કપાસના ભાવ ઐતિહાસિક સપાટીએ, વિશ્વ બજારનાં ભાવમાં ભુક્કા બોલાવી તેજી, જાણો શું કહે છે નિષ્ણાત - Jan Avaj News

કપાસના ભાવ ઐતિહાસિક સપાટીએ, વિશ્વ બજારનાં ભાવમાં ભુક્કા બોલાવી તેજી, જાણો શું કહે છે નિષ્ણાત

ગુજરાત સહિત પુરા દેશના બજારમાં કપાસની માંગ ખુબજ છે.જેના કારણે કપાસના વેપારીઓ ખેડૂતો પાસે થી કપાસ ખુબજ મોટા પ્રમાણમાં ખરીદે છે ત્યારે આ માંગને કારણે ખેડૂતોને ઊંચા ભાવ મળ્યા છે.

આ વર્ષે કપાસના ભાવ રેકોર્ડ સપાટીએ પોહચી ગયા છે એમાં કાઠિયાવાડી કપાસના ભાવ ખુબ સારા પ્રમાણમાં બોલાઈ રહ્યા છે કપાસના ભાવ 2250 ને પાર પહોંચી ગયા છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો કપાસનો ભાવ 1500થી 2111રૂપિયા સુધી બોલી રહ્યો છે અમરેલી માર્કેટયાર્ડમાં 1409થી લઈને 2158રૂપિયા સુધી ભાવ બોલી રહ્યો છે.

ગોંડલ માર્કેટ યાર્ડના કપાસના ભાવ 1211 રૂપિયાથી લઈને 2201 રૂપિયા સુધી બોલાય રહ્યા છે.જસદણ માર્કેટ યાર્ડ ના કપાસના ભાવ 1550 થી લઈને 2121 રૂપિયા બોલાઇ રહ્યા છે.

મોરબી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1601 થી લઈને 2011 રૂપિયા સુધી બોલાય રહ્યા છે.રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1565 રૂપિયાથી લઈને 2178 રૂપિયા સુધી બોલાઇ રહ્યા છે.

જૂનાગઢના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1900 થી લઈને 2010 રૂપિયા સુધી બોલાઇ રહ્યા છે.મહુવા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે, પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.