સુરતમાં બનેલી ઘટના માં મૃત્યુ પામેલી ગ્રીષ્મા ના સપના વિષે તેમના પરિવારે કરી આ મોટી વાત, માતા ની હાલત વાંચી ને રુંવાડા બેઠા થઇ જશે… - Jan Avaj News

સુરતમાં બનેલી ઘટના માં મૃત્યુ પામેલી ગ્રીષ્મા ના સપના વિષે તેમના પરિવારે કરી આ મોટી વાત, માતા ની હાલત વાંચી ને રુંવાડા બેઠા થઇ જશે…

સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવક ફેનિલે ગ્રીષ્મા નામની યુવતીની ગળું કાપી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે.જ્યાં સૌ કોઈ પરિવારની એકની એક દીકરીની હત્યાથી સ્તબ્ધ છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, ગ્રીષ્મા દિવ્યાંગ માતા-પિતાની લાડકી દીકરી જેના પર હાથ મૂકે એ વસ્તુ અપાવતા હતા.

એવું પણ કહેતી હું તો ઇન્સ્પેક્ટર બનવા માગું છું. તલાટી-મામલતદારની પરિક્ષાનું ફોર્મ પણ ભર્યું હતું અને રોજ સવારે 4 વાગ્યે ઉઠીને તૈયારી પણ કરતી હતી. આખી ઘટનાથી માતા અજાણ છે, જાગે એટલે ગ્રીષ્મા ચાલ ઘરમાં પોત્તા મારી દે, ઘરકામ પત્યું કે નહીં એવી રાડો પાડે છે. દવા પીવડાવી સૂવડાવા પડે છે. દીકરીને નજર સામે ગળું કપાતા જોઈ માતાની ખૂબ જ આઘાત લાગ્યો છે. કોઈની હિંમત નથી ચાલતી કે એમ કહીએ ગ્રીષ્મા નથી રહી.

રાધાબેન રીંકુંભાઈ (ફોઈ) એ જણાવ્યું હતું કે, અમે ગંગા જેવી પવિત્ર દીકરી ગુમાવી છે. ગ્રીષ્મા દિવ્યાંગ માતા-પિતાની જ નહીં પણ કુટુંબની લાડકી દીકરી હતી. ઘરકામ સાથે અભ્યાસ કરવો દિવ્યાંગ માતાની સેવા કરવી, સાથે સાથે ઘરમાં ટિકી લગાડવાનું કામ કરી બે રૂપિયા કમાતી આવું એકની એક દીકરી પર ગર્વ હતો. બહાર ગામ જતી તો પણ માતાને દિવસના 3 ફોન કરી હાલચાલ પૂછતી હતી. ઘટનાના દિવસે કહ્યું હતું ફોઈ આજે પરીક્ષાનો છેલ્લો દિવસ છે ચૌટાપુલ જવાનું છે મારે ચપલ અને બુટ્ટી અને કપડાં મુકવાની નાની બેગ લેવાના છે આવશો ને.

વધુમાં જણાવ્યું હતું કે ડ્રોઈંગની સાથે સાથે ખાવાનું એટલું સરસ બનાવતી કે મોંમાં સ્વાદ રહી જતો હતો. પીઝા અને સેન્ડવીચ એ પણ ચીઝવાળા તો એને ખૂબ જ ભાવતા હતા. પોતાની બચતમાંથી જ ખરીદવાનું પસંદ કરતી હતી. કપડાનો ખુબ જ શોખ હતો. જીન્સ અને ટી-શર્ટ, કૂર્તા એના પર દુપટ્ટો લીધા વગર બહાર નહીં નીકળતી હતી. બધે જ સમય સર પહોંચવાનું અને જ્યાં પહોંચ્યા બાદ તરત ફોન પર પહોંચી ગઈ હોવાની જાણ કરતી સંસ્કારી છોકરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની સવારે જ આફ્રિકાથી પિતાના આવેલા ફોન પર વીડિયો કોલિંગ પર વાત કરી હતી. પિતાએ ગ્રીષ્માને કહ્યું પણ હતું કે તારી મમ્મીને કામ કરવા દે તું સાસરી ચાલી જશે પછી ઘરકામ કોણ કરશે. ભાઈ કહેતા હતા મારી દીકરી જ્યા સુધી ભણવા માગે છે ત્યાં સુધી હું ભણાવીશ, પરિવારને છોડી આટલા હજારો કિલોમીટર દૂર કોના માટે કમાવવા આવ્યો છું. હું મારી દીકરીના ધામ ધૂમથી લગ્ન કરાવીશ. પિતાની લાડકી દીકરી જેના પર હાથ મૂકે એ વસ્તુ અપાવતા હતા.

