ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી, અમદાવાદ યુવતી ને ધોકા થી ઢીંબોરી હોવાની ફરિયાદ - Jan Avaj News

ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી, અમદાવાદ યુવતી ને ધોકા થી ઢીંબોરી હોવાની ફરિયાદ

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા કહ્યુ કે, 21 ફેબ્રુઆરીના રોજ તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ હતી, ત્યારે કોઈએ લાઈવમા કોમેન્ટ કરી હતી કે, તમારી ગાડીના કાચ તૂટ્યા છે. યુવતીએ નીચે આવીને પાર્કિંગમાં જોયુ તો ગાડીના કાચ તૂટેલા હતા. તેના બાદ યુવતી કર્ણાવતી ક્લબ પાસે ટી સ્ટોલ પર ગઈ હતી. ત્યારે કીર્તિ પટેલ બે લોકો સાથે ત્યાં આવી હતી. કોઈએ યુવતીના માથા અને બરડાના ભાગમાં ફટકા માર્યા હતા. યુવતીએ પાછળ જોયુ તો કીર્તિ પટેલ હાથમાં લોખંડના પાઈપ સાથે ઉભી હતી. ત્યારે યુવતીની ફરિયાદના આધારે પોલીસે કીર્તિ પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ટિકટોક સ્ટારના વિવાદ : કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. tiktokના વીડિયો વિવાદિત હોય છે. થોડા સમય અગાઉ પ્રતિબંધિત પક્ષી એવા ઘુવડ સાથેનો તેનો tik tokનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જ્યારે વનવિભાગ પાસે પહોંચ્યો ત્યારે વનવિભાગે કીર્તિ પટેલ પાસેથી 25 હજારનો દંડ પણ વસુલ કર્યો હતો. આ ઉપરાંત બે વર્ષ પહેલા હત્યાની કોશિશના મામલે કીર્તિ પટેલની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે.

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં સપડાઈ છે. સુરત બાદ હવે અમદાવાદમાં કીર્તિ પટેલે લખણ ઝળકાવ્યા છે. કીર્તિ પટેલે તેના સાથીદાર સાથે મળીને અમદાવાદમાં યુવતીની કારના કાચ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં કીર્તિ પટેલે યુવતીને ગાળો ભાંડીને લોખંડના પાઈપથી ફટકારી હતી. આ આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના રાણીપમાં રહેતી કોમલ પંચાલ નામની યુવતી બ્યુટી પાર્લર ચલાવે છે અને પરિવાર સાથે રહે છે. કોલમ પંચાલ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. છ માસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં તે તેના મિત્રો સાથે અંદરોઅંદર વીડિયો દ્વારા વાતો કરતા હતા. તે સમયે સુરતની કીર્તિ પટેલએ અચાનક આ યુવતી સાથે લાઈવ આવી ને ગાળો આપી હતી.

આ અંગે કોમલ પટેલ અને કીર્તિ પટેલ વચ્ચે ઝઘડો થયો હતો અને તે બાબતે યુવતીએ તે સમયે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. દરમિયાન ગત 21 ફેબ્રુઆરીના રોજ આ કોમલ પટેલ તેના ઘરે હાજર હતી તે દરમિયાન ઇન્સ્ટાગ્રામમાં લાઈવ હતી. તે દરમિયાન તે વીડિયોમાં કોઈએ કોમેન્ટ કરી હતી કે તમારી ગાડીના કાચ તૂટયા છે. કોમલ પટેલે નીચે જઈને જોતાં તેની ગાડીના બધા કાચ તૂટેલી હાલતમાં હતા અને ત્યાં કોઇ હાજર નહોતું.

બાદમાં કોમલ પટેલ એસ.જી.હાઈવે કર્ણાવતી ક્લબની બાજુમાં ખેતલાઆપા ટી સ્ટોલ પર ચા પીવા ગઈ હતી. દરમિયાન સવારે ચારેક વાગ્યાની આસપાસ ગાડી પાર્ક કરીને બેઠી હતી. ત્યારે અચાનક તેની ગાડીનો ગાડીનો પાછળ નો કાચ તૂટવાનો અવાજ આવતા તે ગાડીમાંથી ઉતરીને જોવા ગઈ હતી. ત્યારે અચાનક જ માથાના પાછળના ભાગે કોઈએ તેને કોઈ વસ્તુ નો ફટકો માર્યો હતો. ત્યારે યુવતીએ પાછળ વળીને જોતા સુરતની કીર્તિ પટેલ તેના હાથમાં લોખંડની પાઇપ લઈને ઉભી હતી અને બિભત્સ ગાળો બોલવા લાગી હતી. બાદમાં પગ ઉપર અને બરડાના ભાગે આ કીર્તિ પટેલે આ યુવતીને ફટકા માર્યા હતા.

આ વખતે કીર્તિ પટેલ સાથે બીજી એક મહિલા અને એક યુવક પણ હતો અને આ તમામ લોકો ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઈજાગ્રસ્ત યુવતીએ પોલીસમાં ફોન કર્યો હતો અને સારવાર માટે એમ્બ્યુલન્સથી સોલા સીવીલ પહોંચી હતી. આ દરમિયાન તેની તબિયત સારી ન હોવાથી તેને 21મી તારીખે બનેલા બનાવની ફરિયાદ હવે કરી છે. ફરિયાદ બાદ સેટેલાઈટ પોલીસે આ મામલે કીર્તિ પટેલ તથા એક મહિલા અને એક પુરુષ સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે વિવાદ અને કીર્તિ પટેલને જૂનો સંબંધ છે. આ અગાઉ લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાથે પણ તેને વિવાદ થયો હતો. એ અગાઉ વીડિયો બનાવવા માટે સુરતના પુણાગામમાં એક યુવક સાથે ઝઘડો થયો હતો, જેમાં કીર્તિએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા મામલે પોલીસે ત્ચારે કીર્તિની ધરપકડ કરી હતી. એ પહેલાં વન વિભાગે કીર્તિ પટેલને ઘુવડ સાથે વીડિયો બનાવવા બદલ દંડ ફટકાર્યો હતો.

ભુરી ડોન સાથે બનાવ્યો હતો વીડિયો : આ ઉપરાંત કિર્તી પટેલે લેડી ડોન ભૂરી સાથે પણ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં ટિકટોક કીર્તિ પટેલે કહ્યુ હતું કે, ‘ભૂરી, રસ નથી અમને કોઈ મગજમારીમાં. અમે તો મસ્ત છીએ અમારી ફ્રેન્ડ યારીમાં. ઘટે તો જિંદગી ઘટે. પણ અમારી લાજપોર જેલની ભાઈબંધી છે હો ભાઈ. એમાં કાંઈ ન ઘટે. અમારી ફ્રેન્ડશિપ એટલે કૃષ્ણ સુદામાની જોડી છે. બાકી જો, મગજ હટે તો બધાનો બાપ છીએ. હો મોજ હો.. અમારી જેલની ભાઈબંધીને નજર ન લગાવતા હો….’

Leave a Reply

Your email address will not be published.