અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, અમદાવાદ માટે કપરાં ચઢાણ ગુજરાતમાં જોવા મળશે ધાતક અસર, આ વિસ્તારને કરશે વધુ અસર - Jan Avaj News

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, અમદાવાદ માટે કપરાં ચઢાણ ગુજરાતમાં જોવા મળશે ધાતક અસર, આ વિસ્તારને કરશે વધુ અસર

અરવલ્લીમા મંગળવારે સૌથી વધુ 21 ડિગ્રી લઘુતમ તાપમાન તાપમાન તો સાબરકાંઠા 18, મહેસાણા,બનાસકાંઠા 17 જયારે પાટણમાં સૌથી ઓછું 16 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ત્યારે આગામી દિવસોમા અસહ્ય ગરમીની શરૂઆત થવાની શક્યતા હવામાન વિભાગના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગની મોટી આગાહી આગામી 13 વર્ષમાં અમદાવાદ માટે કપરાં ચઢાણ, ગુજરાતમાં જોવા મળશે ધાતક અસર અમદાવાદ ઉનાળામાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે. જેથી હીટવેવના દિવસોમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બે મહિનામાં પશ્ચિમ અને તેનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતનમા ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. તેમ છતાં રાત્રે અને વહેલી સવારે ભેજ વાળા પવનો કારણે સામાન્ય ઠંડી પણ જોવા મળી રહી છે. અરવલ્લીમા મંગળવારે સૌથી વધુ 21 ડિગ્રી લઘુતમ તાપમાન તાપમાન તો સાબરકાંઠા 18, મહેસાણા,બનાસકાંઠા 17 જયારે પાટણમાં સૌથી ઓછું 16 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ત્યારે આગામી દિવસોમા અસહ્ય ગરમીની શરૂઆત થવાની શક્યતા હવામાન વિભાગના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

IMDની આગાહી મુજબ માર્ચમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ધોમધખતો તાપ જોવા મળશે. મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ, મેમાં કાળઝાળ ગરમી પડશે. ગુજરાત, રાજસ્થાનના પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાં ઉનાળે ગરમીના નવા રેકોર્ડ સર્જાઈ શકે છે.

વિશ્વની સૌથી મોટી સમસ્યા કોઈ હોય તો એ છે જળવાયુ પરિવર્તન. ભારત સહિત દુનિયાના લગભગ તમામ દેશો જળવાયુ પરિવર્તનનો શિકાર બની રહ્યા છે. જો આ સમસ્યાનું સમયસર નિરાકરણ લેવામાં નહીં આવે તો દુનિયાએ માઠા પરિણામ ભોગવવા પડશે. ક્લાઈમેટ ચેન્જની અસરને લીધે વર્ષ 2035 સુધીમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં વસવાટ ધરાવનાર 1.10 કરોડ લોકો પર આગ ઝરતી ગરમીનું ગંભીર સંકટ સર્જાઈ શકે છે, એટલે કે શહેરની આટલી વિશાળ પ્રજા ભટ્ઠીની આગની માફક ગરમીમાં સેકાવું પડી શકે છે.

ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ(આઈપીસીસી)ના રિપોર્ટમાં પણ આ જ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ રિપોર્ટ ખતરાની ઘંટી સમાન છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાતાવરણ બદલવાને કારણે જરૂર કરતા વધારે અથવા ઓછો વરસાદ, પૂરની સ્થિતિ અથવા અતિશય ગરમીનો સામનો કરવો પડી શકે છે. આટલુ જ નહીં, વધતા તાપમાનને કારણે ભારતમાં કૃષિ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.

ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરભારતમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં તેની કોઈ અસર જોવા મળશે નહીં. તેવો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે જામનગર સહિત સૌરાષ્ટ્રમાં રાબેતા મુજબ ઉનાળો શરૂ થશે.

તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે જ પવનની ગતિ ચાર પાંચ સુધી રહેશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સતત ત્રીજા દિવસે ગાઢ ધુમ્મસ પડ્યા બાદ વાતાવરણ એકદમ બદલાઈ ગયું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઉનાળો શરૂ થઇ રહ્યો છે. અને શિયાળો હવે અંત તરફ જવા લાગ્યો છે.

પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમુક વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જામનગરમાં છેલ્લા એક જ સપ્તાહમાં હવામાનમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે.માત્ર એક જ સપ્તાહમાં લઘુત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી જેટલો ઘટી ગયો છે. જેના કારણે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે વરસાદી માહોલ સર્જાયા બાદ ફરી અચાનક ઠંડી ના જોર પકડ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જામનગરમાં સતત બે દિવસ સુધી કમોસમી વરસાદ થયો હતો. બે દિવસ વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં ચિંતા વધી હતી પરંતુ હવે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે.અચાનક કમોસમી માવઠું થવાને કારણે રવિપાકને નુકસાન થઈ શકે છે. કમોસમી વરસાદને કારણે રવિ પાક ની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.