પરંતુ મને આખી મેં તને ખબર નથી પરંતુ એટલી ખબર છે તેટલા પ્રમાણે છોકરા એ બધાની સામે જ દીકરીની કરણપુર હત્યા કરી છે. અને તેનો વિડિયો દરેક લોકો બનાવતા હતા.
એવી જ રીતે રાજભા ગઢવી એ આ વીડિયોની અંદર ઘણા બધા સવાલો ઉઠાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે ઇતિહાસ નીંદર પોતાની રક્ષા કેવી રીતે કરવી અને ઇતિહાસમાં કેવી રીતે દીકરીઓની રક્ષા કરવી તે બધાના ઉદાહરણ આપ્યા હતા. આ ઉપરાંત રાજભા ગઢવી એ વિડિયો ની દેખાતા અને આ દીકરી ની મદદ ન કરનાર વ્યક્તિઓ પર ભારે રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત રાજભા ગઢવી એ પશ્ચિમી સંસ્કૃતિ ઉપર પણ મોટા સવાલ ઉઠાવ્યા હતા.
આ દીકરીની હત્યા જે જગ્યા ઉપર થઈ તે જગ્યા ના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા હતા. અને સૌ કોઈ લોકોને અંદર રોષ ફાટી નીકળ્યો છે. આ દીકરીની સરેઆમ હત્યા થતાં, દરેક લોકો સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા આ દીકરીને ન્યાયની માંગણી કરી રહ્યા છે. એમાં વાત કરીએ તો હત્યારા નરાધમ ના પિતા ના નિવેદનો પણ મીડિયાની સામે આવ્યા છે. તેમણે કહ્યું હતું કે સરકાર જો ફાંસીની સજા આપે તો પણ અમને મંજૂર છે.
અમારો દીકરો અમારા કહ્યામાં નથી, અને અમારો સિક્કો ખોટો છે. આ ઉપરાંત એમણે આગળ જણાવ્યું હતું કે સરકારે પણ મજા આવે તે અમને મંજૂર છે અને ફાંસીની સજા આવે તો પણ મંજૂર છે. આ પહેલા પણ મેં મારા દીકરાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આમ છતાં તે માન્ય નહોતો. અને આ ઘટના શરમજનક છે. આ પહેલા પણ ગ્રીષ્મમાં ના પરિવારે મને ફરિયાદ કરી હતી.
સુરતમાં શનિવારે ઘટેલી પ્રેમિકાની ગળું રહેંસી દેવાની ઘટનામાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુવતીના પરિજનો સાથે મુલાકાત કરી હતી. મૃતક યુવતીના પરિવારજનોને હર્ષ સંઘવીએ સાંત્વના પાઠવી હતી. ગૃહ રાજ્યમંત્રીને યુવતીના પરિવારે હત્યારાને કડક સજા આપવા કરી રજૂઆત કરી હતી. ગૃહ રાજ્યમંત્રીએ મૃતકના પરિવારને વહેલી તકે ન્યાયની આપી બાંહેધરી પણ આપી હતી.
આવો જાણીએ ગોપાલ ઈટાલીયા ની પ્રતિક્રિયા : ગુજરાતમાં ભાજપના રાજમાં હત્યારાઓ, ગુંડાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. સીધા-સાદા માણસો સિવાય કોઈને પણ પોલીસ, કાયદો કે અદાલતની બીક રહી નથી. ,વધુ માં તેમણે જણાવ્યું હતું કે આ નવીનવાઈના ગૃહમંત્રી બનેલા હ(ર્ષ)ત્યારા સંઘવી હિરોગીરી કરવામાંથી નવરા નથી પડતા..
હ(ર્ષ)ત્યારા સંઘવી હિરોગીરી કરવામાં વ્યસ્ત,ગુંડાઓ ગુંડાગીરીમાં અલમસ્ત. સાથે તેમને લખ્યું કે રોજ હત્યા, બળાત્કાર, લુંટ, અપહરણ, ચોરી, વ્યાજખોરી વગેરે વગેરે સમાચારોથી લથબથ થયેલું લાલચોળ છાપું આવે છે કારણ કે..
