વાહનચાલકો માટે સારા સમાચાર, સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બાબતે આપી મોટી છૂટછાટ - Jan Avaj News

વાહનચાલકો માટે સારા સમાચાર, સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બાબતે આપી મોટી છૂટછાટ

વાહનચાલકો માટે મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે હવે આરટીઓના ધક્કા ખાવાની કે લાંબી લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવાના નિયમોમાં મોટા ફેરફાર કરીને સરળ કરી દીધા છે.

ડ્રાઈવિંગ લાઇસન્સ માટેના કાર્ડ ખલાસ થઇ જતા અરજદારોને લાઇસન્સ આપવાની કામગીરી છેલ્લા ત્રણ માસથી ઠપ થઇ ગઈ છે. અગાઉ થોડા ઘણા કાર્ડ આવ્યા હતા તે પણ ખતમ થઇ જતા હવે રાજ્યના પરિવહન વિભાગે ખાસ પરિપત્ર કરીને જણાવ્યું છે કે, સ્માર્ટકાર્ડ આવે ત્યાં સુધી અરજદારો પરિવહન વિભાગની વેબસાઈટ પરથી ડ્રાઈવિંગ લાઇસન્સ એ4 સાઈઝમાં પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશે અને તે પણ માન્ય ગણાશે.

આ ઉપરાંત એમ પરિવહન અને ડીજીલોકરમાં પણ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઈવિંગ લાઇસન્સ પણ માન્ય ગણાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાઇસન્સ સપ્લાય કરતી એજન્સીનો કરાર પૂર્ણ થતા કાર્ડની સપ્લાય અટકી છે. અગાઉ હલકી ગુણવત્તાના ડ્રાઈવિંગ લાઇસન્સના કાર્ડ વાહનચાલકોને અપાતા રોષ ફેલાયો છે. આ ઉપરાંત કેટલાક અરજદારોને કાર્ડના અભાવે બે-બે મહિનાથી લાઇસન્સ મળ્યું નથી.

​​​​​​​લાઇસન્સના કાર્ડના અભાવે દરરોજના 600થી વધુ અરજદારોના લાઇસન્સ ઈશ્યૂ થઇ શકતા નથી.જેથી તાજેતરમાં જ પરિવહન વિભાગે એક પરિપત્ર કર્યો છે જેમાં જણાવાયું છે કે mparivahan અને Digilocker ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય દસ્તાવેજ ગણાશે.

અરજદારની અરજી એપ્રૂવ થયેથી સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અરજદારના રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચે તે સમયગાળામાં અરજદાર ડ્રાઇવિંગ લાઇસન્સના એ-4 સાઈઝ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકે છે, જે અરજદાર અરજી એપ્રૂવ થયેથી અરજદારને મોબાઇલ નંબર પર મળેલી એસએમએસ લિંક અથવા સારથી પોર્ટલ પર પ્રિન્ટ ડ્રાઈવિંગ લાઇસન્સ વિકલ્પ પસંદ કરી ડાઉનલોડ કરી શકે છે અને ડાઉનલોડ કરેલ આ દસ્તાવેજ મોટર વ્હિકલ રુલ્સ, 1989 અંતર્ગત માન્ય છે.

ટ્રેનિંગ સેન્ટર લઈને સડક અને પરિવહન મંત્રાલય તરફથી કેટલીક માર્ગદર્શિકા અને શરતો પણ છે તેમાં ટ્રેનિંગ સેન્ટર ના ક્ષેત્રફળ થી લઈને ટ્રેનર ની શિક્ષા સામેલ છે.યોગ્ય એજન્સી નક્કી કરશે કે ટુ વ્હીલર,થ્રી વ્હીલર અને સામાન્ય મોટા વાહનો ના ટ્રેનિંગ સેન્ટર ની પાસે ઓછામાં ઓછા એક એકર જમીન હોય, મધ્યમ અને ભારે માલવાહનો કે ટ્રેલર ને માટે સેન્ટર 2 એકર જમીન ની જરૂર રહેશે.

આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.