વધુમાં જણાવ્યું હતું કે મારા ભાઈ અને ગ્રીષ્માના પિતા એક સાચા સેવાભાવિ વ્યક્તિત્વ ધરાવતા હતા. રોજ સવારે 4 વાગે ઉઠીને ગાયો માટે ઘાસ કાપવા જતા, ગાયોને ઘાસચારો નાખ્યા બાદ ઘરમાં પક્ષીઓને ખોરાક આપી કામે જતા હતા. દીકરીની નિર્મમ હત્યા સાંભળી એમનું તો હૃદય કપાઈ ગયું છે. આફ્રિકાથી આવવા નીકળી ગયા છે આજે રાત્રે મુંબઈ આવી જશે અને કાલે સવારે મંગળવારે સુરત આવી જશે, ત્યારબાદ જ ગ્રીષ્માની અંતિમવિધિ કરાશે.

વધુમાં જણાવ્યું હતું કે ફોઈની સાથે બધી જ વાત શેર કરતી ને કહેતી ફોઈ મને સોનાનું બ્રેસલેટ લેવું છે મેં એને કહ્યા વગર બ્રેસલેટ લીઘું હતું બસ એને ગિફ્ટ આપવાનો સમય જોતી રહી ને એ સમય પહેલા જ અમને છોડી ને રડતા મૂકી જતી રહી ભગવાન આટલો કઠોર પણ હોય શકે એ ખબર નહોતી.

વર્ષાબેન અશોકભાઈ કાનાણી (મામી) એ કહ્યું હતું કે 22 ડિસેમ્બરે જન્મ દિવસની ઉજવણી અમારી સાથે કરી હતી. માથામાં તાજ પહેરી ને ઉજવણી કરી હતી. એવી તૈયાર થઈ હતી કે બસ આખું કુટુંબ ગ્રીષ્માને પરી હે તું કહીને જ બોલાવતું હતું. એવું કહેતી કે મારા પપ્પાને મેં મહિનામાં આફ્રિકાથી આવવા દો પછી નૈનિતાલ અને કેરેલા ફરવા જવાની છું, 1500 રૂપિયા ભરીને ગિટાર શીખવા જતી હતી. તલાટી-મામલતદારની પરિક્ષાનું ફોમ પણ ભર્યું હતું રોજ સવારે 4 વહે ઉઠી ને તૈયારી પણ કરતી હતી.

એવું પણ કહેતી હું તો ઇન્સ્પેક્ટર બનવા માગું છું, ભણવામાં હોશિયાર હતી. આખું કુટુંબ એને સહકાર આપતો હતો. ગઈ દિવાળી પર માતા અને મામા-મામી સાથે શ્રીનાથજી ફરવા પણ ગઈ હતી. મામીના બ્યુટી પાર્લરમાં કામ કરતી અને પાર્લરનું શીખતી પણ હતી. તેમજ દુલ્હનને તૈયાર પણ કરવા જતી હતી. બધી જ આવડત હતી.

વધુમાં જણાવ્યું હતું કે આખી ઘટનાથી માતા અજાણ છે, જાગે એટલે ગ્રીષ્મા ચાલ ઘરમાં પોત્તા મારી દે, ઘરકામ પત્યું કે નહીં એવી રાડો પાડે છે. દવા પીવડાવી સૂવડાવા પડે છે. દીકરીને નજર સામે ગળું કપાતા જોઈ માતાની ખૂબ જ આઘાત લાગ્યો છે. કોઈની હિંમત નથી ચાલતી કે એમ કહીએ ગ્રીષ્મા નથી રહી. બસ ભાઈની આવવાની રાહ જોઈ રહ્યા છે. ભગવાન આ આઘાતમાંથી નીકળવાની શક્તિ આપે એવી જ પ્રાર્થના કરીએ છીએ.

બીજી તરફ હત્યારા ફેનિલ ની પણ હિસ્ટરી સામે આવી છે : સુરતની અંદર આવેલા કામરેજના પાસોદરા પાટિયા નજીક એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ દ્વારા ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની છડેચોક હત્યા કરી દેવાનો મામલો ખુબ જ ચર્ચામાં છે. આંખ દેશમાં આ હત્યાના પડઘા પડી રહ્યા છે. આરોપી યુવક છેલ્લા ઘણા સમયથી યુવતીનો પીછો કરી રહ્યો હતો. યુવતીના પરિવાર અને યુવક વચ્ચે ઘણીવાર સમાધાન થવા છતાં પણ યુવકે ગ્રીષ્માની હત્યા કરી દીધી.

આ મામલાના આરોપી ફેનિલ ગોયાણીની એક પછી એક પોલ ખુલીને સામે આવી રહી છે. ગ્રીષ્માની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ફેનિલ પ્રત્યે આજે આખા ગુજરાતની અંદર ગુસ્સો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે તેના એવા એવા કારસ્તાન ખુલ્લા પડ્યા છે કે સાંભળીને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે.

