હવે ગુજરાતનો વારો છે જનતા કંટાળી ગઈ છે ઈસુદાન ગઢવીનો ભાજપને ખુલ્લો પડકારઆપ’નું ઝાડુ… - Jan Avaj News

હવે ગુજરાતનો વારો છે જનતા કંટાળી ગઈ છે ઈસુદાન ગઢવીનો ભાજપને ખુલ્લો પડકારઆપ’નું ઝાડુ…

ગુજરાત આપમાં પણ આશા જાગીપંજાબમાં જે રીતના પરિણામ આવી રહ્યા છે, તે જોતા આમ આદમી પાર્ટી હવે પૂર્ણ રાજ્યમાં પહેલી વાર સત્તાનું રાજસિંહાસન સંભાળવા જઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સત્તા છે, પણ હવે એક સંપૂર્ણ રાજ્યમાં આપ પાર્ટી સત્તા સંભાળવા જઈ રહી છે, ત્યારે આ બાબતની ખુશી સમગ્ર આપ પાર્ટીમાં દેખાઈ રહી છે. ગુજરાત આપ પાર્ટીએ રાજીપો વ્યક્ત કર્યો છે. ત્યાર આ બાબતને લઈને ગુજરાત આપના નેતા ઈશુદાન ગઢવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જનતા હવે અમને પણ મોકો આપશે અને અમે પણ કરીને બતાવીશું, પછી જોજો અહીં ભાજપ કે કોંગ્રેસનું કોઈ નામ નહીં લે. કારણ કે, એ લોકોએ અત્યાર સુધી રાજકારણ કર્યું છે, અમે રાજનીતિ કરવા નહીં પણ રાજનીતિ બદલવા આવ્યા છીએ.આમ આદમી પાર્ટીનું મોડલ, જનતાનું મોડલ જ્યાં એન્ટર થાય છે, ત્યાં બધી પાર્ટીના ભુક્કા નિકળી જાય છે.

ઈશુદાન ગઢવીએ કહી આ વાતઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી છોડીને જતાં લોકોથી કંઈ ફરક પડવાનો નથી, કારણ કે લાખો લોકોએ આપ પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે, તેનો વિશ્વાસ એ નેતાઓ તોડી રહ્યા છે. જો કે, હવે જનતાને વધુ એક વિકલ્પ મળ્યો છે, ગુજરાતમાં આપ પાર્ટી વન સાઈડ ચાલશે, અને તે જનતાની જીત હશે, આમ આદમી પાર્ટીની નહીં. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લડાઈ સ્પષ્ટ પણે ભાજપ સામે જ હશે, કોંગ્રેસ તો ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસની બે રાજ્યોમાં સરકાર છે, અમારે પણ બે રાજ્યોમાં સરકાર છે. પંજાબની જનતાએ આપ પાર્ટીને મોકો આપ્યો છે, હવે ગુજરાતનો વારો છે.

ગુજરાતમાં પણ જનતા અમને મોકો આપશે AAP નેતા ઈસુદાન ગઢવીપંજાબમાં AAPની જીત પર ગુજરાત AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, આ આમ આદમીની જીત, અરવિંદ કેજરીવાના મોડલને લોકોએ સ્વીકાર્યું. કોંગ્રેસ તો ખતમ થઈ ગઈ છે, ગુજરાતમાં અમારી લડાઈ ભાજપ સામે છે. ગુજરાતમાં પણ જનતા અમને મોકો આપશે.

ગોપાલ ઈટાલિયાનું નિવેદનઆપ નેતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આપનું ઝાડૂ પંજાબમાં ફરી વળ્યું છે. દિલ્હી મોડલને પંજાબે પણ સ્વિકાર્યું છે, હવે ગુજરાતનો વારો છે. ગુજરાતમાં પણ આપ જીતશે.

પંજાબે કેજરીવાલ શાસન મોડલને આપી તક, ‘આમ આદમી’ની જીતદિલ્હીના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, અમે ગોવા, ઉત્તરાખંડ અને યુપીમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ ક્યાંક પંજાબ પર ફોકસ હતું. ધીરે ધીરે આ રાજ્યોના લોકો પણ અમારી પાર્ટીમાં વિશ્વાસ કરવા લાગશે. પંજાબે કેજરીવાલના શાસન મોડલને તક આપી છે. આજે તેમના શાસનનું મોડેલ રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત થયું છે. આ ‘આમ આદમી’ (સામાન્ય માણસ)ની જીત છે.

દિલ્હી બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટી સત્તા હાંસલ કરી રહી છે. આપના ઝાડુએ પંજાબમાં તમામ મોટા ચહેરાઓનો સફાયો કરી દીધો છે. શિરોમણી અકાલી દળ પાર્ટીનો બાદલ પરિવાર, કેપ્ટન અમરિન્દર સિંહ, કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની, પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુનો કારમો પરાજય થયો છે.

આ ચૂંટણી પરિણામે આ તમામ દિગ્ગજોને આગામી 5 વર્ષ માટે હાંસિયામાં ધકેલી દીધા છે. 117માંથી 90 બેઠકો પર પ્રચંડ બહુમત તરફથી આગળ વધી રહેલા આપ પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ભગવંત માન બનશે. ધૂરી બેઠક પરથી ચૂંટણી લડનારા ભગવંત માને પોતાની બેઠક પર 45 હજાર મતથી જીતી રહ્યાં છે.

બે બેઠકો પરથી ચૂંટણી લડનારા કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની ભદૌડ અને ચમકોર સાહિબ બન્ને બેઠકો પરથી લગભગ હારી ગયા છે. કારમા પરાજયનો સામનો કરી રહ્લા પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ તેમજ પંજાબના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુના રાજકીય ભવિષ્ય પર આમ આદમી પાર્ટીના ભવ્ય વિજયે અનેક સવાલો ઉભા કરી દીધા છે.

પંજાબમાં આપ એ 2017ની કોંગ્રેસની 77 બેઠકો પર જીતથી ક્યાંય આગળ 90 બેઠકો પર જીત તરફ આગળ વધીને અહીંની પરંપરાગત રાજકીય પાર્ટીઓને પંજાબની રાજનીતિમાં ધૂળ ચાટતી કરી દીધી છે.

આપની આ ભવ્ય જીતથી ભગવંત માનનું મુખ્યમંત્રી બનવાનું નક્કી થઈ ગયું છે. 2017માં 20 બેઠકો જીતીને વિપક્ષની ભૂમિકા ભજવનારી આપના 9 ધારાસભ્યો ચૂંટણી પહેલા જ પાર્ટી છોડીને કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા.

એવું માનવામાં આવે છે કે, પાર્ટીમાં રહેનારા 11 જૂના ધારાસભ્યોમાંથી મોટાભાગનાને મંત્રી બનાવવામાં આવી શકે છે. જેમાં સુનામથી બીજી વખત જીતનારા અમન અરોરા અને વિપક્ષ નેતા રહેલા હરપાલ ચીમાનું કેબિનેટ મંત્રી બનવાનું નક્કી છે. આપ બાદ બીજા નંબર માટે કોંગ્રેસ અને અકાલી દળ વચ્ચે કાંટાની ટક્કર છે. જ્યારે ભાજપ તો ડબલ ડિજિટ સુધી પણ નથી પહોંચી શકી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “જન અવાજ ન્યુઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.