સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો વધારો ટૂંક સમયમાં સોનાનો ભાવ 60,000 થશે સોનાની ખરીદી કરતાં પહેલા જાણી લેજો… - Jan Avaj News

સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો વધારો ટૂંક સમયમાં સોનાનો ભાવ 60,000 થશે સોનાની ખરીદી કરતાં પહેલા જાણી લેજો…

રોકાણકારો તરફ્થી ગોલ્ડ-સિલ્વરમાં અવિરત ખરીદી જોવા મળી રહી છે. જેની પાછળ કિંમતી ધાતુ નવા ભાવો દર્શાવી રહી છે. વૈશ્વિક બજારમાં કોમેક્સ ગોલ્ડ વાયદો મંગળવારે 2028 ડોલરની દોઢ વર્ષની ટોચ પર જોવા મળ્યો હતો. જ્યારે સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 54,250ની 18મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. ચાંદીના ભાવ રૂ. 71,500ની જુલાઈ 2021 પછીની ટોચ પર જોવા મળ્યાં હતાં. વૈશ્વિક બજારમાં તેણે 26 ડોલરની સપાટી પાર કરી હતી.

ચાલુ સપ્તાહની શરૂઆતે 2000 ડોલરની સપાટી પાર કર્યાં બાદ સોમવારે સોનું સાંકડી રેંજમાં અથડાતું રહ્યું હતું. જોકે મંગળવારે સવારે એશિયન સમય મુજબ તેમાં ખરીદી જોવા મળી હતી અને તેણે 2028 ડોલરની ટોચ દર્શાવી હતી. માર્કેટ નિરીક્ષકોના મતે હાલમાં રોકાણકારો સંપૂર્ણપણે જોખમ નહિ લેવાના મૂડમાં છે અને તેથી તેઓ સેફ્ એસેટ્સ તરફ્ વળ્યાં છે. રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે ત્યારે ફેડ તરફ્થી રેટ વૃદ્ધિમાં આક્રમણ વલણ નહિ અપનાવે તેવી ટિપ્પણી પાછળ સોનાની માગ વધી છે. બીજી બાજુ યુદ્ધને કારણે વિવિધ ઈન્ડસ્ટ્રીઅલ કોમોડિટીઝના ભાવમાં તીવ્ર વૃદ્ધિને કારણે ફુગાવામાં વૃદ્ધિ નજીકના દોરમાં અટકશે નહિ.

જે ગોલ્ડની સેફ્હેવનરૂપી માગ જાળવી રાખશે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડ 2028ની સપાટી પાર કરશે તો 2100 અને 2180 ડોલર સુધીનો ઉછાળો દર્શાવી શકે છે. એમસીએક્સ ખાતે ગોલ્ડના ભાવ રૂ. 54,000ની સપાટી પાર કરીને બંધ રહેશે તો 55,500 અને 56,000ના સ્તરો જોવા મળશે. જ્યારબાદ તે રૂ. 60 હજાર સુધીનો સુધારો દર્શાવી શકે છે.

જુલાઈ 2020માં ગોલ્ડે રૂ. 56,191ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. ચાંદી પણ ગોલ્ડની સાથે ખભા મિલાવીને ચાલી રહી છે. બેઝ મેટલ્સમાં તીવ્ર ઉછાળાની અસરે ચાંદીએ છેલ્લાં કેટલાંક સત્રોમાં ગોલ્ડની સરખામણીમાં આઉટપર્ફેર્મન્સ દર્શાવ્યું છે. એનાલિસ્ટ્સ આગામી દિવસોમાં ચાંદીમાં વધુ ઉછાળાની શક્યતા જોઈ રહ્યાં છે. તેમના મતે જો વૈશ્વિક બજારમાં ચાંદી 30 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે. જ્યારે એમસીએક્સ ખાતે તે રૂ. 72,000ની સપાટી પાર કરવામાં સફ્ળ રહેશે તો રૂ. 75,000 અને રૂ. 80 હજારના સ્તરો દર્શાવી શકે છે.

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ છેલ્લા થોડા દિવસોથી કોમોડિટીની કિંમતો સતત વધી રહી છે. સોનાની કિંમત 8 વધીને 53,500 રૂપિયાને પાર ચાલી ગઈ છે. આજે એટલે કે 8મી માર્ચના રોજ પણ સોનાની કિંમતમાં વધારો નોંધાયો છે. જોકે, આજે સોનાની કિંમતમાં નજીવો જ વધારો નોંધાયો હતો. એમસીએક્સ (MCX) પર સોનું 0.02 ટકા વધ્યું હતું. બીજી તરફ ચાંદીની કિંમત માં પણ વધારો ચાલુ રહ્યો છે. ચાંદીની કિંમતમાં આજે 0.15 ટકાનો વધારો જોવા મળ્યો છે.

સોના-ચાંદીની કિંમત આજે સવારે 9:50 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલ વાયદાનું સોનું 13 રૂપિયાના વધારા સાથે 53,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 106 રૂપિયા વધીને 70,075 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 53,530 રૂપિયા જોવા મળ્યું હતું. આ રીતે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 2,670 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસોજો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

દેશના બુલિયન માર્કેટમાં આજે મંગળવાર 8 માર્ચ 2022 ના રોજ સોના-ચાદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. હકીકતમાં રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદના કારણે વિશ્વભરમાં બુલિયન માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે અને છેલ્લા ઘણા દિવસથી સોનાના ભાવ પચાસ હજાર રૂપિયાના આંકડાને પાર થઈ ગયું હતું અને ચાંદીના ભાવ પણ 70 હજાર રૂપિયા ને પાર વેચાઈ રહ્યુ છે.

હાલમાં દેશમાં સોનુ 53600 અને ચાંદી 70600 ના લેવલ પર આવી ગયું છે. આટલો ઉછાળો હોવા છતાં ભારતમાં હાલમાં સોનુ લગભગ 2600 રૂપિયા સસ્તો અને ચાંદી 9400 તેના સર્વકાલીન ઉચ્ચ કરતાં સસ્તું વેચાય રહ્યુ છે. જો બુલિયન બજારમાં જાણકારોનું માનીએ તો સોના-ચાંદીના ભાવમાં તેજીનો તબક્કો ચાલુ રહી શકે છે.

અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 53900 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 49490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ 49490 પ્રતિ 10 ગ્રામ છે ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ 53900 પ્રતિ 10 ગ્રામ છે. વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 49460 પ્રતી 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 53950 રૂપિયા છે.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.