મીડિયાના અહેવાલ પ્રમાણે ફેનિલ સુરતની અમરોલી વિસ્તારની આર.વી પટેલ કોલેજના બીકોમમાં અભ્યાસ કરતો હતો. જૂન 2020માં કોલેજના પ્રથમ વર્ષમાં જ પૂરતી હાજરી ન હોવાને કારણે તેને પરીક્ષા આપતો અટકાવી દેવાયો હતો. તેનું ફોર્મ વિથડ્રોલ કરાવી દેવાયું હતું. યુવતી પણ એ જ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ફેનીલ માત્ર આ જ યુવતી નહીં. પરંતુ, અન્ય યુવતીઓ સાથે પણ ફરતો દેખાતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ફેનિલ કોલેજમાં મહિનામાં એકાદ બે વાર જ જતો હતો. કોલેજમાં ગયા બાદ પણ તે વર્ગખંડમાં જવાને બદલે કેમ્પસમાં બેસી રહેતો હતો. ફેનિલ પોતાના ગજવામાં તિક્ષ્ણ હથિયારો લઈને કોલેજમાં આવીને જાણે રૌફ જમાવવાનો પ્રયાસ કરતો હોય એ પ્રકારે કેમ્પસમાં ફરતો હતો. છોકરીઓની છેડતી કરતો હોવાનું સામે આવ્યું છે.

તેની સાથે ભણતા વિદ્યાર્થીઓ સાથે થયેલી વાતચીત પ્રમાણે તેમણે કહ્યું કે, ફેનિલ કેમ્પસમાં જ બેસી રહેતો હતો અને ત્યાં આગળ તે લુખ્ખાગીરી કરતો હતો. ફેનીલને જાણે કોઈનો ડર ન હોય તે રીતે છોકરીઓને પણ હેરાન કરતો આસપાસથી પસાર થતી છોકરીઓને પણ શાબ્દિક રીતે છેડતી કરતો હતો. નજીકના મિત્રો એ તેમના નામ આપ્યા વગર કહ્યું છે કે, તે ઘણી છોકરીઓ સાથે પણ સંપર્કમાં હતો અને તેમની સાથે પણ તેના અફેર હોવાની વાતો સામે આવી હતી.

એ પણ જાણવા મળ્યું કે ફેનીલ ગોયાણી કપલ બોક્સ ચલાવતો હતો. જેમાં તે કોલેજના યુવક યુવતીઓને બેસવાની સૂવાની અને બીજી વ્યવસ્થા કરી આપતો હતો. સેવન સ્ટાર નામથી કપલ બોક્સ કાફે કાપોદ્રા વિસ્તારના સ્કાય લાર્ક શોપિંગ સેન્ટરમાં ચલાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારબાદ મોટા વરાછા વિસ્તારમાં આવેલા એટલાન્ટા મોલમાં સેવન સ્ટાર કાફે નામથી બીજાનું કપલ બોક્સ ચલાવતો હતો. સેવન સ્ટાર કાફેમાં ચાલતાં કપલ બોક્સ કોલેજીયન યુવક-યુવતીઓને ભાડેથી આપતા હતા.જેનો મસમોટો ચાર્જ પણ વસૂલવામાં આવતો હતો. સેવન સ્ટાર કાફે કપલ બોક્સમાં ફેનિલ સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા છે. તેમાં રોકાણ કરનારાઓની તપાસ થવી આવશ્યક છે.

ફેનિલ ગોયાણી અને તેની સાથે સંકળાયેલા સાગરીતો આ પ્રકારના ધંધામાં ખૂબ જ સક્રિય હતા. ફેનિલ પોતે ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યોનો બંધાણી હોય તેવી ચર્ચા શહેરમાં થઈ રહી છે. જો પોલીસ આ દિશામાં પણ તપાસ કરે તો ડ્રગ્સ સાથે જોડાયેલા કેટલાક નામો પણ બહાર આવી શકે છે. જે યુવાનોને આ પેડલરો થકી હાથ વગું પોહોચાડી દે છે. શહેરમાં જાણીતી એક સેવાકીય સંસ્થા કે, જે શહીદ થયેલા સૈનિકો પરિવાર માટે કામ કરે છે. તેની સાથે પણ ફેનિલ જોડાયેલો હતો. તે સંસ્થાના નામે તેની સાથેના જ કેટલાક સાગરિતો મળીને ખોટી રીતે પૈસાની ઉઘરાણી કરતા હતા. આ ટ્રસ્ટમાં તાજેતરમાં જ એક ટ્રસ્ટી તરીકે જોડાયેલા વ્યક્તિ સાથે ફેનિલ આ ખૂબ જ સારા સંબંધો છે. આ ટ્રસ્ટમાં વ્યક્તિ કોણ છે અને તે કેવી રીતે ફેનિલ મદદથી રૂપિયાની ઉઘરાણી કરતો હતો તે પણ એક તપાસનો વિષય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.