ગુજરાતમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર જાણો ક્યાં પડી શકે છે વરસાદ - Jan Avaj News

ગુજરાતમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર જાણો ક્યાં પડી શકે છે વરસાદ

રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ક્યાંક છુટો છવાયો તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં માવઠા અથવા માવઠાની અસર વર્તાઈ શકે, જેને લઇ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શિયાળામાં સતત ચાર માવઠાથી ખેડૂતોની કમર તૂટી ગઈ હતી. ત્યારે ઉનાળાની શરૂઆત પહેલાં જ વધુ એક માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે.

હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાઈ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી એક બે દિવસમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે. વધુ એક વખત માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. ઉનાળાના આગમન પહેલાં ફરી એકવાર મોસમમાં બદલાવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની દ્વારા બે – ચાર દિવસમાં રાજ્યના ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.

હવામાન વિભાગે સોમવારે શહેરમાં મહતમ તાપમાનનો પારો 35 થી 36 ડિગ્રી નોંધાય તેવી શકયતા દર્શાવી છે. જ્યારે લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રી રહી શકે છે. જેમાં ભેજનું પ્રમાણ 27 ટકા અને હવાની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આવતીકાલ મંગળવારે શહેરમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 34 ટકા અને હવાની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાકની નોંધવાની સંભાવના રહેલી છે.

ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ આ વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં અતિ સામાન્ય વરસાદ પડશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર રાજ્યમાં જોવા મળવાની છે.

રાજ્યના આ જિલ્લામાં જોવા મળશે વરસાદની અસરરાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના નર્મદા, તાપી, વલસાડ, દાહોદ અને પંચમહાલ જેવા વિસ્તારોમાં અતિ સામાન્ય વરસાદ આવી શકે છે. રાજ્યના હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેર પડશે નહીં.

રાજ્યમાંથી શિયાળાની સત્તાવાર વિદાયતો ગુજરાતમાં હવે શિયાળાની વિદાય થઈ ગઈ છે. હવે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો પણ થઈ શકે છે.

આ વર્ષે વધુ ગરમી પડશેઉનાળામાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે. જેથી હીટવેવના દિવસોમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બે મહિનામાં પશ્ચિમ અને તેનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે.

આ રાજ્યોમાં ધોમ તડકો પડશે IMDની આગાહી મુજબ માર્ચમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ધોમધખતો તાપ જોવા મળશે. મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ, મેમાં કાળઝાળ ગરમી પડશે. ગુજરાત, રાજસ્થાનના પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાં ઉનાળે ગરમીના નવા રેકોર્ડ સર્જાઈ શકે છે.

ગુજરાતરાજ્ય અડીને આવેલ નંદુરબાર જિલ્લાના શહાદા તાલુકામા કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. હવામાન વિભાગે નંદુરબાર જિલ્લામાં 7થી 9 માર્ચની વચ્ચે કમોસમી વરસાદ સાથે કરા પડવાની આગાહી કરી હતી. માવઠા સાથે વીજળી પડતા બોરસલે ગામના ખેતરમાં કામ કરતી યુવતીનું મોત નીપજ્યુ હતુ.

બોરસલે ગામની શિતલ રાકેશ ગીરાસે ગઈકાલે ખેતરમાં કામ કરતી હતી. તે દરમિયાન વીજળી પડતા તેમનું મોત નીપજ્યુ હતુ. આ સાથે અન્ય યુવતી ગાયત્રી ગિરાસે ઇજાગ્રસ્ત થઈ છે.

શહાદા તાલુકાના મલગાવ, વડાળી, બામખેડા વિસ્તારમાં સોમવારે અને મંગળવારે કરા અને કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ઘઉં, ચણા અને જુવારના પાકને ભારે નુકસાન થયું છે. સમગ્ર જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે જેના કારણે શાકભાજીના પાકને અસર થવાની ધારણા છે. હવામાન વિભાગે 9 માર્ચ સુધી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હોવાથી ખેડૂતોએ તેમની ખેત પેદાશોની કાળજી લેવાની જરૂર છે.

ગુજરાતના તાપી જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકામાં સોમ અને મંગળવારથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. કમોસમી વરસાદ સાથે બરફના કરા પડી રહ્યાં છે. જેના કારણે સફેદ ચાદર પણ પથરાય જાય છે.

રાજ્યના હવામાનની વાત કરીએ તો, આગાહી અનુસાર, 10 માર્ચ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજથી 10 માર્ચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાતાવરણ પલટો આવી શકે છે. જોકે, આ વરસાદ હળવો હોય શકે છે. ત્યારે સાપુતારામાં ધુમ્મસ સાથે કમોસમી વરસાદ થયો હતો.

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, માર્ચ મહિનામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવશે. જેનું કારણ છે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. 12 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.

હવામાન ખાતાની આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરુચ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરાવલી, ખેડા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.