યૂક્રેનના રાષ્ટ્રપતિએ ફોન કરીને PM મોદી સાથે કરી વાત, ભારત પાસે માંગી આ મદદ - Jan Avaj News

યૂક્રેનના રાષ્ટ્રપતિએ ફોન કરીને PM મોદી સાથે કરી વાત, ભારત પાસે માંગી આ મદદ

રશિયા સાથેના યુદ્ધની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સ્થિતિની જાણકારી આપી હતી. રશિયાના હુમલાથી થયેલી તબાહીનું વર્ણન કરતા તેમણે ભારત પાસે મદદ માંગી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ પોતે ટ્વિટ કરીને આ વાતચીતની માહિતી આપી હતી. ઝેલેન્સકીએ કહ્યું, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. રશિયન હુમલાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે તેમને માહિતગાર કર્યા. અત્યારે અમારી જમીન પર એક લાખથી વધુ ઘૂસણખોરો હાજર છે. તેઓ અમારા રહેણાંક વિસ્તારોમાં સતત બોમ્બ ધડાકા કરી રહ્યા છે. પીએમ મોદીને આ હુમલા સામે સુરક્ષા પરિષદમાં અમને રાજકીય સમર્થન આપવા વિનંતી કરી.

બીજી તરફ યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ વચ્ચે એક મોટી જાહેરાત પણ કરી છે. તેમણે યૂક્રેન છોડવાની અમેરિકાની ઓફર ઠુકરાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અમને શસ્ત્રો જોઈએ છે, સવારી નહીં. હકીકતમાં, આજે યુએસ એરફોર્સના ત્રણ એરક્રાફ્ટ રોમાનિયા એરસ્પેસમાં ઉડતા જોવા મળ્યા છે. આ વિમાનોએ ત્રણ કલાકથી વધુ સમય સુધી ઉડાન ભરી છે. તેમા એક વિમાન પોલેન્ડ એરસ્પેસમાં ઈંધણ ભરવાવાળું વિમાન પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન અમેરિક તરફથી રેસ્ક્યૂ માટે મોકલવામાં આવ્યું હતું.

યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. ઝેલેંસ્કીએ પીએમ મોદીને રશિયાની કાર્યવાહી અંગે જાણકારી આપી છે. ઝેલેંસ્કીએ અપીલ કરી છે કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમારું રાજકીય સમર્થન કરવું જોઈએ.

તેમણે પીએમ મોદીને કહ્યું કે અત્યારે રશિયાના એક લાખથી વધુ સૈનિકો અમારી ધરતી પર છે. રશિયા-યૂક્રેન યુદ્ધમાં અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ કહ્યું છે કે ત્રણ દિવસના યુદ્ધમાં તેમના 137 જવાનોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 10 લશ્કરી અધિકારીઓ છે. યૂક્રેનની સેનાનો દાવો છે કે તેઓએ 1000 થી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે.

આ બધાની વચ્ચે યુક્રેનની સરકાર સતત અન્ય દેશોને કોલ કરીને પરિસ્થિતિથી વાકેફ કરી રહી છે. યુક્રેનના વિદેશ મંત્રીએ શુક્રવારે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરને કોલ કરીને રશિયા-યુક્રેન યુદ્ધની તાજેતરની સ્થિતિ વિશે જણાવ્યું. શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સ્થિતિ સમજાવવાની સાથે સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ મદદ માંગી હતી. બીજી તરફ, રશિયન સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે તેઓએ યૂક્રેનમાં 211 સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા છે. અહીં યૂક્રેન દાવો કરે છે કે તેણે ઓછામાં ઓછી 80 રશિયન ટેન્ક, 516 બખ્તરબંધ વાહનો, 7 હેલિકોપ્ટર, 10 એરક્રાફ્ટ અને 20 ક્રૂઝ મિસાઇલોનો નાશ કર્યો છે.

રશિયાએ પોલેન્ડ અને ચેક રિપબ્લિક માટે તેના એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. પોલેન્ડ અને ચેક રિપબ્લિક દ્વારા એરસ્પેસ બંધ કરવાના પગલા બાદ રશિયાએ આ પગલું ભર્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં પીએમ નરેન્દ્ર મોદીએ યુદ્ધના કારણે જાન-માલના નુકસાન પર ઊંડું દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે એ વાત પર ભાર મુક્યો કે બંને પક્ષ હિંસા રોકીને વાતચીતની ટેબલ પર આવે. પીએમ મોદીએ કહ્યું કે ભારત સંઘર્ષને રોકવા માટેના કોઈપણ પગલાને સંપૂર્ણ સમર્થન આપશે અને આ પ્રક્રિયાને આગળ લઈ જશે.

Leave a Reply

Your email address will not be published.