સોના-ચાંદી ના ભાવમાં આગામી સમયમાં ભાવમાં થશે મોટો ઘટાડો સોનું ફરી 46,000 રૂપિયા પર આવશે - Jan Avaj News

સોના-ચાંદી ના ભાવમાં આગામી સમયમાં ભાવમાં થશે મોટો ઘટાડો સોનું ફરી 46,000 રૂપિયા પર આવશે

મોંઘવારીના દોરમાં સારા સમાચાર આવી રહ્યા છે. સોનું ટૂંક સમયમાં સસ્તું થઇ શકે છે. સતત વધતા ભાવ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનું 300 રૂપિયા તૂટી 51600 અને ચાંદી લગભગ 700 રૂપિયા તૂટી 68200 પર બંધ થઈ છે. ત્યારે બુલિયન માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે.

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઈટ અનુસાર, બુલિયન માર્કેટમાં સોનું 239 રૂપિયા સસ્તું થઈ 51653 રૂપિયા પર આવી ગયું છે. એક્સપર્ટ્સનું માનીએ તો આવનારા દિવસોમાં સોનાના ભાવમાં દબાણ આવી શકે છે. તેની પાછળ રશિયા યુક્રેન વચ્ચે અટકાતું યુદ્ધ હોઈ શકે છે. યુદ્ધ પૂર્ણ થવાની સ્થિતિમાં સોનાની ચાલ ઉલ્ટી પડશે.

ઓગસ્ટ 2020 માં બનાવ્યો હતો 56 હજારનો રેકોર્ડસોનું અત્યારે તેના રેકોર્ડ હાઈ કરતા ઘણું નીચે ટ્રેડ કરી રહ્યું છે. વર્ષ 2020 ઓગસ્ટમાં સોનાની કિંમત 5600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી હતી. પરંતુ ત્યારબાદ સતત સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સોનાના ભાવને સપોર્ટ મળ્યો અને તે પાછા 53000 સુધી પહોંચ્યા હતા. પરંતુ ફરી એકવાર ભાવ 52000 ની નીચે છે. રેકોર્ડ હાઈ થી લગભગ 4547 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું સોનું મળી રહ્યું છે.

કેમ આવી શકે છે સોનાના ભાવમાં ભારે ઘટાડોએમ કે ગ્લોબલના રિપોર્ટ અનુસાર, રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ પૂર્ણ થયા બાદ સોનાના ભાવમાં ભારે ઘટાડો નોંધાઈ શકે છે. કિંમત ફરી એકવાર 50 હજાર રૂપિયા નીચે જઈ શકેછે. રશિયા પાસે પણ સોનાનો ભંડાર છે અને તે તેને ગોલ્ડ માર્કેટમાં વેચાવ ઇચ્છે છે. જો આ સોનું બજારમાં આવે છે

તો તેનો પુરવઠો વધશે અને કિંમતોમાં મોટો ઘટાડો આવી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની ચમક ફીકી પડશે. ત્યારે IIFL સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ (કોમોડિટીઝ) અનુજ ગુપ્તાનું કહેવું છે કે સોનાની કિંમત હાલ એક રેન્જમાં ફરી રહી છે. જો રશિયા-યુક્રેન યુદ્ધ પૂર્ણ થઈ જશે તો સોનાની કિંમતમાં ભારે ઘટાડો આવી શકે છે.

કેમ પૂર્ણ થઈ શકે છે રશિયા-યુક્રેન યુદ્ધરશિયા-યુક્રેનમાં છેલ્લા 34 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેને પૂર્ણ કરવા માટે દુનિયાના ઘણા દેશો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ, હવે ભારત તેમાં મોટું ભાગીદાર બનવા જઈ રહ્યું છે. બંને દેશોની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પૂર્ણ કરવાનો ફોર્મ્યૂલા ભારતમાં બનાવવાની તૈયારી છે.

રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોલ અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટની યાત્રાઓને આ ફોર્મ્યુલાનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. રશિયા અને ભારતનાં સંબંધ સારા છે. અમેરિકા કરતા પણ સંબંધ સારા છે. બિડેન યુક્રેન સાથે ઉભા છે. એવામાં ભારત બંને દેશો વચ્ચે મધ્યસ્થતા સારી રીતે કરી શકે છે.

સોનું અને ચાંદીમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને માત્ર નીચી રેન્જમાં જ ટ્રેડ થઈ રહ્યા છે. ગઈ કાલે અમેરિકી બજારોમાં સારી તેજી જોવા મળી હતી, ત્યારબાદ ડૉલરમાં ખરીદી વધી હતી અને સોનાના ભાવ પર તેની અસર જોવા મળી હતી. વૈશ્વિક સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારોમાં સેન્ટિમેન્ટ બગડ્યું હતું અને સોનાના ભાવમાં ઘટાડો થયો હતો.

આજે સોનાના ભાવ કેવા છેઆજે સોનાની કિંમતમાં 350 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, તેના એપ્રિલ વાયદાના ભાવ રૂ. 351 અથવા 0.68 ટકા ઘટીને રૂ. 51,220 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયા છે. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો તે પણ 550 રૂપિયાથી વધુ તૂટ્યો છે. MCX પર ચાંદીના ભાવ મે વાયદામાં રૂ. 555 અથવા 0.81 ટકા ઘટીને રૂ. 67,550 પર આવી ગયા છે. ચાંદીમાં આ ઘટાડો મુખ્યત્વે ઉદ્યોગની માંગમાં ઘટાડાને કારણે આવ્યો છે.

સોના અને ચાંદીના વૈશ્વિક ભાવસોના અને ચાંદીના વૈશ્વિક ભાવ પર નજર કરીએ તો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું આજે 1922.75 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે અને ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી પણ નબળાઈના લાલ નિશાનમાં કારોબાર કરી રહી છે અને આજે ભાવ 24.32 ડોલર પ્રતિ ઔંસના દરે યથાવત છે.

તમારા શહેરનો દર તપાસોતમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.

જાણો કે સોનું સાચું છે કે નકલીઆ સિવાય, તમે સોનું ખરીદતી વખતે એપ દ્વારા તેની શુદ્ધતા પણ ચકાસી શકો છો. સરકારે સોનાની શુદ્ધતા તપાસવા માટે એક એપ બનાવી છે. આ એપનું નામ ‘બીઆઈએસ કેર એપ’ છે. આમાં, ગ્રાહકો શુદ્ધતા ચકાસી શકે છે. આ સિવાય જો સોનાની શુદ્ધતામાં કોઈ ઉણપ હોય તો તમે તેના માટે ફરિયાદ પણ કરી શકો છો. ઉપરાંત, જો તમારા માલનું હોલમાર્ક અથવા લાયસન્સ ખોટું જણાય છે, તો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.