જનતા બિચારી આ મોંઘવારીમાં પોતાનું અને પરીવારનું ભરભોષણ કરવામાં, ઘરના ચાર છેડા ભેગા કરવામાં વ્યસ્ત છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પેજ પ્રમુખનું મજબુત સંગઠન બનાવી ૧૮૨ સીટનો ટાર્ગેટ સિદ્ધ કરવામાં વ્યસ્ત છે.
કહેવાતા રોબોટ મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખના આદેશ પ્રમાણે હાજી…હાજી…કરવામાં વ્યસ્ત છે.
નવીનવાઈના ગૃહમંત્રી હ(ર્ષ)ત્યાર સંઘવી પોલીસનો દુરઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓ અને હોદ્દેદારોને ધમકાવામાં, ખોટા કેસો કરાવામાં, વિરોધ
પક્ષના લોકોને યેનકેન પ્રકારે દબાણ ઉભું કરવામાં અને તેને ભાજપમાં જોડવામાં તેમજ મિડિયામાં હિરોગીરી કરવામાં વ્યસ્ત છે.
નવી વહુ જેવા મંત્રીઓ આવતી ટર્મમાં કદાચ મંત્રી ન બને એટલે હવે એક જ વર્ષ બાકી રહ્યુ છે તો થાય એટલું ધરભેગુ કરી લઈએ એવું માનીને ધરભેગુ કરવામાં વ્યસ્ત છે.
ભાજપના ધારાસભ્યો ‘નો રિપીટ થિયરી’થી ટીકીટ કપાઈ જશે એવા ડરે પ્રદેશ પ્રમુખને વહાલા બની જવા પોતાના વિસ્તારમાંથી ફડં ભેગુ કરી પ્રદેશ પ્રમુખના ચરણોમાં ધરવામાં વ્યસ્ત છે.
કેટલાક ભ્રષ્ટ ઉચ્ચ પોલીસ અધિકારી પોતાના વિસ્તારમાં આવતી અરજીઓમાં તોડબાજી કરવામાં અને ટકાવારી માંગવામાં વ્યસ્ત છે.
સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોતાના વિસ્તારમાં ચાલતા બે નંબરોના કામોમાં હપ્તા ઉઘરાવવામાં, ભાજપના કોઈ નેતા, ધારાસભ્ય કે કોર્પોરેટરનો શું આદેશ છે તે માનવામા અને સોશીયલ મિડીયામાં ભાજપના નેતાઓ વિરુદ્ધ કોણ શું લખે છે કે શું બોલે છે એવા ધણા બધા ફાલતુ કામોમાં વ્યસ્ત છે.
ભાજપના પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં રાડારાડી અને માથાકૂટ કરવામાં વ્યસ્ત છે. ટૂંકમાં બધા પોત-પોતાની રીતે વ્યસ્ત છે એટલે જ ભાજપના રાજમાં ગુંડાઓ, મવાલીઓ, લુખ્ખાઓ, ટપોરીઓ, બે-નંબરીયાઓ, તોડબાજો, વ્યાજખોરો, ભ્રષ્ટાચારીઓ, ભેળસેળીયાઓ, ખંડણીખોરો, પેપરફોડુંઓ, બળાત્કારીઓ અને માફીયાઓ ભાજપના ભષ્ટ્ર નેતાઓની મદદથી ગુનાખોરી આચરવામાં મસ્ત છે.
હિરોગીરી કરનાર ગૃહમંત્રી હ(ર્ષ)ત્યારા સંઘવી રાજીનામું આપે.
