જાણો કઈ રીતે ટોઇંગ ચાર્જ પેટે વસુલ કરેલા 650 રૂપિયા અંતે સુરત ટ્રાફિક પોલીસે જાગૃત નાગરિકને પરત કર્યા - Jan Avaj News

જાણો કઈ રીતે ટોઇંગ ચાર્જ પેટે વસુલ કરેલા 650 રૂપિયા અંતે સુરત ટ્રાફિક પોલીસે જાગૃત નાગરિકને પરત કર્યા

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ માંથી જે કોઈ વાહનો ઉઠાવાના હોય નિયમ મુજબ સૌ પ્રથમ આ વાહનોની વીડીયોગ્રાફી કરવાની હોઈ છે.એટલે કોઈ પણ વાહન માલિકને નો પાર્કિંગ અંગે અથવા વાહનમાં થયેલ નુકશાન અંગે કોઈ પણ ફરિયાદ હોઈ તો આ વિડીઓ માંથી ખાતરી કરી શકે છે. પણ જયારે ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરવામાં આવતા વાહનોની વિડીઓ / ફોટો ઉતારવામાં નહિ આવેલ હોઈ ત્યારે આ પ્રકારની ઘટનાઓ બની શકે છે.

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવસારી ના એક વ્યક્તિ ની બાઈક ગત વર્ષ તા-૦૨-૦૨- ૨૦૨૧ ના રોજ ભાગલ વિસ્તાર માંથી નો પાર્કિંગ ઝોન માંથી ટોઇંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ યુવકે/ બાઈક ચાલકે પટેલ વાડી ગોડાઉન માંથી 650 રૂપિયા માંડવાળ ફી ભરી બાઈક છોડાવી હતી. ત્યારબાદ બાઈક ચાલકે તા-૦૩-૦૨-૨૦૨૧ ના રોજ એક RTI કરીને પોતાની બાઈક નો પાર્કિંગ માં હતી કે નહી તેના CCTV ફૂટેજ અને ફોટોગ્રાફ ની માંગણી કરી હતી.

ટ્રાફિક શાખાના જાહેર માહિતી અધિકારી એ 3 વાગ્યા સુધી નું જ cctv footage યુવકને આપેલ હતું અને અરજદારની બાઈક 4:30 વાગ્યે ટોઇંગ કરેલ હતી જેનો કોઈ ફોટો પણ આપેલ ન હતો. તેથી અરજદારે પ્રથમ અપીલ અધિકારી એવા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિકને અપીલ કરી ને ખૂટતી માહિતી માંગી હતી.

તા 20-04-2021 ના રોજ અપીલ અધિકારી એ 02-02-2021 નું બપોરે 3 થી 5 નું cctv રેકોર્ડિંગ અને અરજદારની બાઈક નો પાર્કિંગ માં હતી તેના ફોટો આપવા હુકમ કરેલ હતો. તા 1-7-21 ના રોજ જા. માં. અધિકારીએ 3 થી 5 નું રેકોર્ડિંગ ટેકનીકલ કારણોસર રેકોર્ડ થયેલ નથી અને મજુર નો મોબાઈલ પડી ગયેલ હોવાથી ફોટો પણ મળી શકે તેમ નથી એવો જવાબ આપેલ હતો.

પ્રથમ અપીલ પછી પણ કોઈ માહિતી નહિ મળતા અરજદારે માહિતી આયોગમાં બીજી અપીલ કરવાની ફરજ પડેલ હતી. અરજદાર દ્વારા આયોગમાં અપીલ કરતા જ જા.માં.અધિકારી, ટ્રાફિક શાખા દ્વારા યુવક પાસેથી વસુલ કરવામાં આવેલ રૂ.650/- પરત આપવાની મંજૂરી માંગવામાં આવેલ હતી.અને આયોગના સુનાવણી ના દિવસ સુધી અરજદાર ને તેમના પૈસા પાછા મળ્યા કે કેમ તે બાબત નો ખુલાસો પણ ટ્રાફિક ખાતા દ્વારા કરી શકશે નહીં. તા.04-01-2022 ના રોજ રાજ્ય માહિતી આયોગમાં આ અંગે સુનાવણી યોજાઈ હતી તેમાં પણ જા. માં.અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીએ ઊપર મુજબ નો જ જવાબ આયોગને આપવામાં આવેલ હતો.

ગુજરાત માહિતી આયોગ દ્વારા પોતાના ચુકાદા માં “3 થી 5 નું CCTV રેકોર્ડિંગ થયેલ ન હોય અને મજુર નો મોબાઈલ પડી ગયેલ હોય તેના કારણો સહિત ની માહિતી અરજદાર ને સોગંદનામાં માં રજૂ કરવા જણાવતા ટ્રાફિક પોલીસ ખાતાની ઉંઘ ઉડી ગઇ હતી. આ સોગંદનામું આયોગમાં કરવાની જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા અરજદાર પાસેથી વસુલવામાં આવેલ રૂ. 650/- તા 11-02-2022 ના રોજ સુરત ટ્રાફિક પોલિસના ટોઇંગ ક્રેન સંચાલક દ્વારા ટ્રાફિક પોલીસ ના DCP સાહેબ ના હુકમ થી અરજદાર ને તેના ખાતા માં રૂ.650 પરત આપવામાં આવેલ છ. જે કિસ્સો કદાચ વસુલ કરવામાં આવેલ રૂપિયા પરત આપવાનો પ્રથમ કિસ્સો હોય તેવું લાગે છે.

ટ્રાફિક પોલીસ દ્વારા તમારુ વાહન પણ નો પાર્કિંગ માંથી ઉઠાવે ત્યારે તમને પણ આ બાબતે કોઈ ફરિયાદ હોય તો તમે પણ આ રીતે વીડિયો ફૂટેજ અથવા સ્થળના ફોટોની માંગણી કરી શકો છો.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj Media ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.