અંબાલાલ પટેલ ની મોટી આગાહી સૌરાષ્ટ્ર ના આ વિસ્તારોમા કમોસમી વરસાદ ની આગાહી 2022 કેવો રહેશે ઉનાળો જાણો - Jan Avaj News

અંબાલાલ પટેલ ની મોટી આગાહી સૌરાષ્ટ્ર ના આ વિસ્તારોમા કમોસમી વરસાદ ની આગાહી 2022 કેવો રહેશે ઉનાળો જાણો

હવામાન વિભાગ દ્વારા લગાવેલા પૂર્વાનુમાનમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચથી મેં મહિના દરમિયાન ઉત્તરપૂર્વીય ભારતના મોટાભાગના ભાગો, મધ્ય ભારત અને પૂર્વીય દરિયાકાંઠાના પ્રદેશો, ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો અને હિમાલય નદી કિનારે કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 5 થી 12 માર્ચ દરમિયાન હળવાથી કમોસમી વરસાદ રહેવાની શક્યતા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હતી 8 થી 10 માર્ચ દરમ્યાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની પણ શક્યતા છે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે

તે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.હવામાન ખાતાએ પણ જણાવ્યું કે માર્ચ મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવવાની પૂરેપૂરી શક્યતા છે. જેનું માત્ર કારણ એ છે કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે.

જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે.5 થી 12 માર્ચ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બરફ વર્ષા અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે.

જેની અસર ગુજરાતના વાતાવરણ પર પડશે.ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવન ફુંકાઈ રહ્યા છે જેના કારણે હાલમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે અને બપોર થતાં ગરમી નો ફૂલ અહેસાસ થઇ રહ્યો છે.

ગુજરાતમાં હવે આમ તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે 7 માર્ચ ના ડાંગ, નર્મદા અને તાપી માં સામાન્ય વરસાદ સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા છે.ઉત્તરભારતમાં ઠંડી લગભગ પૂરી થઈ ગઈ છે. લોકો આ મહિને હોળી ના તહેવાર ની રાહ જોઈ રહ્યા છે

પરંતુ આ બધાની વચ્ચે રાજધાની દિલ્હીમાં દર બીજા દિવસે હવામાન બદલાઈ રહ્યું છે.જ્યારે સવાર અને સાંજના સમય હજુ થોડી ઠંડી રહે છે પરંતુ બપોર ના સમયે જોરદાર પવન ફુંકાય છે ત્યારે હવે આગામી દિવસોમાં રાજધાની માં વરસાદ થવાની છે.આવી સ્થિતિમાં લોકોની મુશ્કેલી વધવાની છે.

આમ તો હાલ ઉનાળાની શરૂઆત થઈ જ ગઈ છે. માર્ચ મહિનાથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે અને ઉનાળાની ગરમીનો અનુભવ થવાનો શરૂ થઈ જશે. કોઈપણ ઋતુ શરૂ થાય તે પહેલાં ભારત હવામાન વિભાગ પૂર્વાનુમાન જાહેર કરે છે. આ ઉપરાંત ઉનાળા ઋતુની શરૂઆત થતા કહેવાય રહ્યું છે કે, દર વખત કરતા આ વર્ષ લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.

મળતી માહિતી મુજબ, મનોરમાં મોહન્તિ હવામાન વિભાગના ડાયરેક્ટર છે. તેમના જણાવ્યા અનુસાર, ઉનાળો શરૂ થતા જ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું. જેમાં માર્ચથી લઈને મેં મહિનામાં તાપમાન કેટલું રહેશે તેને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન, ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તરપૂર્વ ભારતના ઉત્તરીય ભાગોમાં, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતથી આગળના ઘણા વિસ્તારોનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, અનુમાન દરમિયાન જણાવવામાં આવ્યું છે કે રાત્રી અને દિવસ બંનેનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે જેના કારણે ઉનાળામાં ભારે ગરમી પડી શકે છે.

આમ તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ જ ગઈ છે. પરંતુ, માર્ચ મહિનાની શરૂઆતમાં મહત્તમ તાપમાન 35 ડીગ્રીએ પહોંચ્યું છે. આ અંગે હવામાન વિભાગનું કહેવું છે કે, અત્યારે તાપમાન સામાન્ય છે. માર્ચના અંત સુધીમાં સામાન્ય રીતે 40 ડીગ્રી આસપાસ તાપમાન રહેતું હોય છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષનો ઉનાળો ખુબ જ ભયંકર હોઈ શકે છે.

જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાશે. જોકે, દરેક જિલ્લાના અલગ અલગ તાપમાન રહેતું હોય છે અને અલગ અલગ વિસ્તારના માપદંડ અલગ હોય છે. સમગ્ર ભારતમાં આ વર્ષે દર વખત કરતા વધારે પ્રમાણમાં ગરમી પડવાની શક્યતા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.