શનિવારની ઘટના શું હતી ? : સોશિયલ મીડિયા અને ટેલવિઝન પર આવતા કેટલાક ક્રાઈમના કાર્યક્રમો યુવાનોને ગુનાખોરી, નશા અને ગેરકાયદેસર પ્રવૃત્તીઓ તરફ વાળે છે.. તે આપણે સૌ કોઈએ જાણીએ છીએ..ત્યારે કેટલાક લોકો આ કાર્યક્રમોથી પ્રેરાઈની હિંસક સ્વરૂપ ધારણ કરતા હોય છે.. ત્યારે આવો જ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. .સુરતની એક કોલેજમાં ભણતા યુવાને તેની જ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને લોકો સામે ગળે છુરો ફેરવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
વાત સુરતની છે જયાં જાહેરમાં લોકોના ટોળાની વચ્ચે એકતરફી પ્રેમમાં માથાફરેલો યુવક એક યુવતીનું ગળુ કાપીને તેની હત્યા કરી નાંખે છે, અને લોકો નિંભર મૌન રાખીને હત્યાનો તમાશો જુએ છે.. સુરતની એક કોલેજમાં ભણતો યુવક એક યુવતીના પ્રેમ કરવા લાગ્યો પરંતુ યુવતીને પ્રેમ સ્વિકાર ન હોવાથી યુવક યુવતીને હેરાન કરવા લાગ્યો અને આ હેરાનગતી સતત એક વર્ષ સુધી ચાલતી રહી .કંટાળીને યુવતીએ આ ફરિયાદ તેના ઘરે કરતા તેના મોટા પપ્પાએ યુવકને ઠપકો આપ્યો હતો .ઉશ્કારેયલા યુવાન ફેનિલ છરો લઈને યુવતીના ઘરે આવી પહોંચ્યો યુવતીના મોટા પપ્પા અને ભાઈ પર હુમલો કર્યો અને યુવતીને પકડીને લોકો સામે ગળા પર છુરો ફેરવીને મોતને ઘાટ ઉતારી દીધી
સવાલ યુવકની હેવાનિય સાથે તમાશો જોઈ રહેલા નિર્દય લોકો સામે પણ છે. કેમ કોઈ વ્યક્તિ વચ્ચે પડીને યુવતીને ન બચાવી. કેમ કોઈએ આ ખૂની તમાશો શરૂ થયો ત્યારે પોલીસ ન બોલાવી કેમ કોઈએ પાછળથી આવીને યુવાનને ધક્કો મારીને છરો ન છીનવ્યો. યુવાન તો માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો..પણ ત્યાં હાજર મૌન લોકોની માનવતા તો મરી જ પરવારી હતી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
હત્યાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા યુવતીની હત્યા કરીને યુવકે ઝેરી દવા ખાધી અને હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો..યુવક હાલ સારવાર હેઠળ છે.. સ્વસ્થ થતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવશે. ધારસભ્ય લઈને લોકોએ રાજ્ય ગૃહમંત્રીને પણ આ મામલે રજૂઆત કરી હતી. પરંતુ જે શહેરથી રાજ્યના ગૃહમંત્રી આવે છે. ત્યાં જ ગુનાખોરીનો ગ્રાફ શેર માર્કેટના સેન્સેક્સની માફક વધી રહ્યો છે.. ત્યારે ગુનાખોરીને નાથવા સુરત પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે
એક તરફી પ્રેમમાં પાગલ થઈને હત્યા જેવા ગુનાઓને અંજામ આપતા અનેક કિસ્સાઓ સામે આવતા હોઈએ છીએ..ત્યારે એક વાત તો સ્પષ્ટ રીતે સામે આવે છે કે આપણો સમાજ યુવાનોને સ્વસ્થ વાતાવરણ આપવામાં ઉણું ઉતર્યુ છે. જ્યારે સરકાર યુવાનોને સારું શિક્ષણ આપવામાં નબળી સાબિત થઈ છે..આવા ફોબિયા, મેન્ટલ સ્ટ્રેસ , ફસ્ટ્રેશન અન ઉકળાટના કારણે લોકો હિંસક પ્રવૃત્તીઓ તરફ વળે છે…જે સમાજ માટે ખૂબ જ ખતરનાખ કહી શકાય .સાથે જે રીતે લોકોની માનવતા મરી ગઈ છે. .તે પણ સમાજ માટે એટલી જ ઘાતક છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!