14 મહિના બાદ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યો ભાવ,સોનાના ભાવમાં ફરી એક વખત થયો મોટો ફેરફાર, એક દિવસમાં ભાવ પહોંચ્યા આટલા હજારને પાર જાણો સોનાનો લેટેસ્ટ ભાવ - Jan Avaj News

14 મહિના બાદ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યો ભાવ,સોનાના ભાવમાં ફરી એક વખત થયો મોટો ફેરફાર, એક દિવસમાં ભાવ પહોંચ્યા આટલા હજારને પાર જાણો સોનાનો લેટેસ્ટ ભાવ

દેશના બુલિયન માર્કેટમાં આજે શનિવાર 5 માર્ચ 2022 ના રોજ સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. હકીકતમાં રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદના કારણે વિશ્વભરમાં બુલિયન માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે અને છેલ્લા ઘણા દિવસથી સોનાના ભાવ પચાસ હજાર રૂપિયાના આંકડાને પાર થઈ ગયું હતું.

સોનાની કિંમતમાં વધારા બાદ આજે તેનો ભાવ 52 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ ને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી સોના-ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલમાં ડિલિવરી વાળા સોનાની કિંમત આજે 0.27 ટકા વધી છે. બીજી તરફ ચાંદીના ભાવ 0.54 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.

સોનાની કિંમતો ફરી એકવાર રેકોર્ડ સ્તરે જવા લાગી છે. ઓગસ્ટ 2020 માં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયા ના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી.આજના કારોબારમાં ચાંદીના ભાવ માં 0.5 ટકાનો વધારો થયો છે. આજે એક કિલો ચાંદીનો ભાવ 68,270 રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છેઅને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.

જો તમે સોનું કે સોનાના દાગીના ખરીદવા માંગો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સહિત વિશ્વભરના બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. ભારતીય બુલિયન માર્કેટની સ્થિતિ એવી છે કે અહીં સોના અને ચાંદીની કિંમતો ઝડપથી તેની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી રહી છે. હાલમાં ભારતમાં સોનું રૂ. 51600 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 68000 પ્રતિ કિલોથી ઉપર વેચાઈ રહી છે.

આ કારોબારી સપ્તાહના પાંચમાં દિવસે શુક્રવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોનું 238 રૂપિયા પ્રતિ દસ ગ્રામ મોંઘુ થયું અને 51638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આ પહેલા ગુરૂવારે સોનું 51,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તે જ સમયે, ચાંદી 903 રૂપિયા મોંઘી થઈ અને 68015 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ. આ પહેલા બુધવારે ચાંદી 67112 પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ હતી.

અનુસાર, 24 કેરેટ સોનું દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં 51,600 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ શહેરોમાં 22 કેરેટ સોનાની કિંમત 47,300 રૂપિયા છે. ચેન્નાઈમાં 24 કેરેટ સોનું 52,850 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 48,470 રૂપિયા છે. એક્સાઈઝ ડ્યુટી, સ્ટેટ ટેક્સ અને મેકિંગ ચાર્જિસને કારણે સમગ્ર દેશમાં સોના અને ચાંદીના ભાવ અલગ અલગ હોય છે. ચેન્નાઈમાં 1 કિલો ચાંદીની કિંમત 72,500 રૂપિયા છે. દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં તેની કિંમત 67,300 રૂપિયા છે.

14 થી 24 કેરેટ સોનાનો તાજેતરનો ભાવઆ રીતે ગુરુવારે 24 કેરેટ સોનું રૂ.238 વધી રૂ.51638, 23 કેરેટ સોનું રૂ.237 વધી રૂ.51431, 22 કેરેટ સોનું રૂ.47300 મોંઘું થયું હતું, 18 કેરેટ સોનું રૂ.38729 વધી 179 અને 14 કેરેટ સોનું 139 રૂપિયા મોંઘુ થયું અને 30208 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો.

સોનું 4562 અને ચાંદી 11965 રૂપિયા સસ્તીજો કે, આ વધારા છતાં, ગુરુવારે, સોનું તેની સર્વકાલીન ઊંચાઈ કરતાં લગભગ 4562 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું હતું. અમે તમને જણાવી દઈએ કે સોને ઓગસ્ટ 2020માં તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. તે સમયે સોનું 56200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તે જ સમયે, ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી લગભગ રૂ. 11,955 પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે. ચાંદીનો ઓલ ટાઈમ હાઈ લેવલ 79980 રૂપિયા પ્રતિ કિલો છે.

શિયા તરફથી યુક્રેનમાં યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યા બાદ આજે વિશ્વભરની બજારમાં તેની અસર જોવા મળી છે. ભારતીય શેર બજારમાં ઘટાડા વચ્ચે સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ ક્રૂડ ઓયલની કિંમતમાં પણ સતત તેજી જોવા મળી રહી છે.

હજુ તેજીની શક્યતાઆવનારા સમયમાં સોના તથા ચાંદીના ભાવમાં વધુ તેજી જોવા મળી શકે છે. www.ibjarates.com અનુસાર શુક્રવારે સવારે 999 પ્યોરિટીવાળાસોનાનો ભાવ સામાન્ય તેજી સાથે 51689 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. પરંતુ ચાંદીમાં સવારે ઘટાડો જોવા મળ્યો હતો. આ પહેલાના સત્રમાં સોનું 51638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું તો ચાંદી 68015 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ થઈ હતી.

14 મહિનાના હાઈ લેવલ પર ભાવગ્લોબલ માર્કેટમાં આવેલી તેજીને કારણે સોનાનો ભાવ શુક્રવારે ઘરેલૂ બજારમાં 14 મહિનાના હાઈલેવલ પર પહોંચી ગયો છે. એમસીએક્સ પર બપોરે આશરે 1 કલાકે એપ્રિલની ડિલિવરીવાળું સોનું 51954 રૂપિયા અને જૂન ડિલિવરીવાળું સોનું 52217 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. આ રીતે મે ડિલિવરીવાળી ચાંદી 68230 સ્તર પર ટ્રેડ કરી રહી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું-ચાંદીઆંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1942 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. તો ચાંદીનો ભાવ 25.26 ડોલરના સ્તર પર છે. જાણકારો પ્રમાણે આવનારા સમયમાં સોના-ચાંદીમાં ભાવ વધારો યથાવત રહેશે.

તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

અને ચાંદીના ભાવ પણ 68 હજાર રૂપિયા પર વેચાઈ રહ્યુ છે.આ કારોબારી અઠવાડિયાના છઠ્ઠા દિવસે શનિવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોનું 146 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે અને 51784 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. આ પહેલા શુક્રવારે સોનું 51638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું

અને તે સમયે ચાંદી 84 રૂપિયા સસ્તી થઈ અને 67931 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ અને આ પહેલાં ચાંદી 68015 પ્રતિ કિલોગ્રામ ના સ્તરે બંધ હતી.જોકે આ વધારા છતાં શુક્રવારે સોનુ તેની સર્વકાલીન ઊંચાઈ કરતાં લગભગ 4416 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ વેચાય રહ્યું છે.

તમને જણાવી દઈએ કે સોનુ ઓગસ્ટ 2020 માં તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. તે સમયે સોનુ 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું અને તે સમયે ચાંદી તેના ઉચ્ચત્મ સ્તરથી લગભગ 12049 રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે.ચાંદીનો ઓલ ટાઇમ હાઈ લેવલ 79980 રૂપિયા પ્રતિ કિલો છે.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.