અંબાલાલ પટેલે ચોમાસા અંગે કરી મોટી આગાહીસૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી - Jan Avaj News

અંબાલાલ પટેલે ચોમાસા અંગે કરી મોટી આગાહીસૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ, આગામી 48 કલાકમાં લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થશે, તથા આગામી 4-5 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો વધારો જોવા મળી રહ્યો નથી.

આ જિલ્લાઓમાં હિટવેવની આગાહીહવામાન વિભાગ મુજબ, આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તથા મહેસાણા, સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, અમરેલી તથા સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવના પગલે લોકોને સાવધાની રાખવા કહેવાયું છે. આ જિલ્લાઓમાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે. તથા કો-મોર્બિડ લોકો, વૃદ્ધો, નાના બાળકોને તડકામાં જવાનું ટાળવા સલાહ આપવામાં આવી છે, તથા લોકોને લાઈટ કલરના અને લૂઝ કોટનના કપડા પહેરવા અને બપોરના સમયે બહાર જતા માથાના ભાગને કવર કરવા કહેવાયું છે.

આ વખતે માર્ચ મહિનામાં સૌથી વધુ ગરમીછેલ્લાં 10 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં ગરમીનો પારો 15 માર્ચ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો છે. અગાઉ સૌથી વધુ 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન 28 માર્ચ-2017ના રોજ નોંધાયું હતું. ગત વર્ષે 29 માર્ચના 41.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 5 વર્ષમાં ચોથી વખત માર્ચમાં હીટવેવહવામાનશાસ્ત્રી અંકિત પટેલના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં મોટે ભાગે 25 માર્ચ પછી ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ પહોંચતો હોય છે, તેને બદલે 15 માર્ચ સુધીમાં રેકોર્ડબ્રેક 41.5 ડિગ્રી ગરમી નોંધાઇ હોય તેવી 20 વર્ષમાં પ્રથમવાર બન્યું હતું. જેનું મુખ્ય કારણ છે કે, દરિયાની સપાટીથી દોઢ કિલોમીટરના અંતરે એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન રચાયું છે, જેને લીધે હીટવેવમાં અસામાન્ય વધારો થતાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમ સુકા પવનોથી લુ સાથેના પવનો ફુંકાયા હતા.

થોડા જ દિવસોમાં શરૂ થઈ ગઈ કાળઝાળ ગરમી ટૂંકા સમયમાં જ પડવા લાગેલી કાળઝાળ ગરમીમાં પરસેવે ન્હાતા ગુજરાતીઓ માટે એક થોડા સારા સમાચાર છે. આગામી ચાર દિવસ સુધી હિટવેવની અસર નહીં થાય અને ગરમીમાં આંશિક રાહત જોવા મળે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે હોળી-ધૂળેટીના તહેવાર પછી ગરમીમાં ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરાઈ હતી પરંતુ એ અગાઉના અઠવાડિયા અઠવાડિયા દરમિયાન લોકોએ ગરમીનો મારો સહન કરવો પડ્યો હતો. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી પર પહોંચી ગયું હતું. આ સિવાય રાજ્યના ઘણાં ભાગોમાં લઘુત્તમ તાપમાનનો આંકડો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો.

ત્યારે આજે પાછું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બે દિવસ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને બનાસ કાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરવામાં આવી હતી. પણ હવે ફરી ચાર દિવસ માટે રાહત જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતનાં આ વિસ્તારોમાં રહેશે વધારે ગરમી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પણ અમદાવાદ વડોદરા આણંદ અને દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારોમાં ચાર દિવસ પૂરતી હિટવેવમાંથી રાહત મળે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.