આજથી ગુજરાતમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી વાહન લઈને નીકળો તો આ નિયમ જાણી લેજો…નહીતો ખીસું થશે ખાલી - Jan Avaj News

આજથી ગુજરાતમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી વાહન લઈને નીકળો તો આ નિયમ જાણી લેજો…નહીતો ખીસું થશે ખાલી

6 થી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસની ખાસ ડ્રાઈવ યોજાશે. આ ડ્રાઈવમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસ દાખલ કરવામાં આવશે. શહેર અને જિલ્લાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાની હોવાથી રોજેરોજ કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ પણ સોંપવાનો રહેશે.

સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા રાજ્યની સમાયાંતરે યોજાતી સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં રોડ સેફ્ટીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં થતા અકસ્માતોની ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયુષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવાનું તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જીલ્લાના વડાઓને સુચના આપી છે.

જે અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા આગામી 6 થી 15 માર્ચ દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે. આ સમયે જોઈ કોઈ વાહન ચાલકે હેલ્મેટ વિના કે પછી કારનો સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો દંડ થશે.

સાથે જ પોલીસને એવો પણ આદેશ કરવામાં આવ્યો છે કે, શહેર અને જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ મોકલવામાં આવે.

તેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવાની વાત ઉપર ભાર મુકવામા આવ્યો છે. એટલુ જ નહી તમામ શહેરો અને જીલ્લાની કરવામા આવેલ કામગીરીની સમિક્ષા કરવાના નામે રોજે-રોજ કેટલો દંડ કર્યો તેની તમામ માહિતી બીજી જ દિવસે આપી દેવાનો હુકમ કરવામા આવ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.