બૉલીવુડ અભિનેત્રી અર્ચના ગુપ્તાએ હનુમાનજીના દર્શન દાદા ને શિસ ઝુકાવ્યું, પછી કહ્યું કે……… - Jan Avaj News

બૉલીવુડ અભિનેત્રી અર્ચના ગુપ્તાએ હનુમાનજીના દર્શન દાદા ને શિસ ઝુકાવ્યું, પછી કહ્યું કે………

બોટાદ જીલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિરે બોલિવુડ, ભોજપુરી તથા કન્નડ અભિનેત્રી અર્ચના ગુપ્તા તેના પરિવારને લઈને હનુમાનજી દાદાનાં દર્શન કરવા આવી હતી.

અભિનેત્રી તથા તેના પરિવારે અહી ખૂબ જ આનંદ પણ માણ્યો તથા દર્શન પણ કર્યા. તેઓએ હનુમાનજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમનું કહેવું છે કે ગુજરાતના લોકો ખૂબ જ માન-સમ્માન આપે છે, ખૂબ જ પ્રેમ આપે છે આવું કહી ગુજરાતના ભરપેટ વખાણ કર્યા હતા.

ગુજરાતના તથા તેના લોકોની વાત જ અલગ છે કે જે કોઈપણ અહી આવે છે ગુજરાત તેને પોતાની તરફ આકર્ષિત કરી જ લે છે. ગુજરાતમાં પોતાના રહેણ સહેણ, હરવા ફરવાનાં સુપ્રસિધ સ્થળો તથા સાથે સાથે થેપલા, ઢોકળા અને ફાફડા માટે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલમાં જ એક કન્નડ અભિનેત્રી પણ પરિવાર સહીત ગુજરાત આવી હતી તથા તે પણ ગુજરાતની મહિમા જોઈ ખુદને ગુજરાત તથા અહીના લોકોના વખાણ કરતા રોકી ન શકી.

અર્ચના ગુપ્તા તો માત્ર ગુજરાતથી જ નહી પણ અહીની ભાષાથી પણ અત્યંત પ્રભાવિત થઇ હતી. તેણે ગુજરાતનાં વખાણ તો કર્યા જ પરંતુ ગુજરાતી ભાષામાં કેમ છો કહીને વાતચીત પણ કરી હતી. અર્ચના આગળ કહે છે કે આજે હનુમાન દાદાનાં દર્શન કરવાનો મને લ્હાવો મળ્યો છે, તેથી હું ખુદને ખૂબ જ ધન્ય અનુભવું છું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.