લગ્ન બાદ અલ્પા પટેલ નો પહેલો ડાયરો! બોલાવી એવી રમઝટ કે લોકોએ.. - Jan Avaj News

લગ્ન બાદ અલ્પા પટેલ નો પહેલો ડાયરો! બોલાવી એવી રમઝટ કે લોકોએ..

હાલમાં લગ્નનો સમય ગાળો ચાલી રહ્યો છે તેવામાં અનેક દંપતિ પોતાના નવા જીવનનો શ્રી ગણેશ કરશે અને અમુક દંપતિ નવા જીવનની શરૂઆત કરી ચૂકી છે. આપણે સૌ જાણીએ છિએ કે કોરોના ના ને કારણે બે વર્ષમાં લગ્નની સિઝન ઘણી નબળી જોવા મળી હતી.

પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે અને કોરોના હળવો પડતાં અમુક નિયમ અંતર્ગત લોકો ને લગ્ન માટે અમુક છૂટ છાટ આપવામાં આવી છે. જેને લઈને લોકોએ પણ આ લગ્નના સમયગાળા નો પૂરતો લાભ લીધો છે. તેવામાં લગ્નના આ સમયમા સામાન્ય વ્યક્તિથિ લઈને અનેક કલાકારો પણ લગ્નના બંધનમાં જોડાયા છે.

આપણે સૌ જાણીએ છિએ કે તાજેતરમાં જ ગુજરાત ના લોકપ્રિય ગાયક અલ્પા પટેલ ના પણ લગ્ન થયા છે તેમના લગ્ન અને પ્રિ વેડીગ ફોટો શૂટ પણ લોકો ને ઘણું પસંદ આવ્યું છે. જણાવી દઈએ કે અલ્પાબેન પટેલ ના લગ્ન ઉદય ગજેરા સાથે 17 ફેબ્રુઆરી ના રોજ થયા છે જ્યારે 9 નવેમ્બર ના રોજ અલ્પા બહેને ઉદય ગજેરા સાથે સગાઇ કરી હતી.

જો વાત તેમના લગ્ન અંગે કરીએ તો અલ્પા બેનના લગ્નમાં કીર્તિદાન ગઢવી, સાંઇરામ દવે અને રાજભા ગઢવી ઉપરાંત જીગનેશ કવિરાજ અને દેવાયત ખવડ જેવા અનેક કલાકારો એ પોતાના પર્ફોર્મન્સ દ્વારા આ માંગલમય પ્રસંગને વધુ શોભાઇ માન કર્યો જો કે સૌથી ભાવુક ક્ષણ ત્યારે આવ્યો કે જ્યારે કીર્તિદાન ગઢવી સ્ટેજ પર ગયા અને ‘ તેરી લાડકી ‘ ગીત ગાયું આ સમયે અલ્પા બેન સહિત તેમના પરિવાર અને ઉદય ના પરિવાર ના લોકો પણ ઘણા ભાવુક થઈ ગયા છે.

આપણે સૌ જાણીએ છિએ કે અલ્પા બેનના લગ્ન ઘણા જ ભવ્ય અને મોંઘા હતા તેમણે લગ્ન માટે ઘણો ખર્ચો કર્યો છે જો કે જણાવી દઈએ કે અલ્પા પટેલ લગ્નની તુરંત બાદ પતિ ઉદય સાથે અમદાવાદના નિકોલમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા.

તેવામાં ફરી એક વખત લગ્ન બાદ પહેલી વખત અલ્પા પટેલ સ્ટેજ પર પરત્ ફર્યા છે અને લોકોને પોતાના અવાજ થી નચાવ્વા માટે તૈયાર છે જણાવી દઈએ કે હાલમાં જ મહા શિવરાત્રીના નિમિતે અલ્પા પટેલના ડાયરા નું આયોજન હતું. જેમાં તેમણે એવી રમઝટ બોલાવી અને લોકોને ડોલ્વા પર મજ્બુર કરી દીધા કે ડાયરામાં ઉપસ્થિત લોકો ખુશ થઇ ગયા અને ચાલુ ડાયરામાં લોકોએ અલ્પા પટેલ પર પૈસાનો વરસાદ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.