અમેરિકાના બાઈડને કહ્યું, રશિયાની સામે યુદ્ધ લડવામાં આવે અને ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત કરવામાં આવે - Jan Avaj News

અમેરિકાના બાઈડને કહ્યું, રશિયાની સામે યુદ્ધ લડવામાં આવે અને ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત કરવામાં આવે

રશિયા અને યુક્રેનની વચ્ચે છંછેડાયેલા જંગ દરરોજ વધુને વધુ આક્રમક બનતું જઈ રહ્યું છે. યુક્રેને આત્મસમર્પણની ના પાડ્યા બાદ પુતિને પોતાની સેનાને હુમલા વધારે આક્રમક બનાવાના આદેશ આપ્યા છે. ત્યાર બાદ રશિયા સેના યુક્રેન પર ચારેતરફથી તૂટી પડી છે. યુક્રેનના બીજા નંબરના સૌથી મોટા શહેર ખારકીવમાં ગેસ પાઈપલાઈનને પણ ઉડાવી દેવામાં આવી છે. એક તેલ ડેપો પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. આ તમામની વચ્ચે અમેરિકાનું મોટું નિવેદન આવ્યું છે.

યુક્રેન પર હુમલા પછી અમેરિકા અને તેના સહયોગી દેશોએ રશિયા, તેના અધિકારીઓ, બિઝનેસમેન, બેન્ક અને સંપૂર્ણ ઈકોનોમિક સેક્ટર પર તમામ પ્રકારના પ્રતિબંધોની જાહેરાત કરી છે. હવે આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ નિવેદન આપ્યું છે. બાઈડને કહ્યું કે યુક્રેનને લઈને રશિયા પર લગાવવામાં આવી રહેલા પ્રતિબંધોનો એકમાત્ર વિકલ્પ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત હશે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, રશિયાને રોકવાના બે જ વિકલ્પો છે. પહેલું એ કે, રશિયા સામે સામી છાતીએ યુદ્ધ લડવામાં આવે અને ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત કરવામાં આવે. અથવા તો બીજો વિકલ્પ એ છે કે, એ નક્કી કરવામાં આવે કે, જે પણ દેશ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરશે, તેને તેની કિંમત ચુકવવી પડશે. તેમણે કહ્યું કે, પ્રતિબંધોનો એક વિકલ્પ ત્રીજૂ વિશ્વ યુદ્ધ જ હશે. જે પણ પ્રતિબંધો લગાવામાં આવ્યા છે, તેની વ્યાપક અસર થશે.

યુક્રેન પર હુમલા પછી અમેરિકા, બ્રિટન અને યુરોપીય સંઘે રશિયા પર તમામ પ્રકારના પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકા, બ્રિટન અને યુરોપીય સંઘે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને આર્મી ચીફની સંપત્તિઓને જપ્ત કરવાની જાહેરાત કરી છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની જે.બ્લિંકને શુક્રવારે કહ્યું હતું કે યુક્રેન પર હુમલો કરવાની અવેજીમાં રશિયાએ તેનુ વળતર ચુકવવું પડશે. રશિયાએ કોઈ કારણ વગર જ હુમલો કરતા યુક્રેનના લોકો સંકટનો સામનો કરી રહ્યાં છે. તેની રશિયાની સરકારે એક ગંભીર અને ડેપ્લોમેટિક કિંમત ચુકાવવી પડશે.

બીજી તરફ એક અમેરિકાના રક્ષા અધિકારીએ જણાવ્યું કે રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવથી 30 કિલોમીટર દુર છે. જોકે અધિકારીએ એ અંગેની માહિતી આપી નથી કે કેટલા રશિયાના સૈનિક યુક્રેનમાં દાખલ થયા છે. જોકે અમેરિકાનું અનુમાન છે કે યુક્રેનની સીમાની પાસે રશિયાના લગભગ 1.5 લાખ સૈનિક એકત્રિત થયા હતા. બ્રિટનના રક્ષા મંત્રાલયે કહ્યું કે રાજધાની તરફ આગળ વધી રહેલી રશિયાની સેનાની ગતિ થોડી ધીમી થઈ છે. તેનુ કારણ યુક્રેનની મજબૂત જવાબી કાર્યવાહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ પ્રતિબંધોની વ્યાપક અસર થશે. આ તમામની વચ્ચે અમેરિકા, યુરોપિય સંઘ અને બ્રિટેને રશિયાની સેન્ટ્રલ બેંકને પણ પ્રતિબંધિત કરી દીધી છે. તો વળી અમેરિકા તથા તેના સભ્ય દ્વારા રશિયાને સ્વિફ્ટ સિસ્ટમમાં પણ બૈન કરવા પર સહમતી બની ગઈ છે. જો આવું થશે તો રશિયા આંતરરાષ્ટ્રીય લેવડદેવડથી સમગ્ર પણે કપાઈ જશે અને તેની વ્યાપક અસર જોવા મળશે. જો કે, તેની પ્રતિક્રિયામાં રશિયા ક્રૂડ ઓયલની સપ્લાઈ રોકી શકે છે. જેના ભયંકર પરિણામ યુરોપમાં ભારે ઊર્જા સંકટ તરીકે પણ જોઈ શકાય.

Leave a Reply

Your email address will not be published.